Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kannauj Rape Case માં ચોંકાવનારો ખુલાસો, નવાબ સિંહ અને પીડિતાની કાકી વચ્ચે હતા શારીરિક સંબંધો

કન્નૌજ રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો નવાબ સિંહ અને પીડિતાની કાકી વચ્ચે હતા શારીરિક સંબંધો કાકીની ભૂમિકાએ ખોલ્યા કેસના નવા પાસા Kannauj Rape Case : કન્નૌજમાં થયેલા દુષ્કર્મના ચોંકાવનારા કિસ્સામાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પીડિતાની કાકીની પોલીસે...
kannauj rape case માં ચોંકાવનારો ખુલાસો  નવાબ સિંહ અને પીડિતાની કાકી વચ્ચે હતા શારીરિક સંબંધો
Advertisement
  • કન્નૌજ રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો
  • નવાબ સિંહ અને પીડિતાની કાકી વચ્ચે હતા શારીરિક સંબંધો
  • કાકીની ભૂમિકાએ ખોલ્યા કેસના નવા પાસા

Kannauj Rape Case : કન્નૌજમાં થયેલા દુષ્કર્મના ચોંકાવનારા કિસ્સામાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પીડિતાની કાકીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ (Police Interrogation) માં કાકીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કાકીએ કબૂલ્યું છે કે તે આરોપી નવાબ સિંહ  (accused Nawab Singh) સાથે છેલ્લા ઘણા સમયથી પરિચિત હતી અને તેમના વચ્ચે શારીરિક સંબંધો હતા.

પીડિતાના ભાઈને પૈસાની લાલચ

કાકીએ પોલીસને જણાવ્યું કે, જ્યારે પીડિતાની મેડિકલ ચાલી રહી હતી ત્યારે નવાબ સિંહના ભાઈએ તેને પૈસાની લાલચ આપીને મેડિકલ રિપોર્ટ બદલવા અને કેસમાં અન્ય લોકોના નામ લેવા માટે કહ્યું હતું. આનાથી આ કેસમાં એક નવો પાસો સામે આવ્યો છે. કન્નૌજના એસપી અમિત કુમાર આનંદે આ મામલે પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, પીડિતાની કાકીને મોડી રાત્રે તેના મામાના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી નવાબ સિંહની પણ તેની કોલેજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ નવાબ સિંહને ધરપકડ કરવા પહોંચી ત્યારે પીડિતાની કાકી પણ તેની સાથે રૂમમાં હાજર હતી.

Advertisement

Advertisement

પીડિતાનો આરોપ

પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે નવાબ સિંહે તેની સાથે દુષ્કર્મ (Rape) કર્યું ત્યારે તેની કાકી રૂમની બહાર હાજર હતી અને તેણે મદદ માટે બૂમો પાડી હતી પરંતુ કાકીએ કોઈ મદદ કરી ન હતી. પીડિતાના આ નિવેદનના આધારે પોલીસે કાકીને આ કેસમાં સહઆરોપી બનાવી હતી. કાકી વિરુદ્ધ આરોપ લાગ્યા બાદ તે ફરાર થઈ ગઈ હતી. પોલીસે તેને પકડવા માટે અનેક ટીમો બનાવી હતી અને આખરે તેને ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો:  મહારાષ્ટ્રના બદલાપુરમાં વિરોધ પ્રદર્શન થયું ઉગ્ર, 2 બાળકીઓના યૌન શોષણ મુદ્દે લોકોમાં રોષ

Tags :
Advertisement

.

×