Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ઉદ્ઘાટન પહેલા તૂટ્યો કાચ

બિહારમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો  પથ્થરમારાની ઘટનામાં ટ્રેનના કાચ તૂટી ગયા ટ્રેનને 15 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીન સિગ્નલ બતાવવાના છે બિહારમાં તાજેતરમાં વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) પર પથ્થરમારા (Stone Pelting) ની...
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો  ઉદ્ઘાટન પહેલા તૂટ્યો કાચ
  • બિહારમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો
  • તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો 
  • પથ્થરમારાની ઘટનામાં ટ્રેનના કાચ તૂટી ગયા
  • ટ્રેનને 15 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીન સિગ્નલ બતાવવાના છે

બિહારમાં તાજેતરમાં વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) પર પથ્થરમારા (Stone Pelting) ની ઘટના સામે આવી છે. મંગળવારે ટ્રાયલ તરીકે ચલાવવામાં આવેલી આ ટ્રેન (Train) પર કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનને 15 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ લીલી ઝંડી (Green Signal) બતાવવાના છે. પથ્થરમારાની ઘટનામાં ટ્રેનના કાચ તૂટી ગયા હતા. ઘટના બિહારના ધનબાદ રેલવે વિભાગ (Dhanbad railway division) હેઠળ આવેલા ગયામાં બનેલી છે.

Advertisement

ટાટાનગરથી પટના સુધી દોડશે ટ્રેન

આ ટ્રેન ટાટા નગર (જમશેદપુર) થી પટના સુધીની હશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, પથ્થરમારામાં ટ્રેનના એન્જિનને અડીને આવેલા કોચની બારીનું કાચ તૂટી ગયું હતું. ટ્રાયલ દરમિયાન ટ્રેનમાં કોઈ મુસાફરો નહોતા.

Advertisement

ઈટાવામાં વંદે ભારત ટ્રેન તૂટી: મુસાફરોને મુશ્કેલી

આ પૂર્વે, સોમવારે નવી દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ઈટાવાના ભરથાણા રેલવે સ્ટેશન પાસે ટ્રેન રોકી દેવામાં આવી હતી, અને માલગાડીના એન્જિનની મદદથી ટ્રેનને નજીકના સ્ટેશન પર ખેંચવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને કેટલાક કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વંદે ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન

આના સાથે જ 15 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 નવી વંદે ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કરશે. તેમાં ટાટાનગર-પટના વંદે ભારત એક્સપ્રેસનો પણ સમાવેશ છે, જે ઝારખંડ અને બિહારના મુખ્ય શહેરોને જોડે છે.

Advertisement

આ પણ વાંચો:  Ajmer Train : બીજી ટ્રેનને પલટી નાખવાનું કાવતરું, ટ્રેક પર 70 કિલોના 2 સિમેન્ટ બ્લોક મૂક્યા

Tags :
Advertisement

.