વીર સાવરકર પર ટિપ્પણી મુદ્દે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ટકોર! કહ્યું - બેજવાબદારી ભર્યુ નિવેદન ન કરો
- વીર સાવરકર પર ટિપ્પણી મુદ્દે માનહાનિનો કેસ
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ટકોર
- સુપ્રીમ કોર્ટે કહ્યું બેજવાબદારી ભર્યુ નિવેદન ન કરો
- સ્વતંત્રસેનાનીઓ પર આવી ટિપ્પણી ન કરોઃ SC
- રાહુલ ગાંધીને સમન્સ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી
- અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા પર મુક્યો સ્ટે
Rahul Gandhi : સુપ્રીમ કોર્ટે (Supreme Court) વીર સાવરકર (Veer Savarkar) વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ રાહુલ ગાંધી (Rahul Gandhi) સામેના માનહાનિના કેસમાં તેમની ટિપ્પણીને 'બેજવાબદાર' ગણાવીને ફટકાર લગાવી છે. કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના તે આદેશ પર સ્ટે આપ્યો, જેમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
સ્વતંત્રતા સેનાનીઓ વિશે બેજવાબદાર નિવેદનો ન આપો : SC
કોર્ટે કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સ્વતંત્રતા સેનાનીઓ વિશે બેજવાબદાર નિવેદનો ન આપવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહાત્મા ગાંધી પોતે સાવરકરનું સન્માન કરતા હતા. વળી તેમના દાદી ઇન્દિરા ગાંધીએ તેમને એક પત્ર પણ લખ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું કે તમે સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસને સમજ્યા વિના આવું નિવેદન આપી ન શકો. કોર્ટે ચેતવણી આપી હતી કે જો રાહુલ ગાંધી ભવિષ્યમાં આવું નિવેદન આપશે તો અમે આ મામલાની પોતે જ નોંધ લઈશું અને સુનાવણી કરીશું. આપણને આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે તમે આવું કેવી રીતે વર્તન કરી શકો છો? કાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશો કારણ કે તેમણે સાવરકર માટે "ફેથફુલ સર્વન્ટ" લખ્યું હતું.
કોર્ટે નીચલી કોર્ટના સમન્સ પર રોક લગાવી
વળી, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે, જેણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સાવરકર માનહાનિ કેસમાં યુપીની ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો : અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો જવાબ