ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચેન્નાઈમાં SpiceJetની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પ્લેનનું ટાયર તૂટતા 250 લોકોના જીવ અધ્ધર

ચેન્નાઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે વિમાનમાં સવાર 250 મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફ્લાઈટે જયપુર એરપોર્ટથી ઉડાન ભરી હતી.
12:22 PM Mar 30, 2025 IST | Hardik Prajapati
ચેન્નાઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે વિમાનમાં સવાર 250 મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફ્લાઈટે જયપુર એરપોર્ટથી ઉડાન ભરી હતી.
SpiceJet Emergency landing

 

Chennai: રાજસ્થાનના જયપુરથી ઉડાન ભરેલ એક ફ્લાઈટનું ચેન્નાઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટે જયપુર એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેને ચેન્નાઈ એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આજે સવારે લગભગ 5:46 કલાકે ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. પ્રાથમિક તપાસમાં વિમાનનું ટાયર તૂટેલું હોવાનું જાણવા મળ્યું છે.

મુસાફરો અને ક્રુ મેમ્બર સહિત 250નો જીવ અધ્ધર...

જયપુરથી ઉડાન ભરેલ આ ફ્લાઈટનું વિમાન સ્પાઈસજેટ એરલાઈન્સનું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલોટે ATCને વિમાનમાં ટેકનિકલ ખામી અંગે જાણ કરી હતી. ત્યારબાદ વિમાનને અધવચ્ચે જ પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના બનવાની આશંકાને કારણે વિમાનને ચેન્નાઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. વિમાનમાં લગભગ 250 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હતા, જેમને ઈમરજન્સી ગેટમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. હજૂ પણ વિમાનમાં ટેકનિકલ ખામી પાછળના કારણો શોધવાનું કામ ચાલુ છે.

આ પણ વાંચોઃ  PM મોદી RSS મુખ્યાલય પહોંચ્યા, સ્મૃતિ મંદિરમાં હેડગેવાર-ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી

ઈન્ડિગો ફ્લાઇટમાં એક મુસાફરનું મોત

ઉલ્લેખનીય છે કે ગઈકાલે બિહારની રાજધાની પટનાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરનું મોત થયું હતું. જેના કારણે ફ્લાઈટનું લખનઉ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે KGMU મોકલવામાં આવ્યો હતો અને તેના પરિવારના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ, મૃતદેહને સંબંધીઓને સોંપવામાં આવ્યો. ઈન્ડિગોની ફ્લાઇટ 6E 2163 શનિવારે સવારે ઉડાન ભરી હતી અને લગભગ 10 વાગ્યે લખનઉ એરપોર્ટ પર તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

મૃતક આસામના રહેવાસી હતા

મૃતકની ઓળખ આસામના નલબારી શહેરના રહેવાસી સતીશ ચંદ્ર બર્મન તરીકે થઈ છે. ઘટના સમયે તેમની પત્ની કંચન અને પિતરાઈ ભાઈ કેશવ કુમાર તેમની સાથે હતા. તેમણે જણાવ્યું કે અચાનક સતીશની તબિયત બગડી ગઈ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. તેમણે પાયલોટને આ અંગે જાણ કરી. પાયલોટે નજીકના એરપોર્ટ પર ATCનો સંપર્ક કર્યો અને ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. લખનૌ એરપોર્ટ પર વિમાન ઉતર્યા પછી, તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.

આ પણ વાંચોઃ Bihar વિધાનસભા ચૂંટણી અંગે મોટું અપડેટ, NDA ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે ચૂંટણી

Tags :
250 passengers and crew membersAircraft emergency landingAviation incidentChennai airportEmergency LandingGujarat FirstGUJARAT FIRST NEWSIndigo Flightjaipur airportLucknow AirportPassenger deathPlane tire burstSpicejetSpiceJet flight emergencytechnical fault
Next Article