Sharmistha Panoli :ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને મોટી રાહત,કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન
- વિવાદીત વીડિયો મામલે શર્મિષ્ઠા પનોલીને મોટી રાહ
- કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન
- હાઇકોર્ટનો પોલીસને સુરક્ષા આપવા આદેશ
Sharmistha Panoli : ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલી(Sharmistha Panoli)ને કોલકાતા (Kolkata High Court)હાઇકોર્ટે રાહત આપતા જામીન આપ્યા છે. કોર્ટે પોલીસને ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને સુરક્ષા આપવા પણ આદેશ કર્યો છે.22 વર્ષીય લૉ સ્ટુડન્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની જામીન અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ રાજા બસુએ શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે.
શર્મિષ્ઠાને વચગાળાના જામીન મળ્યા
કોલકાતા હાઇકોર્ટે શર્મિષ્ઠાને વચગાળાના જામીન આપતા કેટલીક શરતો પણ લગાવી છે. કોર્ટે શર્મિષ્ઠાના દેશ છોડવા પર પુરી રીતે રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે શર્મિષ્ઠા CJMની પરવાનગી વગર દેશની બહાર નથી જઇ શકતી. કોર્ટે 10 હજાર રૂપિયા જામીન રકમ જમા કરવાનો પણ આદેશ કર્યો છે.સાથે જ કોર્ટે કોલકાતા પોલીસને આદેશ આપ્યો છે કે શર્મિષ્ઠા દ્વારા ધરપકડ પહેલા પોતાની સુરક્ષાને લઇને આપવામાં આવેલી ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. શર્મિષ્ઠાએ દાવો કર્યો હતો કે તેના સોશિયલ મીડિયા પોસ્ટ બાદ તેને ધમકીઓ મળી રહી છે.
Calcutta HC directs influencer Sharmistha Panoli to furnish bail bond of Rs 10,000
— Press Trust of India (@PTI_News) June 5, 2025
આ પણ વાંચો -Rafale ફાઇટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રુપની કંપની વચ્ચે થઇ મોટી ડિલ
હાઈકોર્ટે જામીન આપતી વખતે ઘણી શરતો લગાવી
કોલકાતા હાઈકોર્ટે શર્મિષ્ઠાને વચગાળાના જામીન આપતી વખતે ઘણી શરતો લગાવી છે. કોર્ટે શર્મિષ્ઠાને દેશ છોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું હતું કે શર્મિષ્ઠા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ની મંજૂરી વિના દેશની બહાર જઈ શકશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે તેણીએ 10,000 રૂપિયાની જામીન બોન્ડ જમા કરાવવા પડશે.સાથે કોર્ટે કોલકાતા પોલીસને નિર્દેશ આપ્યા હતા કે શર્મિષ્ઠા દ્ધારા ધરપકડ પહેલા તેની સુરક્ષા અંગે નોંધાવેલી ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. શર્મિષ્ઠાએ દાવો કર્યો હતો કે તેણીની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ તેણીને ધમકીઓ મળી રહી છે.
આ પણ વાંચો -Dholpur-Agra Expressway: 4612 કરોડના ખર્ચે બની રહેલા એક્સપ્રેસથી આ ત્રણ રાજ્યોને થશે મોટો ફાયદો
'પોલીસને ધરપકડ કરવાનો અધિકાર છે'
અગાઉ મંગળવારે શર્મિષ્ઠાની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે તેના વકીલને કહ્યું હતું કે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને એવું સાંભળવામાં આવ્યું હતું કે તેનાથી કોઈ ચોક્કસ વર્ગની લાગણીઓને ઠેસ પહોંચી છે.બેન્ચે કહ્યું કે આપણને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા છે, તેનો અર્થ એ નથી કે તમે કોઈની પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકો છો. જો સજા સાત વર્ષથી ઓછી હોય તો પણ પોલીસને કોઈપણની ધરપકડ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.