Sonam Wangchuk Case: 'ગાંધીજી સાથે તેમની તુલના ન કરો મીલોર્ડ'!, સુપ્રીમ કોર્ટમાં SG તુષાર મહેતા કેમ આવું બોલ્યા?
- વાંગચુકના નિવેદનોનું અર્થઘટન કરવામાં કેન્દ્રની ભૂલ: સુપ્રીમ કોર્ટ (Sonam Wangchuk Case: )
- NSA હેઠળની અટકાયત સામે પત્ની ગીતાંજલીની અરજી પર સુનાવણી
- કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાને ખખડાવ્યા
Sonam Wangchuk Case: લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક (Sonam Wangchuk) ને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (National Security Act - NSA) હેઠળ અટકાયતમાં રાખવા મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. બુધવારે ન્યાયાધીશ અરવિંદ કુમાર (Justice Arvind Kumar) અને પી.બી. વરાલે (Justice P.B. Varale) ની બેન્ચે અવલોકન કર્યું હતું કે સરકાર વાંગચુકના નિવેદનોનો અર્થ જરૂર કરતાં વધુ કાઢી રહી છે.
Sonam Wangchuk Case: અટકાયત વિરુદ્ધ ગીતાંજલી એંગ્મોની અરજી
વાંગચુકની પત્ની ગીતાંજલી જે. એંગ્મો (Gitanjali J. Angmo) એ તેમની નિવારક અટકાયતને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. આ સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ (ASG) કે.એમ. નટરાજ (K.M. Nataraj) એ દલીલ કરી હતી કે વાંગચુકે લદ્દાખમાં નેપાળ જેવું હિંસક આંદોલન ફાટી નીકળવાની ધમકી આપી હતી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે વાંગચુક હિંસાની ચેતવણી નથી આપી રહ્યા, પરંતુ અહિંસક પદ્ધતિઓથી લોકોનું ધ્યાન હટી રહ્યું છે તે બાબતે ‘ચિંતા’ વ્યક્ત કરી રહ્યા છે.
The central government has informed the Supreme Court of India that it cannot release Ladakh-based climate activist Sonam Wangchuk, detained by authorities under the National Security Act (NSA) in connection with the violent protests in Leh last year, in which four people were…
— ANI (@ANI) February 11, 2026
ગાંધીજી સાથે તુલના પર વિવાદ
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતા (Tushar Mehta) એ કોર્ટને વિનંતી કરી હતી કે વાંગચુકની તુલના મહાત્મા ગાંધી (Mahatma Gandhi) સાથે ન કરવી જોઈએ. મહેતાએ કહ્યું કે રાષ્ટ્રપિતાનું મહિમામંડન એવી વ્યક્તિ માટે ન થવું જોઈએ જેની પ્રવૃત્તિ ભારત વિરોધી હોય. સામા પક્ષે કોર્ટે ટકોર કરી હતી કે સરકારે આ મામલે "રાઈનો પર્વત" (Making a mountain out of a molehill) ન બનાવવો જોઈએ.
શું છે સોનમ વાંગચુક કેસ?
આ સમગ્ર વિવાદ સપ્ટેમ્બર 2025માં શરૂ થયો હતો. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો (Statehood for Ladakh) અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ (Sixth Schedule) માં સમાવવાની માંગ સાથે વાંગચુકે આંદોલન શરૂ કર્યું હતું. સરકારનો દાવો છે કે સરહદી વિસ્તારમાં શાંતિ ભંગ ન થાય તે માટે આ અટકાયત જરૂરી હતી. બીજી તરફ, વાંગચુકના પરિવારનું કહેવું છે કે શાંતિપૂર્ણ વિરોધ એ લોકશાહી અધિકાર (Democratic Right) છે.હાલમાં સુપ્રીમ કોર્ટે અટકાયત સંબંધિત તમામ વીડિયો રેકોર્ડ્સ અને દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો છે. સમગ્ર દેશની નજર હવે આ આગામી સુનાવણી પર ટકેલી છે.
આ પણ વાંચો: Hardeep Singh Puri Statement on Epstein : હરદીપ સિંહ પુરીએ સંસદમાં રાહુલે લગાવેલા આરોપોનો આપ્યો જડબાતોડ જવાબ


