કોણાર્ક સૂર્ય મંદિર પહોંચ્યા સિંગાપુરના રાષ્ટ્રપતિ, UPI દ્વારા પેમેન્ટ કરી પત્ની માટે ખરીદી સાડી
- રાષ્ટ્રપતિ શાનમુગરત્નમ ઓરિસ્સાના કોણાર્ક મંદિરે આવ્યા
- પારંપરિક વાનગી અને ઉત્સવોનો પણ તેમણે આનંદ માણ્યો
- UPI દ્વારા પેમેન્ટ કરીને પત્ની માટે સાડીની ખરીદી કરી હતી
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ શાનમુગરત્નમ અને તેમની પત્નીએ ઓરિસ્સાના પારંપારિક રાત્રિભોજનો આનંદ ઉઠાવ્યો. જેમાં ઓડિસી નૃત્ય અને ઓરિસ્સા સિંગાપુરની નૃત્ય શૈલીઓનું મિશ્રણ રજુ કર્યું હતું.
સિંગાપુરના રાષ્ટ્રપતિ પહોંચ્યા કોણાર્ક
Singapore President Visits Konark Sun Temple: સિંગાપુરના રાષ્ટ્રપતિ થર્મન શાનમુગરત્નમ અને તેમની પત્નીએ શનિવારે ઓરિસ્સામાં રઘુરાજનપુર ગામ અને સમગ્ર જિલ્લાના પ્રસિદ્ધ કોણાર્ક સુર્ય મંદિરની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે પોતાની પત્નીમાટે સાડી પણ ખરીદી અને યુપીઆઇ દ્વારા પેમેન્ટ કર્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad : દબાણ મુદ્દે MLA અમિત શાહ લાલઘૂમ! ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કટાક્ષ!
પરંપરાગત રીતે કરવામાં આવ્યું સ્વાગત
આ અગાઉ રઘુરાજપુર ગામમાં રાષ્ટ્રપતિ અને તેમની પત્નીનો પારંપરિક ગોટીપુઆ નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ગામ પોતાની સમૃદ્ધ કલાત્મક પરંપરાઓ માટે પ્રસિદ્ધ છે, જેમાં પટ્ટચિત્ર કલા, તાડના પત્તા પર નક્કાશી, પથ્થરની મૂર્તિ કલા અને ગોટીપુઆ નૃત્યનો સમાવેશ થાય છે. દંપત્તીએ ગામમાં એક કલાક કરતા વધારે સમય વિતાવ્યો અને ત્યાના કલાકારો સાથેવાતચીત કરી. રાષ્ટ્રપતિએ રામાયણ અને ભગવાન ગણેશ સંબંધિત બે પટ્ટચિત્ર પેઇન્ટિંગ પણ ખરીદ્યા હતા.
પેટિંગ બનાવવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવી
રઘુરાજપુરના કલાકાર પ્રશાંત કુમાર સુબુદ્ધિએ કહ્યું કે, રાષ્ટ્રપતિને તેમણે પેન્ટિંગ બનાવવાની પ્રક્રિયા અંગે પણ જવું અને તેમની પત્નીને એક હસ્તનિર્મિત પેન્ટિંગ ભેટ આપી હતી. જેમાં રાષ્ટ્રપતિ અને સિંગાપુરની પ્રથમ મહિલાને પુરીના જગન્નાથ મંદિરની પૃષ્ટભુમિમાં દર્શાવાયા છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ અને તેમની પત્નીએ પુરીના કોણાર્ક સુર્ય મંદિરની મુલાકાત લીધી, તેઓ 13 મી શતાબ્દીનો એક પ્રમુખ ઐતિહાસિક સ્થળ છે. ત્યાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. આ યાત્રા દરમિયાન સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારત સામે પુષ્પા બનવા માંગતા હતા બાંગ્લાદેશી PM મોહમ્મદ યુનૂસ, હવે ઝુકી-ઝુકીને કરે છે સલામ
સિંગાપુરના રાષ્ટ્રપતિએ યુપીઆઇથી પેમેન્ટ કર્યું
આ અગાઉ શુક્રવારે રાષ્ટ્રપતિએ ભુવનેશ્વરના હસ્તશિલ્પ સંગ્રહાલય કલા ભૂમિમાં ચાર કલાક વિતાવ્યા, જ્યાં તેમણે ઓરિસ્સાની કલા, શિલ્પ અને હથકરઘા કૌશલની સરાહના કરી. આ દરમિયાન ઓરિસ્સાના મુખ્યમંત્રી અને અન્ય પ્રમુખ નેતાઓ સાથે તેઓ અલગ અલગ ગેલેરીમાં ગયા અને ઓરિસ્સાની સાંસ્કૃતિક ધરોહરને જોઇ. યાત્રા દરમિયાન એક રસપ્રદ વળાંકમાં રાષ્ટ્રપતિએ પત્ની માટે એક સાડી ખરીદી અને તેની ચુકવણી યુપીઆઇ દ્વારા કરી હતી. યુપીઆઇ ભારતના ડિજિટલ યુગમાં ચુકવણીની વૈશ્વિક ભૂમિકા દર્શાવે છે.
રાષ્ટ્રપતિએ ઓરિસ્સાના પારંપરકિ ભોજનનો આસ્વાદ માણ્યો
રાષ્ટ્રપતિ શાનમુગરત્નમ અને તેમની પત્નીએ ઓરિસ્સાના પારંપરિક રાત્રી ભોજનો આનંદ લીધો હતો. જેમાં ઓડિસી નૃત્ય અને ઓડિશા સિંગાપુરની નૃત્ય શૈલીઓનું મિશ્રણ રજુ કર્યું. રાષ્ટ્રપતિએ ઓડિસી સંગીત અને નૃત્યની સરાહના કરી અને તેને એક અનોખી કલા ગણાવી. તેમણે ઓરિસ્સાના વ્યંજનોના પણ વખાણ કર્યા. આ સાંસ્કૃતિક આદાન પ્રદાન અને સિંગાપુર વચ્ચે મજબુત સંબંધોને વધારે મજબુત કર્યા.
આ પણ વાંચો : સરકારી કર્મચારીઓને ઘી-કેળા! સરકારે હવે એક વધારે એક ગિફ્ટ આપી


