Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UK જનારા વિદ્યાર્થીઓ જીવનસાથીને સાથે નહીં લઈ જઈ શકે, સ્પાઉઝ વિઝા કરાયા બંધ

બ્રિટન (યુકે) ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે બ્રિટિશ સરકાર દ્વારા સ્પાઉસ વીઝા પર પ્રતિબંધ લગાવાયો છે. આ નિર્ણય બાદ બ્રિટન જનારા વિદ્યાર્થીઓ હવે તેમના જીવનસાથીને સાથે નહીં લઈ જઈ શકે. જોકે આ નિર્ણય આ વર્ષે સપ્ટેમ્બરમાં જનારા વિદ્યાર્થીઓને લાગુ પડશે નહીં....
uk જનારા વિદ્યાર્થીઓ જીવનસાથીને સાથે નહીં લઈ જઈ શકે  સ્પાઉઝ વિઝા કરાયા બંધ
Advertisement

બ્રિટન (યુકે) ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે બ્રિટિશ સરકાર દ્વારા સ્પાઉસ વીઝા પર પ્રતિબંધ લગાવાયો છે. આ નિર્ણય બાદ બ્રિટન જનારા વિદ્યાર્થીઓ હવે તેમના જીવનસાથીને સાથે નહીં લઈ જઈ શકે. જોકે આ નિર્ણય આ વર્ષે સપ્ટેમ્બરમાં જનારા વિદ્યાર્થીઓને લાગુ પડશે નહીં. આગામી વર્ષે જાન્યુઆરીમાં બ્રિટનમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પર આ નિયમ લાગુ પડશે.

અગાઉ વિદ્યાર્થીઓને અપાતા હતા સ્પાઉસ વીઝા

Advertisement

અગાઉ બ્રિટનમાં ભણવા જનારા વિદ્યાર્થીઓને સ્પાઉસ વીઝા અપાતા હતા. ભણતર બાદ વિદ્યાર્થી અને તેમના જીવનસાથીને પણ બે વર્ષના વર્ક વીઝા મળતા હતા. ગયા વર્ષે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં યુકેના ગૃહ સચિવ સુવેલા બ્રેવરમેને સ્પાઉસ વીઝા પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી, જેના કારણે ભારતીય ખાસ કરીને પંજાબી મૂળના વિદ્યાર્થીઓમાં હડકંપ મચ્યો હતો. ઘણા લોકો પ્રતિભા અથવા ટેકનિકલ શિક્ષણ ન હોવા છતાં બ્રિટન જતા હોય છે, જેના કારણે યુકેને કોઈ ફાયદો થતો નથી.

Advertisement

ભારતીયો ઓછા પગારે કામ કરવા લાગતા મૂળ નિવાસીઓને પડી અસર

વાસ્તવમાં બ્રિટિશ સરકારે જાન્યુઆરી-2021માં ત્યાં કામ કરનારાઓ માટે પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 25 હજાર 600 પાઉન્ડની આવક નિર્ધારીત કરી હતી, પરંતુ ભારતીય, ખાસ કરીને પંજાબથી એવા લોકો યુકે પહોંચી ગયા, જેઓ ખેતીવાડી ઉપરાંત હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં ઓછા પગારે કામ કરવા લાગ્યા અને તેના કારણે બ્રિટનની સિસ્ટમ સહિત રાઈટ ટુ વર્ક પર પણ અસર પડવા લાગી. ઉપરાંત યુકેના મૂળ નિવાસી ઓછા પગાર પર કામ કરવા માટે મજબુત થવા લાગ્યા, જેના કારણે બ્રિટિશ સરકાર ઘણુ દબાણ અનુભવી રહી હતી.

2022માં માર્ચ સુધી 2 લાખ વિદ્યાર્થીઓ, જેમાંથી 80 ટકા પંજાબના

વર્ષ 2020માં 48 હજાર 639 ભારતીય વિદ્યાર્થીઓ યુકે પહોંચ્યા હતા. 2021માં 55 હજાર 903 અને માર્ચ 2022 સુધીમાં 200978 લોકો યુકે પહોંચ્યા હતા, જેમાંથી 80 ટકા પંજાબના હતા. આ વર્ષે માર્ચ 2023 સુધીમાં આ આંકડો 2 લાખને વટાવી ગયો છે, જેમાં 85 ટકા વિદ્યાર્થીઓના લગ્ન થયા હતા, જેમનો ઉદ્દેશ્ય કોઈક રીતે બ્રિટન પહોંચવાનો હતો. ત્યાં ગયા બાદ વિદ્યાર્થીની જીવનસાથી ઓછા પગારમાં નોકરીમાં લાગી ગઈ.

આપણ  વાંચો -MIG-29K એ રાતના અંધારામાં INS વિક્રાંત પર ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો

Tags :
Advertisement

.

×