Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mumbai News : મહિલા કર્મચારીઓને મોટી ભેટ,DYCM સુનેત્રા પવારે 'વહેલા આવો-વહેલા જાઓ' સુવિધાની કરી જાહેરાત

Mumbai News :  મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહિલા કર્મચારીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) સુનેત્રા અજિત પવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં કાર્યરત મહિલા સરકારી કર્મચારીઓ માટે "વહેલા આવો - વહેલા જાઓ" (Early In - Early Out) યોજનાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી લાખો મહિલા કર્મચારીઓને મુસાફરીમાં મોટી રાહત મળશે.
mumbai news   મહિલા કર્મચારીઓને મોટી ભેટ dycm સુનેત્રા પવારે  વહેલા આવો વહેલા જાઓ  સુવિધાની કરી જાહેરાત
Advertisement
  • Mumbai News : મહિલા કર્મચારીઓ માટે 'વહેલા આવો-વહેલા જાઓ' યોજનાની જાહેરાત.
  • ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારે મહિલા કર્મચારીઓને ઓફિસ સમયમાં આપી 30 મિનિટની છૂટ.
  • પીક અવર્સની ભીડથી બચવા મહિલા કર્મચારીઓ હવે વહેલી ઓફિસ છોડી શકશે.
  • મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય: મહિલાઓની સુરક્ષા અને સુવિધા માટે બદલાશે ઓફિસના કલાકો.
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મુંબઈની મહિલા સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ.

Mumbai News :  મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહિલા કર્મચારીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) સુનેત્રા અજિત પવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં કાર્યરત મહિલા સરકારી કર્મચારીઓ માટે "વહેલા આવો - વહેલા જાઓ" (Early In - Early Out) યોજનાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી લાખો મહિલા કર્મચારીઓને મુસાફરીમાં મોટી રાહત મળશે.

Mumbai News : ઓફિસ સમયમાં મળશે 30 મિનિટની છૂટ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) નિમિત્તે વિધાન પરિષદમાં થયેલી ચર્ચા દરમિયાન સુનેત્રા પવારે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ મહિલા કર્મચારીઓ સવારે 9:15 થી 9:45 વાગ્યાની વચ્ચે ઓફિસ પહોંચીને પોતાનું કામ વહેલું શરૂ કરી શકશે. તેઓ સવારે જેટલા વહેલા કામ પર આવશે, તેટલા જ વહેલા સાંજે ઓફિસથી છૂટી શકશે. આનાથી મહિલાઓને સાંજે પીક અવર્સ (Peak Hours) દરમિયાન ટ્રેન અને બસોની ભીડમાંથી મુક્તિ મળશે અને તેઓ સુરક્ષિત રીતે સમયસર ઘરે પહોંચી શકશે.

Advertisement

Advertisement

મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર ભાર

ડેપ્યુટી સીએમએ મહિલા સુરક્ષા (Women Safety)અંગેના આંકડા રજૂ કરતા જણાવ્યું કે, રાજ્યમાં ગુમ થયેલા બાળકો અને મહિલાઓને શોધવા માટે 'ઓપરેશન મુસ્કાન' (Operation Muskan) અને 'ઓપરેશન શોધ' સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા છે. વધુમાં, રાજ્યના દરેક જિલ્લામાં 'મહિલા સેલ' અને 51 'ભરોસા સેલ' (Bharosa Cell) કાર્યરત કરવામાં આવ્યા છે, જે મહિલાઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે છે.

સરકારી યોજનાઓ દ્વારા આર્થિક વિકાસ

રાજ્યમાં મહિલા સશક્તિકરણ (Women Empowerment) માટે લડકી બહેન, અન્નપૂર્ણા અને લખપતિ દીદી (Lakhpati Didi) જેવી યોજનાઓ અસરકારક રીતે અમલમાં છે. સ્વ-સહાય જૂથો (Self Help Groups) દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓના વેચાણ માટે ઓનલાઇન પ્લેટફોર્મ અને 'ઉમેદ મોલ' જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આંગણવાડી કાર્યકરોની સુવિધાઓ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે પણ સરકાર સકારાત્મક અભિગમ (Positive Approach) ધરાવે છે.

આ પણ વાંચો: Trump Reliance Deal : ટ્રમ્પે કરી મોટી જાહેરાત, અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી,રિલાયન્સ સાથે કરી મોડી ડિલ!

Tags :
Advertisement

.

×