કેન્દ્રીય જળશક્તિ મંત્રી C R Patil ના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
- ગુજરાત પ્રદેશ ભાજપમાં નેતૃત્વ બદલાવની તૈયારી
- સી.આર. પાટીલના સફળ કાર્યકાળનો અંત
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે ડિનર સમારંભનું આયોજન કર્યું
- ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત આગામી દિવસોમાં
- સંગઠનના મજબૂત આધાર સાથે પાટીલનો વિદાય સમય
- ગુજરાત વિધાનસભામાં ભાજપના ઐતિહાસિક વિજય પાછળ પાટીલનું નેતૃત્વ
C R Patil : ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્યક્ષ સી.આર. પાટીલ ટૂંક સમયમાં આ પદેથી વિદાય લેવાના છે. રાજ્યમાં સંગઠનના વડા તરીકે પાટીલની કામગીરીને ખૂબ સફળ ગણવામાં આવી છે. હાલ તેઓ કેન્દ્ર સરકારમાં જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે. પાટીલે આજે બુધવારે દિલ્હીમાં એક વિશેષ ડિનર સમારંભનું આયોજન કર્યું છે. આ ડિનરમાં ગુજરાતના લોકસભાના સાંસદો, રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો, મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખાસ કરીને આ સમારંભમાં PM મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી C R Patil ના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
કમુરતાના દિવસો પસાર થતાં અને ઉત્તરાયણ બાદ ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી શકાય તેવી શક્યતા છે. આ દરમિયાન, સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સી.આર. પાટીલે ગુજરાતના રાજ્યસભાના સાંસદો, લોકસભાના સાંસદો અને વિધાનસભાના ધારાસભ્યો માટે આજે બુધવારે રાત્રે ખાસ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજરી આપી. આ ડિનર પાર્ટી એક તરફ પાટીલના નેતૃત્વના સન્માનનો પ્રસંગ હતો તો બીજી તરફ આગામી નેતૃત્વ માટે માર્ગ ખોલતો પ્રસંગ પણ. સંગઠનમાં મોટું યોગદાન આપ્યા બાદ પાટીલ હવે કેન્દ્રીય મંત્રી તરીકે તેમની જવાબદારીમાં સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવાના છે.
ભાજપે ગુજરાત વિધાનસભાની 2022ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યો
ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલના કાર્યકાળ દરમિયાન ભાજપે ગુજરાત વિધાનસભાની 2022ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. 156 બેઠકો પર જીત સાથે આ ભાજપ માટે અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે.
આ પણ વાંચો: Vijay Rupaniના આ વાક્યથી હોલમાં સહુ હસી પડ્યા...!