કોંગ્રેસના દિગ્ગજ નેતા Anand Sharma એ પાર્ટીના વિદેશ વિભાગમાંથી આપ્યું રાજીનામું
- કોંગ્રેસના Anand Sharma એ આપ્યું વિદેશ વિભાગમાંથી રાજીનામું
- કોંગ્રેસના સભ્યપદમાંથી નથી આપ્યું રાજીનામું
- યુવા પેઢી માટે પદ પરથી આપ્યું રાજીનામું
કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા Anand Sharma એ કોંગ્રેસ પાર્ટીના વિદેશ વિભાગમાંથી અચાનક રાજીનામું આપી દીધું છે.જો કે તેમણે કાર્યકારી સમિતિમાંથી સભ્યપદ પરથી રાજીનામુ આપ્યું નથી. તે કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશે. આનંદ શર્માએ પોતાનો રાજીનામું કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.
Anand Sharma વિદેશ વિભાગમાંથી રાજીનામું આપ્યું
નોંધનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક પાર્ટીના વિદેશ વિભાગમાંથી રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નનો હાલ ચર્ચાઇ રહ્યા છે. આનંદ શર્મા લાંબા સમયથી કોંગ્રેસના વિદેશ વિભાગની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમને પાર્ટીના વરિષ્ઠ નેતા માનવામાં આવે છે. જોકે, હવે તેઓ વધતી ઉંમર સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે.
ઓપરેશન સિંદૂર મામલે Anand Sharma સરકારના પ્રતિનિધિમંડળમાં હતા સામેલ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આનંદ શર્માએ પોતાના રાજીનામમાં ઉલ્લેખ કર્યો છે કે યુવા પેઢી માટે આ પદ પરથી રાજીનામુ આપી રહ્યા છે. તેમના રાજીનામાંથી રાજકીય અટકળો વધી ગઇ છે. ભારત સરકાર તરફથી ઓપરેશન સિંદૂર મામલે મોકલવામાં આવેલા પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસના આનંદ શર્માનો સમાવેશ કરવાાં આવ્યો હતો. સરકારે કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત નામોમાંથી પ્રતિનિધિમંડળમાં ફક્ત આનંદ શર્માનું નામ જ સામેલ કર્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ વતી શશિ થરૂર પણ વિદેશ ગયા હતા.
કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા હતા, G-23 નેતાઓમાં સામેલ હતા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ રવિવારે પાર્ટીના વિદેશ વિભાગ (DFC) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું. જોકે, તેઓ કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય રહેશે. તેમણે આ પગલું એટલા માટે લીધું કે વિભાગનું પુનર્ગઠન સરળતાથી થઈ શકે અને યુવા નેતાઓને તક મળી શકે. આનંદ શર્મા G-23 નેતાઓમાં સામેલ હતા જેમણે કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે પાર્ટી પહેલાથી જ ઘણા પડકારોનો સામનો કરી રહી છે.
આ પણ વાંચો: ચિરાગ પાસવાનને ચૂંટણી પહેલાં મોટો ઝટકો: LJPRમાંથી 128 નેતાઓનું સામૂહિક રાજીનામું