ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IIT બોમ્બેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, તપાસમાં જોડાઈ પોલીસ

મુંબઈમાં વધુ એક વિદ્યાર્થીના આત્મહત્યાની ઘટના IIT બોમ્બેના 26 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યુ વિદ્યાર્થિની દિલ્હીનો રહેવાસી હતો IIT Bombay student : વધુ એક વખત વિદ્યાર્થીના આત્મહત્યાની ઘટના સામે આવી છે. IIT બોમ્બેના 26 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટલની છત પરથી પડીને...
07:21 PM Aug 02, 2025 IST | Hiren Dave
મુંબઈમાં વધુ એક વિદ્યાર્થીના આત્મહત્યાની ઘટના IIT બોમ્બેના 26 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યુ વિદ્યાર્થિની દિલ્હીનો રહેવાસી હતો IIT Bombay student : વધુ એક વખત વિદ્યાર્થીના આત્મહત્યાની ઘટના સામે આવી છે. IIT બોમ્બેના 26 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટલની છત પરથી પડીને...
IIT Bombay campus

IIT Bombay student : વધુ એક વખત વિદ્યાર્થીના આત્મહત્યાની ઘટના સામે આવી છે. IIT બોમ્બેના 26 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટલની છત પરથી પડીને શુક્રવારે મોડી રાત્રે જીવન ટુંકાવ્યુ છે. વિદ્યાર્થિની ઓળખ રોહિત સિન્હા તરીકે થઈ છે અને તે મૂળ દિલ્હીનો રહેવાસી હતો. રોહિત મેટા એન્જિનિયરિંગ અને મટિરિયલ સાયન્સના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

તે લગભગ રાત્રે 1થી 2.30 વાગ્યાની વચ્ચે સંસ્થાની હોસ્ટેલ નંબર 17ની છત પરથી પડ્યો હતો. જો કે તેને આત્મહત્યા કરી કે પછી દુર્ઘટના બની તેના વિશે અત્યાર સુધી કોઈ જાણકારી સામે આવી નથી. છત પરથી પડ્યા બાદ રોહિતને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો. કેમ્પસ મેનેજમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના સમયે રોહિત નશાની હાલતમાં હતો. ત્યારે હોસ્પિટલમાં રહેતા એક અન્ય પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે તે રાત્રે છત પર ફોન પર વાતચીત કરી રહ્યો હતો અને તે દરમિયાન તેને રોહિતને છત પરથી કુદતા જોયો હતો. હાલમાં શહેરની પવાઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ  વાંચો -જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ! એક આતંકી ઠાર

ક્યારે થશે ખુલાસો?

પોલીસે જણાવ્યું કે તેમને સંસ્થા દ્વારા જ આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ રોહિતના માતા-પિતાને પણ તેની જાણકારી આપવામાં આવી છે. સંસ્થાએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર રોહિતની મોતના સમાચારની જાણકારીને એક દુર્ઘટના ગણાવી છે. તેમને લખ્યું કે અત્યંત દુ:ખની સાથે સૂચિત કરવામાં આવે છે કે અમારી સંસ્થાના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોહિત સિંહાનું ગઈકાલે મોડી રાત્રે એક દુ:ખદ ઘટનામાં આકસ્મિક નિધન થયું છે. ત્યારે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ રોહિતની પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. રોહિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણવા મળી શકશે.

Tags :
IIT Bombay campus deathIIT Bombay hostel incidentIIT Bombay student death newsIIT Bombay student suicideIIT student dies by suicide
Next Article