ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શશિ થરૂરની ‘Mango Party’માં ભાજપ નેતાઓનો જમાવડો, કોંગ્રેસ ગેરહાજર

શશિ થરૂરની ‘Mango Party’માં કોંગ્રેસના દિગ્ગજોની ગેરહાજરી
05:32 PM Jul 25, 2025 IST | Mujahid Tunvar
શશિ થરૂરની ‘Mango Party’માં કોંગ્રેસના દિગ્ગજોની ગેરહાજરી

નવી દિલ્હી, 25 જુલાઈ 2025: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ફરી એકવાર‘Mango Party’ને લઈને ચર્ચામાં છે . નવી દિલ્હીના લુટિયન્સ ઝોનમાં આવેલા તેમના સરકારી નિવાસસ્થાને આયોજિત આ પાર્ટીમાં ભાજપના દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો, જ્યારે કોંગ્રેસના કોઈ મોટા નેતાએ હાજરી આપી નહીં. આ ઘટનાએ રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓને વેગ આપ્યો છે, અને થરૂરના ભાજપ સાથે નજીક આવવાની અટકળો ફરી શરૂ થઈ છે.

‘Mango Party’માં કોણે આપી હાજરી

શશિ થરૂરે આયોજિત આ પાર્ટીમાં ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસેન, સુધાંશુ ત્રિવેદી, સાંસદ શશાંક મણિ ત્રિપાઠી, પૂર્વ સાંસદ ડૉ. સંજય સિંહ, અને ભાજપની સહયોગી પાર્ટી અપના દળના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે હાજરી આપી હતી. આ ઉપરાંત, શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, TMC સાંસદ મહુઆ મોઈત્રા તેમના પતિ અને પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે, તેમજ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી પણ હાજર રહ્યા. ઓવૈસીની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને જ્યારે શાહનવાઝ હુસેને તેમને ગળે લગાડીને વાતચીત કરી હતી.

કોંગ્રેસના દિગ્ગજોની ગેરહાજરી

આ પાર્ટીમાં ભાજપ, TMC, અને AIMIMના નેતાઓની હાજરી હોવા છતાં કોંગ્રેસના કોઈ મોટા નેતાએ હાજરી આપી નહીં, જે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. X પરની એક પોસ્ટમાં એક યુઝરે લખ્યું, “શશિ થરૂરની પાર્ટીમાં કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરી એ દર્શાવે છે કે થરૂર અને કોંગ્રેસ વચ્ચે ખાઈ વધી રહી છે.” આ ઘટના થરૂરની કોંગ્રેસ સાથે વધતી અંતર અને ભાજપ સાથે નિકટતાની અટકળોને વધુ હવા આપે છે.

ઓપરેશન સિંદૂર અને થરૂરની ભૂમિકા

શશિ થરૂરની ‘Mango Party’ની ચર્ચા તેમની ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા બાદ વધુ તીવ્ર બની છે. 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી માળખા પર હવાઈ હુમલા કર્યા હતા. થરૂરને સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું વલણ રજૂ કરવા માટે બહુ-પક્ષીય ડેલિગેશનનું નેતૃત્વ સોંપ્યું હતું, જોકે કોંગ્રેસે તેમનું નામ ડેલિગેશન માટેની યાદીમાં નહોતું આપ્યું. થરૂરે અમેરિકા, ગયાના, પનામા, કોલમ્બિયા, અને બ્રાઝિલમાં ભારતનું વલણ રજૂ કરીને દેશની એકતા અને આતંકવાદ સામેની ઝીરો-ટોલરન્સ નીતિને રજૂ કરી જેની ભાજપે પ્રશંસા કરી પરંતુ કોંગ્રેસે આને “પાર્ટી વિરોધી” ગણાવ્યું હતુ.

શું થરૂર ભાજપની નજીક જઈ રહ્યા છે?

થરૂરના ભાજપ નેતાઓ સાથે વધતા સંબંધો અને કોંગ્રેસની નીતિઓથી અલગ વલણે રાજકીય અટકળોને જન્મ આપ્યો છે. ગયા ફેબ્રુઆરીમાં થરૂરે PM મોદીની અમેરિકા યાત્રા, G20 સમિટ, અને વેક્સિન ડિપ્લોમસીની પ્રશંસા કરી હતી, જેનાથી કોંગ્રેસ નેતૃત્વ નારાજ થયું હતું. X પરની એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા મનીકમ ટાગોરે થરૂરને “ભાજપના પેરોટ” ગણાવ્યા, જ્યારે કેરળના કોંગ્રેસ નેતા કે. મુરલીધરને કહ્યું કે થરૂરને તિરુવનંતપુરમમાં પાર્ટીના કાર્યક્રમોમાં નહીં બોલાવવામાં આવે જ્યાં સુધી તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પરનું વલણ નહીં બદલે.

થરૂરે પોતાનો બચાવ કરતાં કહ્યું, “રાષ્ટ્રીય હિતમાં કામ કરવું એ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ નથી. જેઓ આમ વિચારે છે, તેમણે પોતાને સવાલ કરવો જોઈએ.” તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ હજુ કોંગ્રેસના વફાદાર સાંસદ છે અને ભાજપમાં જોડાવાની કોઈ યોજના નથી.

આ પણ વાંચો- રાહુલ ગાંધીનો OBC મહાસંમેલનમાં દાવો: “મેં OBC સમાજને ન સમજવાની ભૂલ કરી”

Tags :
Aam Aadmi PartyBJPCongressMango PartyOperation SindoorShashi Tharoor
Next Article