Sonia Gandhi on Khamenei: ખામેનીના મોત પર PM મોદીના મૌન પર સોનિયા ગાંધીએ કર્યા આકરા પ્રહાર
ઈરાની નેતા ખામેનીના હુમલામાં મોત બાદ ભારતનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે, જ્યાં સોનિયા ગાંધીએ સીધો વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. વિદેશ નીતિની વિશ્વસનીયતાથી લઈને આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ સુધીના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે સંસદ ગજવવાની તૈયારી કરી લીધી છે. પીએમ મોદીના મૌન પાછળની રણનીતિ અને વિપક્ષની ધારદાર ટીકાઓ વચ્ચે ભારતનું વૈશ્વિક સ્ટેન્ડ શું હશે તે જાણવું અત્યંત રસપ્રદ રહેશે...
Advertisement
- સોનિયા ગાંધીનો PM મોદી પર કર્યો આકરા પ્રહાર (Sonia Gandhi on Khamenei)
- ભારતની વિદેશ નીતિની વિશ્વસનીયતા જોખમમાં: ,સોનિયા ગાંધી
- વૈશ્વિક સંકટ અને સરકારની ચુપકીદી પર ચર્ચાની ઉગ્ર માંગ
Sonia Gandhi on Khamenei: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના (Ayatollah Ali Khamenei) અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં (Targeted Killing) થયેલા મોત બાદ ભારતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કેન્દ્ર સરકારની આકરી નિંદા કરી છે. તેમણે સરકારના મૌનને "જવાબદારીનો ત્યાગ" ગણાવી ભારતની વિદેશ નીતિની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

