SIR Protest : સંસદમાં રાહુલ-પ્રિયંકાએ SIR લખેલા પોસ્ટરો ફાડી નાખ્યા, વિવાદ વકર્યો...
- મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (SIR) નો વિવાદ વકર્યો
- સંસદ પરિસરમાં કોંગ્રેસ મહારથીઓએ SIR લખેલ પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો છે
- કોંગ્રેસના નેતાઓએ સંસદમાં ગાંધી પ્રતિમાથી મકર દ્વારા સુધી રેલી યોજી
SIR Protest : બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (Special Intensive Revision-SIR) સંદર્ભે સંસદ પરિસરમાં કોંગ્રેસ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે. સંસદના ચોમાસા સત્રના પાંચમા દિવસે બિહાર મતદાર ચકાસણીના મુદ્દા પર વિપક્ષે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યુ છે. વિપક્ષના સાંસદોએ ગાંધી પ્રતિમાથી મકર દ્વાર (નવી સંસદ ભવનના પ્રવેશદ્વાર) સુધી કૂચ કાઢી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi), પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) અને મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ પણ તેમાં ભાગ લીધો છે.
SIR લખેલ પોસ્ટર ફાડ્યા
કોંગ્રેસે સંસદ પરિસરમાં ચોમાસા સત્રના પાંચમા દિવસે બિહાર મતદાર ચકાસણી સંદર્ભે ગાંધી પ્રતિમાથી મકર દ્વાર (નવી સંસદ ભવનના પ્રવેશદ્વાર) સુધી કૂચ કાઢી છે. રેલી જ્યારે મકર દ્વાર પહોંચી ત્યારે રાહુલ-પ્રિયંકા સહિત વિપક્ષના સાંસદોએ સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન (SIR) લખેલા પોસ્ટરો ફાડી નાખ્યા. તેમણે ફાટેલા પોસ્ટર પ્રતીકાત્મક કચરાપેટીમાં ફેંકી દીધા. તેમણે મોદી સરકારને તોડી પાડવાના નારા પણ લગાવ્યા. બીજી તરફ લોકસભામાં વિપક્ષના હોબાળા બાદ ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું.
આ પણ વાંચોઃ Fake Embassy: ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ કેસમાં આરોપી હર્ષવર્ધન જૈનનું આંતરરાષ્ટ્રીય કનેક્શન
ખડગે બગડ્યાં
બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (Special Intensive Revision-SIR) સંદર્ભે કોંગ્રેસ આકરાપાણીએ થઈ છે. કોંગ્રેસ ચૂંટણી પંચના આ અભિયાનનો પૂરજોશમાં વિરોધ કરી રહી છે. કોંગ્રેસે આજે સંસદ પરિસરમાં કૂચ યોજી અને SIR લખેલા પોસ્ટર પણ ફાડ્યા છે. આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે જોડાયા છે. મલ્લિકાર્જુન ખડગેએ વિશેષ સઘન સુધારા (Special Intensive Revision-SIR) મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા છે. રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ગરીબોને તેમના મતદાન અધિકારોથી વંચિત રાખવા માંગે છે અને ફક્ત ઉચ્ચ વર્ગને મતદાન કરવાની મંજૂરી આપવા માંગે છે. કેન્દ્ર સરકાર બંધારણનું પાલન કરી રહી નથી. SIR સામેની અમારી લડાઈ ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના! સ્કૂલની છત ધરાશાયી થતાં 5 બાળકના મોત