ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Greater Noida : શિવ નાદર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિદ્યાર્થીએ કર્યો આપઘાત

ગ્રેટર નોઈડામાં હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીંની શિવ નાદર યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ પોતાની સાથી વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી નાખી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી. વિદ્યાર્થીની કાનપુરનો રહેવાસી હતો જ્યારે યુવક અમરોહાનો રહેવાસી હતો....
06:18 PM May 18, 2023 IST | Viral Joshi
ગ્રેટર નોઈડામાં હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીંની શિવ નાદર યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ પોતાની સાથી વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી નાખી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી. વિદ્યાર્થીની કાનપુરનો રહેવાસી હતો જ્યારે યુવક અમરોહાનો રહેવાસી હતો....

ગ્રેટર નોઈડામાં હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીંની શિવ નાદર યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ પોતાની સાથી વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી નાખી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી. વિદ્યાર્થીની કાનપુરનો રહેવાસી હતો જ્યારે યુવક અમરોહાનો રહેવાસી હતો. માહિતી મળતા પોલીસ પહોંચી ચુકી છે અને ઘટનાની તપાસ કરી રહી છે.

ડાયનિંગ હોલમાં બની ઘટના

શિવનાદર યુનિવર્સિટીમાં BA થર્ડ યરમાં સાથે અભ્યાસ કરનારા અનુજ લોકેશસિંહ અને તેની સાથે અભ્યાસ કરનારી વિદ્યાર્થીનિ બંને ડાયનિંગ હોલની સામે થોડો સમય વાત કરી અને ગળે મળ્યા તે પછી યુવક અનુજે પિસ્ટલથી યુવતીને ગોળી મારી દીધી હતી જેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

યુવકે પણ કર્યો આપઘાત

જે બાદ યુવક અનુજે બોયઝ હોસ્ટેલના રૂમ નં. 328માં જઈને પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. બંને યુવક યુવતી એકબીજાના સારા મિત્રો હતા અને તેમને વચ્ચે કંઈક વિવાદ ચાલી રહ્યો હતો. ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળવાળા એરિયાને કોર્ડન કરી લેવાયો છે અને અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસ શરૂ

યુનિવર્સિટીમાં આ ઘટના બનવાથી સોંપો પડી ગયો છે જ્યારે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી છે અને સંબંધિત લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. DCP ગ્રેટર નોઈડાએ જણાવ્યું કે, શિવ નાદર યુનિવર્સિટીના ડાઈનિંગ હોલમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીની હત્યા કર્યા પછી હોસ્ટેલમાં જણીને પોતાને ગોળી મારી દીધાની ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી પુરાવા એકઠાં કરવાની સાથે કેસની આગળની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આ મહિનામાં થશે પોલીસ ભરતીનું આયોજન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CrimeGreater NoidaMurderShiv Nadar Universitysuicide
Next Article