Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના તમામ 22 આરોપીઓ બોમ્બે HC માંથી બરી

Sohrabuddin Encounter Case : બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં તમામ 22 આરોપીઓને બરી કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. 2018માં સ્પેશિયલ કોર્ટે પુરાવાઓના અભાવે 21 પોલીસકર્મીઓ સહિત તમામને નિર્દોષ જાહેર કર્યા હતા, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી અને ટ્રાયલ મુંબઈ ટ્રાન્સફર કરાઈ હતી
ગુજરાતના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના તમામ 22 આરોપીઓ બોમ્બે hc માંથી બરી
Advertisement

. બોમ્બે HC એ 2018ના સ્પેશિયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખી 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
. આ કેસમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના 21 પોલીસકર્મીઓ પર નકલી એન્કાઉન્ટરનો આરોપ હતો
. SC ના આદેશથી 2010માં CBI એ તપાસ સંભાળી હતી અને કેસ મુંબઈ ટ્રાન્સફર થયો હતો

Sohrabuddin Encounter Case : ગુજરાત (Gujarat) ના સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસ (Sohrabuddin Sheikh encounter case) માં બોમ્બે હાઈકોર્ટ (Bombay HC) એ 21 પોલીસકર્મીએ 21 પોલીસકર્મી સહીત 22 લોકોને બરી કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે એક નકલી એન્કાઉન્ટરમાં ગુજરાત પોલીસે સોહરાબુદ્દીન શેખ (Sohrabuddin Sheikh) અને તુલસીરામ પ્રજાપતિ (Tulsiram Prajapati) ને મારી નાખ્યા હતા.

Advertisement

આ સિવાય સોહરાબુદ્દીન શેખની પત્ની કૌસર બી (Kausar Bi) ની પણ હત્યાનો આરોપ છે. 2005-06ના આ મામલામાં ડિસેમ્બર, 2018માં વિશેષ અદાલતે તમામ 22 આરોપીઓને બરી કરી દીધા હતા. તેમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના 21 પોલીસકર્મીઓ સામેલ હતા.

Advertisement

સ્પેશયલ કોર્ટના ચુકાદાને સોહરાબુદ્દીનના બે ભાઈઓએ એપ્રિલ, 2019માં હાઈકોર્ટમાં પડકાર્યા હતા. હવે આ મામલામાં 7 વર્ષ બાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. ભારતમાં સૌથી ચર્ચિત એન્કાઉન્ટર કેસોમાંથી એક સોહરાબુદ્દીન કેસે એક સમયે ઘણું તૂલ પકડયું હતું.

આ એન્કાઉન્ટર એ સમયે થયું હતું કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે વિપક્ષે આ એન્કાઉન્ટરના બહાને તેમને ઘેરવાની ઘણી કોશિશ કરી હતી. આ મામલાની તપાસ શરૂઆતમાં ગુજરાતની સ્ટેટ સીઆઈડી (CID) ક્રાઈમે કરી હતી. તેના સિવાય ગુજરાત એટીએસ પણ તેમાં સામેલ હતી.

આ પણ વાંચો : દિલ્હીમાં મળશે Quad દેશોના 4 વિદેશ મંત્રી, ટ્રમ્પની ચીન યાત્રા બાદ થશે મુલાકાત

2010માં CBI ને સોંપાઈ હતી તપાસ

પછી સુપ્રીમ કોર્ટે 2010માં આ મામલાની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપી હતી. આ સિવાય કેસની ટ્રાયલ પણ ગુજરાતના સ્થાને મુંબઈની સ્પેશયલ કોર્ટને ટ્રાન્સફર કરવામાં આવી હતી. 2018માં ટ્રાયલ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે સોહરાબુદ્દીન એક વાંછિત ગુનેગાર હતો. તેણે કત્લ, ખંડણી અને અપહરણ જેવા ઘણાં કાંડને અંજામ આપ્યો હતો. તેની વિરુદ્ધ ગુજરાત અને રાજસ્થાનમાં ઘણાં કેસ પણ હતા. આ મામલામાં સીબીઆઈએ ત્યારે દાવો કર્યો હતો કે ત્રણને એક લક્ઝરી બસથી કિડનેપ કરાયા હતા, જ્યારે તેઓ હૈદરાબાદથી સાંગલી જઈ રહ્યા હતા. 23 નવેમ્બર, 2005ના રોજની આ ઘટના હતી.

તેના પછી સોહરાબુદ્દીન અને કૌસર બીને ગુજરાતમાં એક ફાર્મહાઉસમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા અને ત્યારે તુલસીરામ પ્રજાપતિની ધરપકડ ત્રણ દિવસ બાદ રાજસ્થાનના ભીલવાડામાં દેખાડવામાં આવી હતી. આ મામલામાં દાવો કરાયો હતો કે સોહરાબુદ્દીનના નિકટવર્તી તુલસી પ્રજાપતિની મદદથી જ આ એન્કાઉન્ટરને અંજામ આપવામાં આવ્યો હતો. પ્રજાપતિને કહેવામાં આવ્યું હતુ કે રાજકીય દબાણને કારણે સોહરાબુદ્દીનને એરેસ્ટ કરવો પડશે અને બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવશે.

નવેમ્બર-2005માં થયું હતું સોહરાબુદ્દીન એન્કાઉન્ટર

સીબીઆઈ (CBI) નો દાવો હતો કે સોહરાબુદ્દીને ફેક એન્કાઉન્ટરમાં નવેમ્બર, 2005માં અમદાવાદમાં મારવામાં આવ્યો હતો. આરોપી પોલીસકર્મીઓનો દાવો હતો કે સોહરાબુદ્દીનનો આતંકી જૂથો સાથે સંપર્ક હતો અને તે એક નામી લીડરની હત્યા કરવાના ઈરાદે અમદાવાદ પહોંચ્યો હતો. તેના પછી નવેમ્બરમાં કૌસર બીને મારવામાં આવી હતી અને પછી લગભગ 1 વર્ષ બાદ તુલસીરામ પ્રજાપતિનું ગુજરાતમાં જ એન્કાઉન્ટર થયું હતું.

આ પણ વાંચો : Operation Sindoor: US ડિફેન્સ એક્સપર્ટે જણાવ્યું-72 કલાકમાં ભારતે પાકિસ્તાનને કેવી રીતે ચટાડી ધૂળ?

Tags :
Advertisement

.

×