મહારાષ્ટ્રમાં મોટો ધડાકો! Sunetra Pawar ને સોંપાઈ NCP ની કમાન, વિરોધીઓ ચોંક્યા
- Sunetra Pawar NCP President : NCPમાં 'સુનેત્રા યુગ'ની શરૂઆત
- પતિ અજીત પવારના નિધન બાદ સુનેત્રા પવારને સોંપાઈ પક્ષની કમાન
- NCPના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલાની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી
- મુંબઈની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં સર્વસંમતિથી લેવાયો મોટો નિર્ણય
- નાયબ મુખ્યમંત્રી બાદ હવે પક્ષના સંગઠન પર સુનેત્રા પવારનું પૂર્ણ પ્રભુત્વ
Sunetra Pawar NCP President : મહારાષ્ટ્ર (Maharashtra) ના રાજકારણમાં એક મોટા અને નિર્ણાયક વળાંક વચ્ચે, રાજ્યના ડેપ્યુટી સીએમ સુનેત્રા પવાર (Sunetra Pawar) ને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. 62 વર્ષીય સુનેત્રા પવારને તેમના પતિ અને દિગ્ગજ નેતા અજીત પવાર (Ajit Pawar) ના આકસ્મિક નિધન બાદ આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ તેઓ પક્ષના ત્રીજા રાષ્ટ્રીય અધ્યક્ષ અને આ પદ સંભાળનારા પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે.
Sunetra Pawar NCP President : અજીત પવારના અવસાન બાદ નેતૃત્વમાં પરિવર્તન
ઉલ્લેખનીય છે કે, 28 જાન્યુઆરીના રોજ બારામતી (Baramati) માં થયેલા એક દુર્ભાગ્યપૂર્ણ વિમાન અકસ્માતમાં અજીત પવારનું નિધન થયું હતું. તેમના અવસાન બાદ પક્ષમાં નેતૃત્વની ખાલી પડેલી જગ્યા ભરવા માટે સુનેત્રા પવારનું નામ મોખરે હતું. તેમણે ધીમે ધીમે પક્ષ પર પોતાની પકડ મજબૂત કરી હતી. અગાઉ તેમને NCP ના વિધાયક દળના વડા બનાવવામાં આવ્યા હતા અને ગત મહિને જ તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) તરીકે શપથ લીધા હતા. હવે રાષ્ટ્રીય અધ્યક્ષ બનીને તેમણે સંગઠન પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવી લીધું છે.
Maharashtra Deputy CM Sunetra Pawar elected as the National President of NCP, announced by party leader Praful Patel.
(File photo) pic.twitter.com/PuF2VYsNLp
— ANI (@ANI) February 26, 2026
રાજકીય માહોલ અને શક્તિ પ્રદર્શન
સુનેત્રા પવારની વરણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે શરદ પવાર (Sharad Pawar) ના નેતૃત્વ હેઠળની NCP (SP) અને અજીત પવાર જૂથ વચ્ચે વિવાદ હજુ પણ ચર્ચામાં છે. જૂન 2023 માં અજીત પવારે બળવો કરીને પક્ષ પર નિયંત્રણ મેળવ્યું હતું, જેનાથી પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. સુનેત્રા પવારનું રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું એ માત્ર સંગઠનાત્મક ફેરફાર નથી, પરંતુ વિરોધી જૂથોને એક મજબૂત રાજકીય સંદેશ આપવાની વ્યૂહરચના પણ માનવામાં આવે છે.
પ્રફુલ પટેલે મુક્યો હતો પ્રસ્તાવ
વરલીમાં યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિની બેઠકમાં કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ (Praful Patel) દ્વારા સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓએ હાથ ઉંચા કરીને આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. મહારાષ્ટ્ર NCP પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે (Sunil Tatkare) એ પણ આ વરણી પર મહોર લગાવી હતી. પદ સંભાળ્યા બાદ સુનેત્રા પવારે તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો અને પક્ષની વિચારધારાને આગળ ધપાવવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : DGCA New Rules 2026 : ફ્લાઈટ ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા, હવે રિફંડ માટે નહીં ખાવા પડે ધક્કા


