Sonam Raghuvanshi: સોનમે કબૂલ્યો ગુનો,રડતા-રડતા SITની પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
- ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મામલો
- પત્ની સોનમ રઘુવંશીએ કાવતરામાં કબૂલાત કરી
- SIT પૂછપરછ દરમિયાન સોનમે કબૂલ્યું
Sonam Raghuvanshi : ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં, પત્ની સોનમ રઘુવંશીએ (Sonam Raghuvanshi)હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે. સદર પોલીસ સ્ટેશનમાં SIT પૂછપરછ દરમિયાન સોનમે કબૂલ્યું કે, 'હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી.
સોનમે આખરે ગુનો સ્વીકાર્યો
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર શિલોંગ પોલીસે સોનમની પુછપરછ શ્રી કરી હતી. આ દરમિયાન રાજા રઘુવંશી હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ અને સોનમનો પ્રેમી રાજ કુશવાહ પણ હાજર હતો. જયારે શિલોંગ પોલીસે સોનમને રાજા વિષે પૂછ્યું તો તેણે પહેલા તો પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ બાદમાં પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા તેણે રડતાં રડતાં કબૂલાત કરી કે, 'હા, હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી.' આ સાથે, ખાસ વાત એ સામે આવી કે શિલોંગ પોલીસે સોનમ રઘુવંશીને તેના પ્રેમી રાજ કુશવાહ સાથે આમને-સામને મુલાકાત પણ કરાવી.
આ પણ વાંચો-Tatkal Tickets ના રીઝર્વેશન માટે 1 જુલાઈથી ઈ-આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનશે
પોલીસ તપાસ ગેરમાર્ગે ભટકાવવા કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ
શિલોંગ પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, સોનમ હનીમૂનના બહાને રાજાને મેઘાલયના શિલોંગ લઈ ગઈ હતી. ત્યારબાદ ફરવાના બહાને તે રાજાને સોહરાના સુમસાન વિસ્તારમાં લઈ ગઈ અને હત્યારાઓને તેનું લોકેશન શેર કરી દીધું હતું. પોલીસને હત્યામાં વપરાયેલ હથિયાર ગુવાહાટી રેલવે સ્ટેશન પાસેથી મળ્યું. હત્યા કર્યા બાદ સોનમે રાજાના ફોનમાંથી 'સાત જન્મોનો સાથ' લખીને એક પોસ્ટ કરી જેથી પોલીસ તપાસ ગેરમાર્ગે ભટકાવી શકાય.
VIDEO | On Raja Raghuvanshi murder case: East Khasi Hills Additional SP Ashish says, "All the accused have been brought here. We were busy with the paperwork that needs to be send to the court. Once we get the remand from the court, we will proceed with the interrogation process.… pic.twitter.com/KaOxHUdhjD
— Press Trust of India (@PTI_News) June 11, 2025
આ પણ વાંચો-AC Rule :કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો નિયમ, હવે AC આટલા ડિગ્રીથી નીચે સેટ નહી કરી શકાય…
રાજા રઘુવંશી હત્યા કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ
રાજા રઘુવંશી મર્ડર કેસમાં તેની પત્ની સોનમ, રાજ કુશવાહ (સોનમનો પ્રેમી) અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર આનંદ, આકાશ રાજપૂત અને વિશાલ ઉર્ફે વિકી ઠાકુરનો સમાવેશ થાય છે. સોનમની યુપીના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુશવાહ અને વિશાલની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આકાશ રાજપૂતની મધ્યપ્રદેશના સાગરથી અને આનંદની યુપીના લલિતપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
રાજા હનીમૂન માટે ગયો હતો મેઘાલય
એવું કહેવામાં આવી રહ્યું છે કે,પોલીસને ઘટનાસ્થળેથી કેટલાક ડિજિટલ પુરાવા, કોલ રેકોર્ડ અને વોટ્સએપ ચેટ પણ માળી આવ્યા છે,જે હત્યાના કાવતરાને સાબિત કરે છે. નોંધનીય છે કે ઇન્દોરના રહેવાસી રાજા અને સોનમ રઘુવંશી હનીમૂન માટે મેઘાલય ગયા હતા.રાજાનું ત્યાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું, તપાસ કરતા હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.મેઘાલય પોલીસે ઝડપી તપાસ કરતા સોનમ અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહાની ધરપકડ બાદ પૂછપરછ શરૂ થઈ. હવે સોનમની કબૂલાત બાદ આ કેસમાં નિર્ણાયક વળાંક આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં સમગ્ર ઘટનાની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને કાવતરામાં સામેલ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.