Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Sharad Pawar Rajya Sabha Election: 85 વર્ષના શરદ પવારને રાજનીતિ છોડતી નથી કે રાજનીતિ છૂટતી નથી?

Sharad Pawar Rajya Sabha Election: મરાઠા રાજનીતિના દિગ્ગજ નેતા શરદ પવાર 85 વર્ષની વયે પણ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નથી. અજિત પવારના નિધન બાદ બદલાયેલા રાજકીય સમીકરણો અને પુત્રી સુપ્રિયા સુલેના રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમણે ફરીથી રાજ્યસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હોવાનું મનાય છે. મહાવિકાસ અઘાડીના ટેકાથી તેઓ ફરી સંસદમાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે
sharad pawar rajya sabha election  85 વર્ષના શરદ પવારને રાજનીતિ છોડતી નથી કે રાજનીતિ છૂટતી નથી
Advertisement

. શરદ પવારે (Sharad Pawar) 2009થી લોકસભા ચૂંટણી લડવાનું કર્યું છે બંધ
. શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે બારામતીથી 4 ટર્મ ચૂંટાયા
. બારામતી શરદ પવારની પરંપરાગત લોકસભા બેઠક
. 85 વર્ષે રાજકારણ છોડવાની શરદ પવારને હતી ઈચ્છા
. ભત્રીજા અજિત પવારના નિધન બાદ રાજકીય સ્થિતિ બદલાય

Sharad Pawar Rajya Sabha Election: મરાઠા રાજનીતિના ભીષ્મ પિતામહ શરદ પવાર (Sharad Pawar)  85 વર્ષના થઈ ચુક્યા છે. તેમનો ઈરાદો હતો કે 85 વર્ષે તેઓ રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે. પરંતુ તેમના ભાગ્યમાં કદાચ રાજનીતિ છોડવાનું કે રાજનીતિથી છૂટવાનું લખ્યું નથી. શરદ પવાર (Sharad Pawar)  ફરીથી રાજ્યસભાની ચૂંટણી (Rajya sabha Elction) લડવાના છે. તેમનો રાજ્યસભાના સાંસદ તરીકેનો કાર્યકાળ એપ્રિલમાં સમાપ્ત થઈ રહ્યો છે. આમ તેઓ હવે રાજનીતિમાંથી સંન્યાસ લઈ રહ્યા નથી.

Advertisement

મહત્ત્વપૂર્ણ છે કે 2009થી તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું તો બંધ કરી દીધું હતું. તેમની પરંપરાગત બારામતી (Baramati) લોકસભા બેઠક પરથી તેમના પુત્રી સુપ્રિયા સુલે (Supriya Sule) ચાર લોકસભા ચૂંટણીથી અહીંથી જીતતા રહ્યા છે. તેઓ ખુદ રાજ્યસભામાં ચાલ્યા ગયા હતા.

Advertisement

પણ આ વખતે તેમને લઈને કહેવામાં આવતું હતું કે તેઓ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે અને સક્રિય રાજનીતિને અલવિદા કહી દેશે. ઓછામાં ઓછું તેઓ સંસદીય રાજનીતિ છોડી દે તેવું નિશ્ચિત મનાતું હતું. પરંતુ શરદ પવાર સામે ભત્રીજા અજિત પવાર (Ajit Pawar) ના અચાનક નિધનને કારણે રાજકીય પરિસ્થિતિ વધુ પરિવર્તિત થઈ ચુકી છે. તેથી કહેવાય રહ્યું છે કે આગામી મહિને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં શરદ પવાર ફરી મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો:  NCP Merger News: “મને ખબર નથી…” શરદ પવારના શબ્દોએ રાજકારણમાં તોફાન મચાવ્યું, NCP વિલીનીકરણ અંગો આપ્યું મોટું નિવેદન

શરદ પવાર (Sharad Pawar) અપક્ષ લડશે?

