ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાહુલ ગાંધી પર SC ની ટીકા, ગૌરવ વલ્લભે કહ્યું- વિપક્ષના નેતા માફી માગે

BJP Leader Gourav Vallabh : 9 ડિસેમ્બર, 2022ના રોજ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં થયેલી અથડામણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નિવેદન પર સુપ્રીમ કોર્ટે તીખી ટીકા કરી હતી.
11:00 AM Aug 05, 2025 IST | Hardik Shah
BJP Leader Gourav Vallabh : 9 ડિસેમ્બર, 2022ના રોજ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં થયેલી અથડામણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નિવેદન પર સુપ્રીમ કોર્ટે તીખી ટીકા કરી હતી.
Gaurav Vallabh wants Rahul Gandhi to apologize

BJP Leader Gourav Vallabh : 9 ડિસેમ્બર, 2022ના રોજ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં થયેલી અથડામણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નિવેદન પર સુપ્રીમ કોર્ટે તીખી ટીકા કરી હતી. આ ઘટનાને પગલે ભાજપના નેતા ગૌરવ વલ્લભ (Gourav Vallabh) એ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં તેમની પરિપક્વતા અને જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે. વલ્લભે રાહુલ ગાંધીને સંસદમાં જઈને ભારતીય સેના (Indian Army) અને દેશવાસીઓ પાસે માફી માગવાની માગ કરી છે.

રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ટીકા

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને 'ચીન ભારતીય જમીન પર કબજો કરી રહ્યું છે' તેવી ટિપ્પણી બદલ ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના નિવેદનને લઈને તેમની પરિપક્વતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું હતું. કોર્ટે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ યોગ્ય માહિતી વિના ખોટા નિવેદનો આપ્યા, જે રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દે ગેરજવાબદારી દર્શાવે છે. આ ટીકા બાદ ભાજપે આ મુદ્દાને હથિયાર બનાવીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર શાંબ્દિક આક્રમણ તેજ કર્યું. ગૌરવ વલ્લભે દાવો કર્યો કે, રાહુલ ગાંધીનું આવું વલણ દેશની સેના અને નાગરિકોનું અપમાન કરે છે, અને તેમણે તેમના નિવેદનો માટે જાહેરમાં માફી માગવી જોઈએ.

ગૌરવ વલ્લભનો આક્ષેપ : રાહુલ ગાંધીની પરિપક્વતા પર સવાલ

ગૌરવ વલ્લભે (Gourav Vallabh) રાહુલ ગાંધીને આડેહાથ લેતાં કહ્યું કે, તેઓ વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી નિભાવવા માટે પૂરતા પરિપક્વ નથી. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી વારંવાર ખોટી માહિતી આપીને દેશની છબીને નુકસાન પહોંચાડે છે. વલ્લભે ઉલ્લેખ કર્યો કે રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલાં ભારતની અર્થવ્યવસ્થાને "મૃત" ગણાવી હતી, જેને તેમણે રાષ્ટ્રવિરોધી નિવેદન (an anti-national statement) તરીકે ગણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે ભારતની સેના અને દેશનો વિરોધ કરવો ગાંધી પરિવારના DNA નો ભાગ બની ગયો છે, જે રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ છે.

રાજકીય વિવાદનું કેન્દ્ર

રાહુલ ગાંધીના નિવેદન અને તેમના પર સુપ્રીમ કોર્ટની ટીકાએ રાજકીય વાતાવરણને ગરમ કરી દીધું છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે કોંગ્રેસે પણ પોતાના નેતાના બચાવમાં દલીલો કરી છે. ગૌરવ વલ્લભની માફીની માગણીએ આ વિવાદને વધુ તીવ્ર બનાવ્યો છે, કારણ કે તેમણે રાહુલ ગાંધીને સંસદમાં જઈને દેશવાસીઓ અને સેના પાસે હાથ જોડીને માફી માગવા કહ્યું છે. આ ઘટના રાષ્ટ્રીય સુરક્ષા અને રાજકીય જવાબદારીના મુદ્દે ચર્ચાને વેગ આપે છે, જે આગામી દિવસોમાં વધુ ગરમાવાની શક્યતા છે.

રાષ્ટ્રીય સુરક્ષા પર નિવેદનોની અસર

રાહુલ ગાંધીના નિવેદનો અને તેમના પર ભાજપના આક્ષેપોએ રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દે રાજકીય ચર્ચાને નવો વળાંક આપ્યો છે. ભાજપનો આરોપ છે કે, આવા નિવેદનો ભારતીય સેનાના મનોબળને નુકસાન પહોંચાડે છે અને દેશની આંતરરાષ્ટ્રીય છબીને ખરાબ કરે છે. બીજી તરફ, કોંગ્રેસ આ ટીકાને રાજકીય ષડયંત્ર તરીકે જુએ છે. આ વિવાદે એકવાર ફરીથી રાજકીય નેતાઓની જવાબદારી અને તેમના નિવેદનોની રાષ્ટ્રીય હિતો પર થતી અસર પર ચર્ચાને જન્મ આપ્યો છે. રાહુલ ગાંધીના નિવેદનો અને તેમના પર સુપ્રીમ કોર્ટની ટીકા રાજકીય વર્તુળોમાં લાંબા સમય સુધી ચર્ચાનો વિષય રહે નવાઇ નથી.

આ પણ વાંચો :  આ શું બોલી ગયા Farooq Abdullah ? 'આતંકવાદ ક્યારેય ખતમ નહીં થાય', જાણો આ નિવેદન પાછળનું કારણ

Tags :
Anti-National AllegationsChina Border ClashGaurav Vallabh wants Rahul Gandhi to apologizeGourav VallabhGujarat FirstHardik ShahNational Security DebateOpposition Leader ControversyPolitical ResponsibilityRahul Gandhi Apology Demandrahul gandhi parliament speechRahul Gandhi Statementrahul-gandhiSupreme CourtSupreme Court Criticism
Next Article