મુંબઈ: કૉંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર લગાવનારી ભારતીય જનતા પાર્ટીએ થાણેમાં અંબરનાથ નગર પરિષદમાં સીધું ભાજપ-કૉંગ્રેસ ગઠબંધન કરીને હાથ મિલાવ્યો છે. ભાજપે શિવસેનાના શિંદે જૂથને સત્તાથી દૂર રાખવા માટે કૉંગ્રેસની સાથે સત્તાનો માર્ગ પસંદ કર્યો છે. અબંરનાથમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનથી રાજનીતિ ગરમાય છે.
એકનાથ શિંદે હાંસિયામાં હડસેલાયા
અંબરનાથ નગર પરિષદમાં થયેલા રાજકીય ઘટનાક્રમે રાજ્યની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. દેશભરમાં કૉંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર લગાવનારી ભાજપે અંબરનાથમાં સીધો કૉંગ્રેસ સાથે હાથ મિલાવીને સત્તાનો માર્ગ પસંદ કર્યો છે. શિંદે જૂથને અવગણીને અંબરનાથ નગર પરિષદમાં ભાજપ-કૉંગ્રેસનું એક દુર્લભ ગઠબંધન સાકાર થયું છે અને આ ગઠબંધનને કારણે ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે.
અંબરનાથ વિકાસ અઘાડી
ભાજપના તેજશ્રી કરંજુલેએ અંબરનાથ નગર પરિષદમાં મેયરનું પદ જીતી લીધું છે. કુલ 32 કોર્પોરેટરોના ગઠબંધનથી, જેમાં ભાજપના 14, કૉંગ્રેસના 12 અને એનસીપી- અજીત પવાર જૂથના 4 કોર્પોરેટર સામેલ છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી જશે. આ ગઠબંધનને અંબરનાથ વિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું છે.
![Image]()
શિંદે સેનાનો ભાજપ પર વાકપ્રહાર
આ ઘટનાક્રમથી શિવસેના શિંદે જૂથમાં ભારે અસંતોષ છે. શિવસેના શિંદે મસૂહે ભાજપ પર આકરો વાકપ્રહાર કરતા આ ગઠબંધનને અભદ્ર યુતિ ગણાવી છે. શિંદે સમૂહના ધારાસભ્ય ડૉ. બાલાજી કિનિકરે કૉંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારા ભાજપ પર કૉંગ્રેસ સાથે ગઠબંધન કરીને શિવસેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપનો જવાબ
શિંદે સેનાએ કહ્યુ છેકે કૉંગ્રેસ મુક્ત ભારતની ઘોષણા કરનારા ભાજપે આજે થાણેના અંબરનાથમાં નગર પરિષદમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું છે. આ ગઠબંધનને શિવસેનાએ પીઠમાં છરો ઘોપવા જેવું ગણાવ્યું છે. ભાજપે આ આરોપોને રદિયો આપ્યો છે. ભાજપના ઉપાધ્યક્ષ ગુલાબરાવ કરંજુલે પાટિલે શિંદે સમૂહ પર પલટવાર કરતા કહ્યુ છે કે જો તે ગત 25 વર્ષોથી ભ્રષ્ટાચારમાં લિપ્ત શિંદે સમૂહ સાથે સત્તામાં હોત તો આ એક બેહદ અયોગ્ય ગઠબંધન ન હોત.
શિંદે સેના પર જ ફોડયું ઠીકરું
તેમણે એ પણ દાવો કર્યો છે કે તેમણે અંબરનાથ નગર પરિષદ માટે શિંદે જૂથની સાથે મહાગઠબંધન પર ઘણીવાર ચર્ચા કરવાની કોશિશ કરી છે. પરંતુ તેમના નેતાની કોઈ પ્રતિક્રિયા મળી નથી. એક તરફ જ્યાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધન અંબરનાથ નગર પરિષદમાં સત્તાની વહેંચણીને સ્પષ્ટ કરી રહ્યું છે. તો બીજી તરફ આ ગઠબંધને મહાગઠબંધનમાં તણાવ પેદા કર્યો છે. અંબરનાથમાં આ અયોગ્ય ગઠબંધન અનુચિત છે અથા અપરિહાર્ય, આના પર રાજકીય આરોપ-પ્રત્યારોપ આગામી સમયમાં તીવ્ર બનવાની પણ સંભાવના છે.
આ પણ વાંચો: