Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sikkim: પ્રતાપગઢ નિવાસી કપલ 13 દિવસથી ગુમ..25મેએ ગયા હતા હનીમૂન પર

સિક્કિમમાં એક કપલ છેલ્લા 13 દિવસથી ગુમ તીસ્તા નદી અને ખાઇની સર્ચ ઓપરેશન યથાવત પરિવારે સરકાર અને પ્રશાસનને શોધવા માટે મદદ માગી સેનાના જવાનોને એર લિફ્ટ કરવા પડ્યા Sikkim :સિક્કિમ(Sikkim)માં પૂરની સ્થિતિ જોવા મળી.લેન્ડ સ્લાઇડ અને ભારે વરસાદને કારણે...
sikkim  પ્રતાપગઢ નિવાસી કપલ 13 દિવસથી ગુમ  25મેએ ગયા હતા હનીમૂન પર
Advertisement
  • સિક્કિમમાં એક કપલ છેલ્લા 13 દિવસથી ગુમ
  • તીસ્તા નદી અને ખાઇની સર્ચ ઓપરેશન યથાવત
  • પરિવારે સરકાર અને પ્રશાસનને શોધવા માટે મદદ માગી
  • સેનાના જવાનોને એર લિફ્ટ કરવા પડ્યા

Sikkim :સિક્કિમ(Sikkim)માં પૂરની સ્થિતિ જોવા મળી.લેન્ડ સ્લાઇડ અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ. મોટી સંખ્યામાં લોકો ફસાઇ ગયા હતા. પ્રવાસીઓ પણ ફસાયા હતા. તેઓને સેનાના જવાનોની મદદથી રેસક્યૂ કરાયા હતા.અરે સ્થિતિ એટલી ખરાબ હતી કે ખુદ સેનાના જવાનોને એર લિફ્ટ કરવા પડ્યા હતા.તેવામાં યુપીથી સિક્કિમ હનિમૂન (couple honeymoon)માટે ગયેલા એક કપલ છેલ્લા 13 દિવસથી ગાયબ છે.

સિક્કિમ પૂરમાં ગાયબ કપલ

પ્રતાપગઢના (Pratapgarh )એક કપલ કે જેઓ હનીમૂન મનાવવા (Pratapgarh couple lost)માટે સિક્કિમ ગયા હતા.તેમની કાર ખાણમાં પડી ગઇ.તેઓની 13 દિવસથી તપાસ ચાલી રહી છે.પરંતુ આ બંનેનો કોઇ પત્તો મળ્યો નથી.હાલ તીસ્તા નદી અને ખાઇની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.તેઓના પરિવારે સરકાર અને પ્રશાસનને દીકરા વહુને શોધવા માટે મદદ માગી છે.

Advertisement

આ પણ  વાંચો -Congress: દિગ્વિજયસિંહના ભાઇ લક્ષ્મણસિંહને પાર્ટીમાંથી હાંકી કઢાયા, જાણો કેમ?

Advertisement

કાર ખાબકી હતી ખીણમાં

મહત્વનું છે કે પ્રતાપગઢ જિલ્લાના એક નવવિવાહિત કપલની કાર વરસાદને કારણ તીસ્તા નદીમાં પડી ગઇ હતી. આ ઘટના 29મેના રોજ બની. જ્યારે તેઓ સિક્કિમના લાચેનથી લાચંગ આવી રહ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે ડ્રાઇવર સહિત કુલ 9 લોકો વિશે હજુ કોઇ ભાળ મળી નથી.

આ પણ  વાંચો -Video: રાજા રઘુવંશીના ઘરે પહોંચ્યો સોનમનો ભાઇ ગોવિંદ, માતાને ગળે ભેટતાં કહ્યું '...તો એને ફાંસી આપો'

કોણ છે આ કપલ ?

પ્રતાપગઢ નિવાસી ગુમ થયેલા દુલ્હા કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ,ભાજપના નેતા ઉમ્મેદ સિંહનો ભત્રીજો છે.કૌશલેન્દ્ર 5મેના રોજ ધનગઢ સરાય ચિવલાહ ગામના વિજય સિંહ ડબ્બૂની પુત્રી અંકિતા સાથે થયા હતા.કૌશલેન્દ્રના કાકા દિનેશ સિંહ અનુસાર દંપત્તિ 25મેના રોજ ટ્રેનથી સિક્કિમ જવા રવાના થયા અને 26મેના રોજ મંગન જિલ્લામાં પહોંચ્યા હતા.

Tags :
Advertisement

.

×