સ્ટીવ જોબ્સની પત્ની લૉરેન શાહી સ્નાન ન કરી શક્યા, ગુરુએ જણાવ્યું કારણ
- મહાકુંભમાં સ્ટીવ જોબ્સના પત્ની પહોંચ્યા પરંતુ સ્નાન ન કરી શક્યા
- મહાકુંભમાં લાખો વિદેશીઓ શ્રદ્ધાની ડુબકી લગાવી રહ્યા છે
- પોવેલા જોબ્સ કમલા કેમ અમૃત સ્નાન કરી શક્યા નહી તે અંગે ખુલાસો
Maha kumbh 2025 Laurene Powell Jobs: મહાકુંભમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. જેમાંએપ્પલના પૂર્વ સીઇઓ સ્ટીવ જોબ્સની પત્ની લોરેન્સ પોવેલનો પણ સમાવેશ થાય છે.
મહાકુંભમાં દેશ દુનિયાના લાખો લોકો પહોંચી રહ્યા છે
મહાકુંભમાં દેશ અને દુનિયાથી લાખો લોકો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તે પૈકી એપ્પલના પૂર્વસીઇઓ સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલનો પણ સમાવેશ થાય છે. શું લોરેન પોવેલ પણ મકર સંક્રાંતિના દિવસે શાહી સ્નાનના સમયે સંગમમાં ડુબકી લગાવી નહોતી. જે અંગે માહિતી સામે આવી રહી છે. લોરેન પોવેલ સ્વામી કૈલાશાનંદ ગિરીની શિવિરમાં રોકાયેલી છે. સ્વામી કૈલાશાનંદ ગિરી નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર છે અને નિરંજન પીઠાધીશ્વર છે. સ્વામી કૈલાશાનંદે જણાવ્યું કે, લોરેન પોવેલને થોડી સમસ્યા છે. આ કારણે તેમને શાહી સ્નાન સમયે ડુબકી નથી લગાવી.
આ પણ વાંચો : ઉત્તરાયણના તહેવાર પર ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી અભ્યર્થના: PM મોદી
સ્વામી કૈલાશાનંદજીએ આપ્યો સમગ્ર મામલે જવાબ
સ્વામી કૈલાશાનંદ ગિરીએ લોરેલ પોવેલ અંગે જણાવ્યું કે, તેઓ ક્યારેય ભીડમાં નથી રહ્યા. તેઓ અમારી શિબિરમાં છે. તેમના હાથમાં થોડી એલર્જી થઇ ગઇ. તેમણે જણાવ્યું કે, લોરેન પોવેલ ખુબ જ સરળ અને સહજ છે. સ્વામી કૈલાશાનંદે આગળ જણાવ્યું કે તેઓ એકાંતમાં સ્નાન કરશે. જેા માટે અલગ વ્યવસ્થા કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે, તેઓ અમારી સાથે પુજનમાં રોકાયા. રાત્રિ પુજનમાં રહ્યા. હવન વગરેના સમયે પણ અમારી સાથે જ રહી રહ્યા છે. તેઓ અમારી શિબિરમાં રોકાયેલા છે.
કમલા છે તેમનું નામ
નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વરે આગળ કહ્યું કે, સનાતન પરંપરા અલૌકિક છે. સમગ્ર વિશ્વના લોકો આપણી પરંપરા સાથે જોડાયેલા છે. જેમણે આપણી પરંપરાને ક્યારેય જોઇ નથી, સમજી નથી, જાણી નથી. ઉલ્લેખનીય છે કે, લોરેન પોવેલ દિવંગત સ્ટીવ જોબ્સની પત્ની છે. તેને સનાતન ધર્મમાં આસ્થા દેખાડી અને મહાકુંભમાં ભાગ લેવા માટે પહોંચ્યા. અહીં તેમણે સ્વામી કૈલાશાનંદ ગિરીને પોતાના ગુરુ બનાવ્યા છે. લોરેસ અહીં કલ્પવાસમાં રહેશે. સ્વામી કૈલાશાનંદે લોરેનને કમલા નામ આપ્યું છે અને તેમને પોતાનું ગોત્ર પણ આપ્યું છે.
આ પણ વાંચો : Amreli : Reels બનાવવાનાં ચક્કરમાં 15 વર્ષીય સગીરે કર્યો એવો અખતરો જાણી જીવ અધ્ધર થઈ જશે!
શાહી સ્નાનને અમૃત સ્નાન નામ આપવામાં આવ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, શાહી સ્નાનને આ વખતે અમૃત સ્નાન નામ આપવામાં આવ્યું છે. મકર સંક્રાંતિના દિવસ પહેલું અમૃત સ્નાન સંગમ પર ચાલી રહ્યું છે. જેમાં તમામ 13 અખાડાઓ ક્રમબદ્ધ રીતે સ્નાન કરી રહ્યા છે. આ તમામ માટે ક્રમ અને સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગણીત શ્રદ્ધાળુઓ પણ અલગ અલગ સ્નાન ઘાટો પર પુણ્યની ડુબકી લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : PM MODI કરશે એશિયાના બીજા સૌથી મોટા ISKCON મંદિરનું લોકાર્પણ, 12 વર્ષે બનીને થયું તૈયાર