Sonam Raghuwanshi: પતિની હત્યા બાદ 25મેએ પ્રેમીને મળવા ઇંદોર ગઇ સોનમ
- રાજા રઘુવંશી હત્યાકાંડ મામલે નવો ખુલાસો
- પતિની હત્યા બાદ પ્રેમીને મળવા ઇંદોર ગઇ
- 120 પોલીસ કર્મીઓ હતા ટીમમાં
Sonam Raghuwanshi : રાજા રઘુવંશી હત્યાકાંડ (Sonam Raghuwanshi)મામલે આજે નવો ખુલાસો થયો છે. હત્યા બાદ સોનમ ક્રાઇમ સીનથી 10 કિમી દૂર ત્રણેય આરોપીઓ સાથે વાતચીત કરતી સીસીટીવીમાં જોવા મળી છે. શિલોંગથી (Shillong police)સિલીગુડી જવાના રસ્તા પર ટ્રેનથી તે ઇન્દોર પહોંચી. ઇન્દોર(Indora)માં સોનમની મુલાકાત પ્રેમી રાજ સાથે થઇ હતી. સોનમ ઇંદોરમાં ભાડાના ઘરમાં રોકાઇ હતી પછી એક ડ્રાઇવરએ યુપી તેને ડ્રોપ કરી હતી. તે વારાણસી થઇને ગાજીપુર પહોંચી હતી. ગુવાહાટી રેલવે સ્ટેશન પાસે મર્ડરમાં વપરાય તે હથિયાર લીધુ હતું.
120 પોલીસ કર્મીઓ હતા ટીમમાં
હનીમૂન દરમિયાન સોનમે એક પણ ફોટો અપલોડ કર્યો ન હતો જેથી પોલીસને શક થયો અને સોનમના હત્યામાં સામેલ હોવાની લીડ મળી હતી. શિલોન્ગ એસપી વિવેક શ્યાઇમએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે અંજામ આપવા માટે સમગ્ર ઓપરેશનને ઓપરેશન હનીમૂન નામ આપ્યું હતું. જેમાં 120 પોલીસ કર્મીઓ સામેલ હતા. તેમણે કહ્યું કે 3 મોટી ટીમોને કામે લગાડ્યા હતા. 3-4 દિવસની તપાસ બાદ કાંડમાં સોનમ જ સામેલ હોવાની ખબર પડી ગઇ હતી. તમામ પુરાવાને વેરિફાય કર્યા બાદ આરોપીઓની ધરપકરડ કરવામાં આવી.
સોનમે પતિના ફોનમાંથી અપલોડ કર્યો હતો ફોટો
વળી સોનમએ પતિની હત્યાના તુરંત બાદ પોતાની આંખોના સામે ખાઇમાં ફેંકી દીધો. ત્યારબાદ રાજા રઘુવંશીના ફોનથી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરીને લખ્યુ કે સાત જન્મો કા સાથ હૈ. જેથી પરિજનોને લાગે કે રાજા રઘુવંશી હજી જીવે છે. એસપીએ જણાવ્યું કે સોનમની આરોપીઓ સાથે હોમસ્ટે પાસે મુલાકાત થઇ હતી. જ્યાંથી ઘટના સ્થળ 10 કિમી દૂર હતું.
આ પણ વાંચો -Indore Couple Case : સોનમ રઘુવંશીની ચેટથી થયો ચોંકાવનારો ખુલાસો
પ્રેમીને મળવા ગઇ હતી ઇંદોર
મેઘાલય પોલીસ પાસે સોનમે એ દાવાનું ખંડન કર્યુ કે જેમાં કહેવામાં આવ્યું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, આરોપી તેને ગાજીપુર મૂકીને ગયા. આરોપી સોનમે પૂછપરછમાં એ પણ કહ્યું કે આરોપીઓએ ઘરેણાના લૂંટ માટે રાજાની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે 11મેના રોજ લગ્ન બાદ રાજા અને સોનમ હનીમૂન માટે શિલોંગ ગયા હતા. બંને અચાનક લાપતા થઇ ગયા. ત્યાર પછી રાજાનો મૃતદેહ મળી આવ્યો. હત્યાના આરોપમાં રાજાની પત્ની સોનમ અને તેના કથિત પ્રેમી રાજ સહિત અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી.
આ પણ વાંચો -Bengaluru crime : બે છોકરાની મા સાથે યુવકનું અફેર,બ્રેકઅપ બાદ હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ!
ક્યારે ખબર પડી સોનમ વિશે પોલીસને ?
3-4 જૂને જ્યારે પોલીસને સોનમ હત્યામાં સંડોવાયેલી હોવાની ખબર પડી હતી. ઘટના સ્થળ પરથી જે જેકેટ મળ્યુ તે આકાશનું હતું. રેનકોટ સોનમન હતું અને મોબાઇલ સક્રિન મળી તે રાજાની હતી. સોનમે જ પોતાનો રેઇનકોટ આકાશને આપ્યો હતો. જેમાં લોહીના ડાઘા હતા. આકાશએ તેને ત્યાં જ ફેંકી દીધો હતો. આનંદના ધરપકડ સમયે તેણે એ જ કપડા પહેર્યા હતા જે હત્યાના સમયે પહેર્યા હતા. મળતી માહિતી મુજબ રાજા પર પહેલો વાર વિશાલએ કર્યો.