Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kaliyugi Daughter's Cyber Crime : દિકરીએ જ પોતાની માતાની નગ્ન તસ્વીરો પ્રેમીને મોકલી!

Kaliyugi Daughter's Cyber Crime : બેંગલુરુમાં એક ૪૯ વર્ષીય મહિલાએ પોતાની જ પુત્રી અને તેના પ્રેમી વરુણ વિરુદ્ધ ગંભીર પોલીસ ફરિયાદ કરી છે. પુત્રીએ માતા અને માસી સુતા હોય કે ન્હાતા હોય તે સમયની અશ્લીલ તસ્વીરો ખેંચીને પ્રેમીને શેર કરી હતી. આ બાબતનો ખુલાસો થતા યુવતી ઘરેથી ફરાર થઈ ગઈ છે. પોલીસે સાઈબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી આરોપી યુવકની શોધખોળ હાથ ધરી છે.
kaliyugi daughter s cyber crime   દિકરીએ જ પોતાની માતાની નગ્ન તસ્વીરો પ્રેમીને મોકલી
Advertisement

. BBA ગ્રેજ્યુએટ દીકરીએ અભ્યાસના બહાને લીધેલા ફોનનો ઉપયોગ માતા અને માસીની અશ્લીલ તસ્વીરો ખેંચવા માટે કર્યો
. પ્રેમી વરુણના કહેવાથી યુવતીએ આ વાંધાજનક તસ્વીરો તેને મોકલી, જેનો ખુલાસો માતાએ યુવતીના ફોનનો પાસવર્ડ મેળવીને કર્યો
. સમગ્ર મામલો સામે આવ્યા બાદ યુવતી ઘર છોડીને ભાગી ગઈ છે અને પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરી રહી છે

Kaliyugi Daughter's Cyber Crime : કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં સાઈબર ક્રાઈમનો ચોંકાવનારો મામલો મસામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાની પુત્રી અને તેના પ્રેમીની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. મહિલાનો આરોપ છે કે તેની પુત્રીએ પ્રેમીના કહેવા પર પોતાની માતા અને માસીની અશ્લિલ તસ્વીરો યુવકને મોકલી છે. પોલીસે યુવકની વિરુદ્ધ મામલો દાખલ કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

જ્યારે ફોનની ચકાસણી કરી તો પરિવાર ચોંક્યો

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, 49 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે તેમને પોતાની પુત્રીના ફોનમાંથી વાંધાજનક સામગ્રી મળી હતી. પરિવારે તપાસકર્તાઓને કહ્યું કે આ વાત લગભગ એક માસ પહેલાની છે, જ્યારે યુવતીની માતાએ તેને એક યુવકની સાથે વાત કરતા પકડી હતી.

Advertisement

આ પણ વાંચો : Pakistan સાથે જોડાયેલા સાયબર ફ્રોડમાં ગૌરવ કાકડીયાની ધરપકડ

વાંચવા માટે ફોન માંગ્યો, ખેંચ્યા ન્યૂડ ફોટોગ્રાફ્સ

ફરિયાદ કરવામાં આવી કે બીબીએ ગ્રેજ્યુએટ યુવતીએ પોતાના પિતાપાસેથી વાંચવા માટે ફોનની લગભગ એક વર્ષ પહેલા માગણી કરી હતી. પરિવારે આ માગણી પૂર્ણ કરી દીધી હતી. વાત ત્યારે વણસી કે જ્યારે એક દિવસ ઘરમાં કામ કરી રેલી મહિલા અચાનક તેની પુત્રીના રૂમમાં ગઈ અને તેને એક યુવક સાથે વીડિયો કોલ કરતા જોઈ લીધી. માતાએ જોયું કે યુવતીએ ફોન કાપ્યો, તેનાથી તેની શંકા વધુ દ્રઢ બની હતી.

ગેરમાર્ગે દોરવાની કોશિશ

જ્યારે પરિવારે યુવકને લઈને સવાલ કર્યા અને પાસવર્ડ માંગ્યો, તો યુવતીએ તેમને સીધો જવાબ આપવાનું ટાળ્યું. જોકે બાદમાં પરિવારે ફોનનો પાસવર્ડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી. રિપોર્ટ મુજબ, યુવતની માતાનો આરોપ છે કે તેમને ફોનમાં તેમની અશ્લિલ તસ્વીરો મળી, જે તેઓ સુતા હતા ત્યારે લેવામાં આવી હતી.

આ પણ વાંચો : સોલાર પેનલના બહાને સૌરાષ્ટ્રમાં મોટી છેતરપિંડી : 100થી વધુ લોકોને ઠગીને દોઢ કરોડ ખંખેર્યા

માસીની અશ્લિલ તસ્વીરો પણ શેયર કરી!

તેમણે આરોપ લગાવ્યો છે કે આ ફોટોગ્રાફ્સ વરુણ નામના યુવકની સાથે શેયર કરવામા આવ્યા હતા. તેમણે એ પણ દાવો કર્યો હતો કે દિકરીએ પોતાની માસીની ન્હાતી વખતની તસ્વીરો પણ વરુણ નામના આ યુવક સાથે શેયર કરી છે. રિપોર્ટ મુજબ, નોંધાયેલી ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે કે યુવતીના ફોનથી મળેલા સંદેશાઓથી ઉજાગર થાય છે કે વરુણે યુવતીને તસ્વીરો શેયર કરવાનું કહ્યું હતું.

યુવતી ઘરેથી ફરાર

વિવાદ ઉભો થયા બાદ પણ યુવતી પરિવાર સાથે માથાકૂટ કરતી રહી. અહેવાલ છે કે લગભગ એક સપ્તાહ પહેલા તે કથિતપણે ઘર છોડીને ચાલી ગઈ અને પરિવારે કહ્યું છે કે તે વરુણ સાથે લગ્ન કરવા માંગે છે. તેના પછી પરિવારે પોલીસનો સંપર્ક કર્યો. હાલ વરુણની તલાશ ચાલી રહી છે.

આ પણ વાંચો : પત્નીની હત્યા કરી ફરાર પતિને SURAT ક્રાઈમ બાન્ચે બાર વર્ષે ઝડપી પાડ્યો

Tags :
Advertisement

.

×