Lucknow: ફી જમા ન થતાં પરીક્ષામાં બેસવા ન દીધો, આખરે વિદ્યાર્થીએ લગાવી ફાંસી
- બી ફાર્માના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
- ફી ન ભરતા પરીક્ષામાં બેસવા દીધો નહીં
- કોલેજ પ્રશાસન પર બેદરકારીનો આરોપ
Student Suicide: લખનૌના ચિનહાટ વિસ્તારમાં દેવા રોડ પર સ્થિત સમર્પણ કોલેજ ઓફ ફાર્મસીની હોસ્ટેલમાં બી ફાર્માના વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખ શુભમ (22) તરીકે થઈ છે, જે રાયબરેલીના ઉધબંધ દૂધવાન ગામનો રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શુભમે હોસ્ટેલ ફી નહોતી ભરી તેથી કોલેજ પ્રશાસને તેને પ્રેક્ટિકલ પરીક્ષામાં બેસવા દીધો નહીં. આનાથી દુઃખી થઈને શુભમે મોડી રાત્રે હોસ્ટેલના રૂમમાં જ આત્મહત્યા કરી લીધી.
કોલેજ પ્રશાસન પર બેદરકારીનો આરોપ
ઘટનાની જાણ થતાં જ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કોલેજ પ્રશાસન સામે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ સતત કોલેજ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા હતા. કોલેજના ચેરમેને આ બાબતની કોઈ જાણકારી હોવાનો ઈન્કાર કર્યો અને કહ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ફી ન ભરવાને કારણે પરીક્ષા ન આપવા દીધી
એડીસીપી પૂર્વ પંકજ સિંહે જણાવ્યું કે શુભમ બી.ફાર્માનો વિદ્યાર્થી હતો અને દેવા રોડ પર સ્થિત કોલેજ હોસ્ટેલમાં રૂમ નંબર 109 માં રહેતો હતો. બુધવારે તેની પ્રેક્ટિકલ પરીક્ષા હતી. હોસ્ટેલ ફી ન ભરવાને કારણે કોલેજ પ્રશાસને તેને પરીક્ષામાં બેસતા અટકાવ્યો હતો. આનાથી પરેશાન થઈને તેણે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી.
આ પણ વાંચો : Delhi માં બકરી ઇદ પર પશુઓની કુરબાની પર પ્રતિબંધ, સરકારે એડવાઇઝરી જારી કરી
ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી
ઘટનાસ્થળેથી બે પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, "મેં કોલેજમાં ફી જમા કરાવી હતી, પરંતુ તે સિસ્ટમમાં પેન્ડિંગ દેખાઈ રહી છે. મને ખબર નથી કે મારા મિત્રો આ વિશે શું વિચારશે. બધા મને માફ કરો, હું કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું."
ફરિયાદના આધારે તપાસ
એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પંકજ સિંહે જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ વિદ્યાર્થીની સુસાઈડ નોટની હેન્ડરાઈટિંગ સ્પષ્ટ નથી. તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહી છે. પરિવાર જે પણ ફરિયાદ કરશે તેના આધારે રિપોર્ટ દાખલ કરીને તપાસ આગળ ધપાવવામાં આવશે.
આ પણ વાંચો : Panchkula માં બે લોકો પર ફાયરિંગ, એકનું મોત; વિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીના કેટલાક ડ્યુ બાકી હતા. એકાઉન્ટન્ટે તેને ચેતવણી પણ આપી હતી. પરિવાર દુઃખી છે કે ફી ચૂકવવામાં આવી હોવા છતાં, વિદ્યાર્થીને પ્રેક્ટિકલમાં બેસવા દેવામાં આવ્યો ન હતો.
નોંધનીય છે કે આજના મોંઘવારીના સમયમાં દેશભરમાં કોલેજો અને યુનિવર્સિટીઓની ફી એટલી વધી ગઈ છે કે ઘણા વિદ્યાર્થીઓ ફીને લઈને તણાવમાં રહેતા હોય છે. ઘણીવાર ફી ન ભરવાને કારણે માનસિક તણાવ એટલો વધી જાય છે કે વિદ્યાર્થી મોતને વ્હાલુ કરી દે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના ડેટા અનુસાર, દર વર્ષે દેશભરમાં હજારો વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. આમાંના મોટા ભાગના કેસ ફી, પરીક્ષામાં નાપાસ કે પરિવારના દબાણને કારણે છે.
આ પણ વાંચો : Bengaluru Stampede : બેંગલુરુ નાસભાગ કેસમાં RCB ના માર્કેટિંગ હેડની એરપોર્ટથી ધરપકડ