ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pakistan સામે આકરી કાર્યવાહી, ભારતે 23 મે સુધી એરસ્પેસ કર્યુ બંધ

Pakistan સામે આકરી કાર્યવાહી ભારતે 23 મે સુધી એરસ્પેસ કર્યુ બંધ એરમેનને નોટિસ એટલે કે NOTAM જાહેર કર્યો   India Close Airspace: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Attac)બાદ ભારત એક બાદ એક પાકિસ્તાન વિરુદ્ધ મોટી...
11:22 PM Apr 30, 2025 IST | Hiren Dave
Pakistan સામે આકરી કાર્યવાહી ભારતે 23 મે સુધી એરસ્પેસ કર્યુ બંધ એરમેનને નોટિસ એટલે કે NOTAM જાહેર કર્યો   India Close Airspace: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Attac)બાદ ભારત એક બાદ એક પાકિસ્તાન વિરુદ્ધ મોટી...
India Close Airspace

 

India Close Airspace: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Attac)બાદ ભારત એક બાદ એક પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી રહ્યું છે. હવે ભારતે પાકિસ્તાન સામે એક્શન લેતા પાકિસ્તાનની તમામ ફ્લાઈટ્સ માટે એરસ્પેસ બંધ (India Close Airspace)કરી દીધું છે. એરમેનને નોટિસ એટલે કે NOTAM જાહેર કરવામાં આવ્યું છે. 30 એપ્રિલથી 23 મે સુધી NOTAM જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં રજીસ્ટર્ડ કોઈપણ વિમાન કે લશ્કરી વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે નહીં.

અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા

બીજી તરફ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ફરી કહ્યું છે કે 36 કલાકમાં યુદ્ધની પુષ્ટિ થાય છે. આનાથી પણ વધુ મહત્વનું એ છે કે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે કહ્યું કે તેમને આ સમાચાર ખૂબ જ વિશ્વસનીય સુત્ર પાસેથી મળ્યા છે અને આ સુત્ર ખોટો નહીં હોય. ભારત 36 કલાકમાં આપણા પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ એમ પણ કહ્યું કે અમે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતા, અમે ભારત સાથે વ્યવહાર કરવા માગીએ છીએ.

 

આ પણ  વાંચો -PM Modi Meeting : PM મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

આતંકવાદીઓનો સફાયો કરવા તૈયાર કરાયો સિક્રેટ પ્લાન!

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન મોદી એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠકો કરી રહ્યા છે અને સેનાને પણ તમામ પ્રકારની છુટ આપી દીધી છે. ત્યારે પાકિસ્તાન સામે કાર્યવાહીની શક્યતાઓ વચ્ચે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વડાપ્રધાન મોદીની સાથે બેઠક કરી છે. પીએમ મોદી સાથે આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર રહ્યા છે. પીએમને મળ્યા પછી આર્મી ચીફ પરત ફર્યા છે. પીએમની તાજેતરની બેઠકમાં હાજરી આપનારા વિદેશ મંત્રી જયશંકર અને NSA ડોભાલ પણ 7 લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.

Tags :
India Close AirspaceMilitary Responspahalgam attackPakistan Flights
Next Article