Sunetra Pawar Oath Ceremony : મહારાષ્ટ્રમાં રચાશે ઇતિહાસ, સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી CM, સાંજે શપથ ગ્રહણ
- સુનેત્રા પવાર આજે સાંજે 5 વાગ્યે નાયબ મુખ્યમંત્રી તરીકે લેશે શપથ (Sunetra Pawar Oath Ceremony)
- NCP વિધાનસભા પક્ષની બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે પસંદગી
- મુંબઈના રાજભવન ખાતે યોજાશે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ
- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધનનું સંપૂર્ણ સમર્થન
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. અજિત પવારના (Ajit Pawar) પત્ની સુનેત્રા પવારને NCP (અજિત પવાર જૂથ) ના વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. તેઓ આજે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી (First Woman Deputy CM of Maharashtra) તરીકે શપથ લેશે.
Sunetra Pawar Oath Ceremony સર્વાનુમતે નેતા તરીકે પસંદગી
મુંબઈના વિધાનભવન (Vidhan Bhavan) ખાતે બપોરે 2 વાગ્યે યોજાયેલી NCP ધારાસભ્યની બેઠકમાં 40 ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સુનેત્રા પવારના નામ પર મહોર મારવામાં આવી હતી. અગાઉ, પક્ષના વરિષ્ઠ નેતાઓ પ્રફુલ્લ પટેલ (Praful Patel) અને સુનીલ તટકરેએ (Sunil Tatkare) પણ સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી ભવિષ્યની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.
#WATCH | Mumbai, Maharashtra: Late Deputy CM Ajit Pawar's wife and Rajya Sabha MP Sunetra Pawar leaves from the State Legislative Assembly after the NCP legislative party meeting
She has been elected as the leader of the NCP Legislative Party. She will take oath as the Deputy CM… pic.twitter.com/RNiN2EIzOW
— ANI (@ANI) January 31, 2026
રાજભવન ખાતે શપથ ગ્રહણ
સુનેત્રા પવારનો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 5 વાગ્યે મુંબઈના રાજભવન (Raj Bhavan) સંકુલમાં યોજાશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) આ નિર્ણયને મહાયુતિ ગઠબંધનનું (Mahayuti Alliance) સંપૂર્ણ સમર્થન હોવાનું જાહેર કર્યું છે. સુનેત્રા પવાર શનિવારે વહેલી સવારે જ તેમના પુત્ર પાર્થ પવાર સાથે મુંબઈ પહોંચી ગયા હતા.
શરદ પવારના નિવાસસ્થાને બેઠકોનો દોર
બીજી તરફ, બારામતીમાં શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાન 'ગોવિંદ બાગ' ખાતે NCP (SP) જૂથની મહત્વની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં સુપ્રિયા સુલે (Supriya Sule) અને રોહિત પવાર (Rohit Pawar) સહિતના નેતાઓ હાજર છે. સુનેત્રા પવારની નિમણૂક અંગે પૂછવામાં આવતા શરદ પવારે સૂચક નિવેદન આપતા કહ્યું કે, "પરિવારમાં કોઈ સમસ્યા નથી, જ્યારે આફત આવે ત્યારે પરિવાર એક હોય છે."
આ પણ વાંચો : NCP Merger News: “મને ખબર નથી…” શરદ પવારના શબ્દોએ રાજકારણમાં તોફાન મચાવ્યું, NCP વિલીનીકરણ અંગો આપ્યું મોટું નિવેદન


