Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Video: રાજા રઘુવંશીના ઘરે પહોંચ્યો સોનમનો ભાઇ ગોવિંદ, માતાને ગળે ભેટતાં કહ્યું '...તો એને ફાંસી આપો'

રાજા રઘુવંશીની હત્યાના કેસમાં મામલો પોલીસ સોનમ અને 5 આરોપીઓ લઈને શિલોંગ પહોંચી સોનમના ભાઈએ રાજાની માતાને ભેટી રડ્યો Video : રાજા રઘુવંશીની (Raja raghuvanshi)હત્યાના કેસમાં એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે જે દ્રશ્યો...
video  રાજા રઘુવંશીના ઘરે પહોંચ્યો સોનમનો ભાઇ ગોવિંદ  માતાને ગળે ભેટતાં કહ્યું     તો એને ફાંસી આપો
Advertisement
  • રાજા રઘુવંશીની હત્યાના કેસમાં મામલો
  • પોલીસ સોનમ અને 5 આરોપીઓ લઈને શિલોંગ પહોંચી
  • સોનમના ભાઈએ રાજાની માતાને ભેટી રડ્યો

Video : રાજા રઘુવંશીની (Raja raghuvanshi)હત્યાના કેસમાં એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર લાગણીસભર છે. વાસ્તવમાં હાલ મેઘાલય પોલીસ સોનમ અને 5 આરોપીઓને લઈને શિલોંગ પહોંચી ગઈ છે. બધા આરોપીઓને અહીંના સદર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

આરોપી સોનમનો ભાઈ અને રાજાની માતા વચ્ચે મુલાકાત

વાસ્તવમાં આજે જ્યારે સોનમના ભાઈએ રાજાની માતાને ભેટ્યો ત્યારે તે રડવા લાગ્યા હતા. તેણે કહ્યું મને ખ્યાલ નહોતો કે તે આવું કંઈક કરશે. તે આટલું મોટું પગલું ભરશે. જો તેના મનમાં કંઈક હોત તો તેણે મને કહેવું જોઈતું હતું. જો આપણને આ ખબર હોત તો આપણે લગ્ન કેમ કર્યા હોત ?

Advertisement

આ પણ  વાંચો -Sonam Raghuvanshi: સોનમે કબૂલ્યો ગુનો,રડતા-રડતા SITની પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

Advertisement

સોનમ પાસે છુપાવવા માટે કંઈ બચ્યું નહીં

આ સાથે મેઘાલય રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજ કુશવાહાને સામસામે લાવ્યા ત્યારબાદ સોનમ ભાંગી પડી અને તેણે તેના પતિ રાજાની હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી. પોલીસે બંનેને નક્કર પુરાવા સાથે રૂબરૂ રજૂ કર્યા ત્યારબાદ સોનમ પાસે છુપાવવા માટે કંઈ બચ્યું નહીં.

આ પણ  વાંચો -AC Rule :કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો નિયમ, હવે AC આટલા ડિગ્રીથી નીચે સેટ નહી કરી શકાય…

રાજા રઘુવંશીના ભાઈએ શું કહ્યું ?

રાજાના ભાઈ વિપિને કહ્યું કે, ગોવિંદ ઘરે આવ્યો અને માફી માંગી. તેણે કહ્યું મમ્મીજી, મારી બહેને ભૂલ કરી છે. તેને આ માટે સજા મળવી જોઈએ. વિપિને કહ્યું ગોવિંદ સમજી ગયો કે, તેની બહેને ભૂલ કરી છે. તેથી જ તે સજા વિશે વાત કરી રહ્યો છે. ગોવિંદ અમારા પરિવાર સાથે છે. તે કહે છે કે, સોનમને તેણે કરેલી ભૂલ માટે સજા-એ-મોત મળવી જોઈએ.

મહત્વનું છે કે, હાલ પોલીસ સ્ટેશનની સુરક્ષા માટે CRPF જવાનો તહેનાત છે. કેમ્પસમાં કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી. પોલીસ થોડા સમય પછી તમામ આરોપીઓને તેમના મેડિકલ ચેકઅપ પછી કોર્ટમાં રજૂ કરશે. આ સાથે શિલોંગ પોલીસ કોર્ટમાં તેમના રિમાન્ડ માંગશે અને પછી રિમાન્ડ મળતાની સાથે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×