Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

UAE India Special Flights: મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વચ્ચે UAE માં ફસાયેલા ભારતીયોની શરૂ થઇ વતન વાપસી

પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકી દળો વચ્ચે વધતા તણાવના પગલે હજારો ભારતીયો આંતરરાષ્ટ્રીય સરહદો વચ્ચે અટવાઈ પડ્યા છે. અચાનક હવાઈ માર્ગો બંધ થતા સર્જાયેલી અરાજકતા વચ્ચે એક ભારતીય એરલાઇને 'મિશન રેસ્ક્યુ' હાથ ધર્યું છે. ફુજૈરાહથી ઉડનારી આ ખાસ પાંખો કેવી રીતે ભારતીય પરિવારોની ચિંતા દૂર કરશે અને યુદ્ધના આ પડછાયામાં કયા શહેરોને પ્રાથમિકતા અપાઈ છે તે જાણવું જરૂરી છે...
uae india special flights  મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વચ્ચે uae માં ફસાયેલા ભારતીયોની શરૂ થઇ વતન વાપસી
Advertisement
  • ઈરાન-અમેરિકા સંઘર્ષ વચ્ચે સ્પાઈસજેટ આજે ચલાવશે 4 ખાસ ફ્લાઇટ્સ (UAE India Special Flights)
  • ફુજૈરાહથી દિલ્હી, મુંબઈ અને કોચી માટે મુસાફરોની વતન વાપસી શરૂ
  • એરસ્પેસ બંધ થતા અટવાયેલા ભારતીયોને સુરક્ષિત લાવવા લેવાયો મોટો નિર્ણય
  • 4 માર્ચથી ભારત-UAE વચ્ચે નિયમિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત

UAE India Special Flights : ઈરાન (Iran) અને અમેરિકા-ઈઝરાયેલ (US-Israel) વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ઈરાન દ્વારા મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી એરબેઝ (US Airbase) પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે હવાઈ ક્ષેત્ર (Airspace) અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ યુદ્ધ જેવી સ્થિતિમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ના વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો (Indian Citizens) ફસાઈ ગયા છે. આ મુસાફરોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે ખાનગી એરલાઇન સ્પાઈસજેટ ,ઇન્ડિગો સહિત એર ઇન્ડિયાની ફલાઇટે ઉડાન ભરી રહી છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ મહાયુદ્ધ અને વધતા તણાવ વચ્ચે વિદેશમાં વસતા ભારતીયો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ફસાયેલા ભારતીય નાગરિકોની વતન વાપસી શરૂ થઈ ગઈ છે, જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગ્લુરુ ખાતે 4 વિશેષ ફ્લાઈટ્સ સફળતાપૂર્વક પહોંચી ગઈ છે. આ રેસ્ક્યુ ઓપરેશનને વેગ આપવા માટે જેદ્દાહથી ઈન્ડિગોની 10 વિશેષ રાહત ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે, જ્યારે મસ્કત માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની સેવાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. મસ્કતથી પરત ફરેલા મુસાફરોએ ત્યાંની ભયાનક સ્થિતિ અને યુદ્ધના માહોલનું વર્ણન કરતા ભારત સરકાર અને એરલાઇન્સની આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement

Advertisement

UAE India Special Flights: UAE થી ભારત માટે સ્પેશિયલ રેસ્ક્યુ ફ્લાઇટ્સ

યુએઈમાં ફસાયેલા ભારતીયોને ઘરે લાવવા માટે સ્પાઈસજેટ આજે 4 ખાસ ફ્લાઇટ્સ (Special Flights) ઓપરેટ કરશે. આ વિમાનો યુએઈના ફુજૈરાહ (Fujairah) થી ભારતના ત્રણ મુખ્ય શહેરો: દિલ્હી (Delhi), મુંબઈ (Mumbai) અને કોચી (Kochi) માટે ઉડાન ભરશે. મુસાફરોની સુવિધા માટે મુંબઈ માટે બે વિશેષ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેથી મહત્તમ લોકોને વહેલી તકે વતન પહોંચાડી શકાય.

કનેક્ટિવિટી સામાન્ય બનાવવાનો પ્રયાસ

વિશેષ સેવાઓ ઉપરાંત, એરલાઇન 4 માર્ચથી ફુજૈરાહ-દિલ્હી અને ફુજૈરાહ-મુંબઈ વચ્ચે તેની નિર્ધારિત ફ્લાઇટ્સ (Scheduled Flights) ફરી શરૂ કરશે. આ પગલાથી બંને દેશો વચ્ચે હવાઈ વ્યવહાર ફરી સામાન્ય થવાની આશા છે. એરલાઇન મેનેજમેન્ટ જરૂરિયાત મુજબ વધુ ફ્લાઇટ્સ શરૂ કરવા માટે નિયમનકારી મંજૂરીઓ (Regulatory Approvals) મેળવવાની પ્રક્રિયામાં છે.

સ્પાઈસજેટના ચેરમેન અને એમડી અજય સિંહે (Ajay Singh) જણાવ્યું હતું કે, "આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાથમિકતા અનિશ્ચિતતાનો સામનો કરી રહેલા ભારતીય નાગરિકોની મદદ કરવાની છે. અમે સત્તાવાળાઓના સહયોગ માટે આભારી છીએ. સ્પાઈસજેટ આપણા દેશવાસીઓની સેવા માટે હંમેશા તત્પર છે."

આ પણ વાંચો: Sonia Gandhi on Khamenei: ખામેનીના મોત પર PM મોદીના મૌન પર સોનિયા ગાંધીએ કર્યા આકરા પ્રહાર

Tags :
Advertisement

.

×