Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Sharad Pawar Hospitalized : NCP ચીફ શરદ પવારની તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા દાખલ

મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા શરદ પવારને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવા પડતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બારામતીમાં પ્રાથમિક તપાસ બાદ તેમને તાત્કાલિક પુણે ખસેડવામાં આવ્યા છે. સતત જાહેર કાર્યક્રમો અને કથિત પારિવારિક તણાવ વચ્ચે તેમની શારીરિક સ્થિતિમાં આવેલા આ બદલાવ પાછળનું મુખ્ય કારણ શું છે અને અત્યારે ડોક્ટરોએ કયા જોખમની આશંકા વ્યક્ત કરી છે તે જાણવું અત્યંત જરૂરી બન્યું છે.
sharad pawar hospitalized   ncp ચીફ શરદ પવારની તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા દાખલ
Advertisement
  • ગળામાં સંક્રમણ અને તાવ બાદ તબિયત લથડી (Sharad Pawar Hospitalized)
  • બારામતીમાં પ્રાથમિક સારવાર બાદ પુણે ખસેડાયા
  • પુણેની રૂબી હોસ્પિટલમાં ડોક્ટરોનું સઘન નિરીક્ષણ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - SP) ના વડા શરદ પવાર (Sharad Pawar) ને ગળામાં સંક્રમણ (Throat Infection) અને સતત તાવ આવવાની ફરિયાદ બાદ પુણેની રૂબી હોલ ક્લિનિક (Ruby Hall Clinic) માં દાખલ કરવામાં આવ્યા છે. 85 વર્ષીય વરિષ્ઠ નેતાની તબિયત લથડતા રાજકીય વર્તુળોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Sharad Pawar Hospitalized : બારામતીમાં પ્રાથમિક સારવાર બાદ પુણે ખસેડાયા

મળતી માહિતી મુજબ, શરદ પવાર (Sharad Pawar) જ્યારે બારામતી (Baramati) માં હતા ત્યારે તેમને ગળામાં અસ્વસ્થતા અને તાવના લક્ષણો જણાતા ત્યાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, સ્વાસ્થ્યમાં અપેક્ષિત સુધારો ન જણાતા અને તકેદારીના ભાગરૂપે ડોક્ટરોની સલાહ અનુસાર તેમને વધુ સારવાર માટે પુણે (Pune Hospital) લાવવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

સુપ્રિયા સુલે અને પરિવાર સાથે હોસ્પિટલમાં

હોસ્પિટલમાં તેમની સાથે પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે (Supriya Sule) તેમજ જમાઈ સદાનંદ સુલે (Sadanand Sule) હાજર છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પવાર અત્યારે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

વધારે પડતા કાર્યભારને કારણે તબિયત નરમ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભત્રીજા અજિત પવાર (Ajit Pawar) ના અવસાન બાદ શોકની સ્થિતિ અને તે સિવાયના સતત જાહેર કાર્યક્રમોમાં (Public Events) સક્રિય ભાગીદારીને કારણે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી હોવાનું મનાય છે. ડોક્ટરોએ તેમને હાલ સંપૂર્ણ આરામ (Medical Rest) કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો:  Savarkar ને Bharat Ratna મળશે, તો પુરસ્કારની પ્રતિષ્ઠા વધશે : RSSના પ્રમુખ મોહન ભાગવત

Tags :
Advertisement

.

×