Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sikkim : સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 4 જવાન શહીદ

સિક્કિમમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું વાહન ખીણમાં પડતાં સેનાના 4 જવાન શહીદ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું વાહન પાક્યોંગ જિલ્લાના દલોપચંદ પાસે બની દુર્ઘટના પશ્ચિમ બંગાળના પેંડોગથી ઝુલુક જતા હતા શહીદો MP, મણિપુર, હરિયાણા, તમિલનાડુના બંગાળની બીનાગુરી યુનિટમાં...
sikkim   સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું  4 જવાન શહીદ
  • સિક્કિમમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું
  • વાહન ખીણમાં પડતાં સેનાના 4 જવાન શહીદ
  • 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું વાહન
  • પાક્યોંગ જિલ્લાના દલોપચંદ પાસે બની દુર્ઘટના
  • પશ્ચિમ બંગાળના પેંડોગથી ઝુલુક જતા હતા
  • શહીદો MP, મણિપુર, હરિયાણા, તમિલનાડુના
  • બંગાળની બીનાગુરી યુનિટમાં ફરજ પર હતા

Sikkim News : સિક્કિમમાં ગુરુવારે એક ગંભીર અકસ્માત (Serious Accident) થયો હતો, જેમાં ભારતીય સેનાનું એક વાહન (Indian Army vehicle) 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં 4 જવાનો શહીદ થયા છે. આ ઘટનાની જાણ થતા જ સેના અને સ્થાનિક પ્રશાસન તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ખાઈમાં પડેલા વાહનમાંથી શહીદ થયેલા જવાનોના મૃતદેહો બહાર કાઢવામાં કઠિન પ્રયત્નો કરવામાં આવ્યા.

Advertisement

ટ્રક 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

અધિકારીઓએ જણાવ્યું કે, સેનાનું ટ્રક પશ્ચિમ બંગાળના પેંડોગથી સિક્કિમ (Sikkim) ના જુલુક તરફ જઈ રહી હતી, જે માર્ગમાં સિલ્ક રૂટ પાસ કરીને પસાર થઈ રહી હતી. પાક્યોંગ જિલ્લાનો આ રસ્તો જોખમભર્યો હતો અને ટ્રક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે ટ્રકની ઝડપ વધુ હોવાથી ડ્રાઇવર વાહન પર કાબૂ રાખી શક્યો નહીં, જેનાથી આ ભયાનક અકસ્માત થયો હતો. સેનાના અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં શહીદ થયેલા તમામ જવાનો દેશની રક્ષા કરતા અદમ્ય સાહસના ઉદાહરણ છે. હાલમાં, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ વધુ તપાસ ચાલી રહી છે.

Advertisement

એક જ યુનિટના હતા ચારેય જવાનો

દુર્ઘટના બાદ તરત જ બચાવ ટુકડીઓ સ્થળ પર મોકલવામાં આવી હતી, પરંતુ ત્યા પહોંચતા જ બચાવ ટુકડીઓને જાણ થઇ કે 4 જવાનોના ઘટનાસ્થળે જ શહીદ થઇ ગયા હતા. કર્મીઓની ઓળખ મધ્યપ્રદેશના ડ્રાઈવર પ્રદીપ પટેલ, મણિપુરના કારીગર ડબલ્યુ પીટર, હરિયાણાના નાઈક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે. તે થંગાપંડી તરીકે થઇ છે. તમામ સેનાના જવાનો પશ્ચિમ બંગાળના બીનાગુરીના એક યુનિટના હતા.

આ પણ વાંચો:  Telangana : સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ, 6 માઓવાદી ઠાર, 2 જવાન ઘાયલ

Advertisement

Tags :
Advertisement

.