શરદ પવાર રાજ્યસભા (Rajyasabha) ની ચૂંટણી લડશે તે જેટલો મહત્ત્વનો સવાલ છે, તેટલો જ મહત્ત્વનો સવાલ એ છે કે તેઓ જીતશે કેવી રીતે? તેઓ એનસીપી તરફથી લડશે કે અપક્ષ ઉમેદવારી કરશે તેના પર પણ સૌની નજર છે. અપક્ષ ઉમેદવારીનો સવાલ એટલા માટે સામે આવ્યો છે, કારણ કે તેમના પુત્રી સુપ્રિયા સુલેએ એક સવાલના જવાબમાં કહ્યુ કે ઘણાં નેતા અપક્ષ ચૂંટણી લડીને પણ રાજ્યસભાના સાંસદ બનતા રહે છે. શરદ પવાર ચાહે કોઈપણ રીતે રાજ્યસભાની ચૂંટણી લડે, પણ મહારાષ્ટ્રના સમીકરણો વધારે સરળ નથી.

મહારાષ્ટ્રના સમીકરણો પર સૌની નજર

મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજ્યસભાની 7 બેઠકો ખાલી થઈ રહી છે. 288 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં એક બેઠક જીતવા મટે 37 બેઠકોની જરૂરત હશે. શરદ પવારની પોતાની પાર્ટી એનસીપી-શરદ પવારના માત્ર 10 ધારાસભ્યો છે. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી પાસે કુલ 48 ધારાસભ્યો છે. તેવામાં શિવસેના -ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના 20 અને કૉંગ્રેસના 16 ધારાસભ્યો છે. તેમને સાથે મેળવીને એક બેઠક જીતી શકાય તેમ છે. મહત્ત્વપૂર્ણ છે કે કૉંગ્રેસના રજની પાટિલ (Rajya Sabha) અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackarey) ની શિવેસના (Shivsena) ના પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi) ની રાજ્યસભાની સદસ્યતાની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જો કૉંગ્રેસ અને ઉદ્વવ ઠાકરેની શિવસેના બંને પોતાની ઉમેદવારી છોડીને શરદ પવારને સમર્થન આપે તો તેઓ આસાનીથી રાજ્યસભામાં પહોંચી જશે.

આ પણ વાંચો: Ajit Pawar ના વિમાનમાં બોમ્બ હતો? તપાસ થાય, NCP MP સોનવણેને ષડયંત્રની આશંકા

પરંતુ સવાલ એ છે કે શરદ પવાર કોઈ નવો રાજકીય ખેલ કરવાની ફિરાકમાં તો નથી ને. અજિત પવારની એનસીપીના 40 ધારાસભ્યો છે. આ દ્રષ્ટિએ રાજ્યસભાની એક બેઠક તેમના દ્વારા જીતવાની શક્ય બને છે. સુનેત્રા પવાર (Sunetra Pawar) ના મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે. તેના પર તેમના પુત્ર પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવાની ચર્ચા થઈ રહી છે. શું શરદ પવાર અજિત પવારની પાર્ટીને મળનારી બેમાંથી એક બેઠક લઈ શકે તેમ છે?

શરદ પવારની રાજકીય મજબૂરી!

એનસીપીના બંને ખેમાના અંતરંગ વર્તુળોની જાણકારી ધરાવનારા નેતાઓનું કહેવું છે કે અજિત પવાર (Supriya Sule) ની સાથે બંને પાર્ટીઓના વિલયની વાત થઈ રહી હતી. પરંતુ હવે તમામ રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ ચુકી છે. હવે બંને પાર્ટીઓના વિલયનો મામલો સ્થગિત થઈ ચુક્યો છે અને તેની સાથે જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે (Supriya Sule) ના રાજકીય ભવિષ્યને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે કહેવામાં આવે છે કે શરદ પવાર કેટલાક વધુ દિવસો સક્રિય રાજકારણ કરવા માટે તૈયાર થયા છે.

આ પણ વાંચો: શું શરદ પવાર ભાજપના નેતૃત્વવાળા NDAમાં પ્રવેશ કરશે? પિંપરી-ચિંચવડમાં પવાર પરિવારની એકતામાં મળ્યા સંકેત

Tags :
Advertisement

.

×