ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Supreme Court On Road :'બે કલાકના વરસાદમાં દિલ્હી લકવાગ્રસ્ત થઈ જાય છે' CJIએ આવી ટિપ્પણી કેમ કરી?

ખરાબ રસ્તા પર ટોલ વસૂલવા સામે સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું. CJIએ કહ્યું, ₹150 ટોલ શા માટે જ્યારે મુસાફરીમાં 11 કલાકનો વધારો થાય છે?
03:54 PM Aug 18, 2025 IST | Mihir Solanki
ખરાબ રસ્તા પર ટોલ વસૂલવા સામે સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું. CJIએ કહ્યું, ₹150 ટોલ શા માટે જ્યારે મુસાફરીમાં 11 કલાકનો વધારો થાય છે?
Supreme Court On Road

Supreme Court On Road : એક મહત્વપૂર્ણ ટિપ્પણીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર. ગવઈએ કહ્યું છે કે "બે કલાક વરસાદથી દિલ્હી લકવાગ્રસ્ત થઈ જાય છે." સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા કેરળ હાઇકોર્ટના રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે ટોલ વસૂલાત પર રોક લગાવવાના આદેશ સામે દાખલ કરેલી અરજીની સુનાવણી કરતી વખતે કરી હતી.

CJI બી. આર. ગવઈ, ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રન અને ન્યાયાધીશ એન. વી. અંજારિયાની બેન્ચ કેરળ હાઇકોર્ટના નિર્ણયની સુનાવણી કરી રહી હતી, જેમાં NH-544 પર ત્રિશુર જિલ્લામાં સ્થિત 65 કિલોમીટર લાંબા એડાપલ્લી-મેનુથી રોડની ખરાબ સ્થિતિને કારણે પેલ્લીક્કારા ટોલ બૂથ પર ટોલ વસૂલાત બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Delhi rain traffic

વરસાદ અને ટ્રાફિક જામ મુદ્દે ટિપ્પણી

આ આદેશને પડકારતા NHAI અને ગુરુવાયુર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીસુનાવણી દરમિયાન, જ્યારે એક વકીલે સુપ્રીમ કોર્ટની બહાર ટ્રાફિક જામનો ઉલ્લેખ કર્યો, ત્યારે મુખ્ય ન્યાયાધીશે દિલ્હીમાં વરસાદ અને ટ્રાફિક જામ પર ટિપ્પણી કરી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે રસ્તાની સ્થિતિ સારી નથી અને 12 કલાક લાંબો ટ્રાફિક જામ રહે છે, તો પછી લોકો પાસેથી ટોલ શા માટે લેવો જોઈએ?

આ પણ વાંચો :   Election Commission દ્વારા બિહારના રદ કરાયેલા 65 લાખ મતદારોની યાદી જાહેર કરાઈ

ટ્રાફિક જામ મુદ્દે આપ્યો ઠપકો

NHAI ને ટેકો આપતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ટ્રાફિક જામ એક લારી પલટી જવાથી થયો હતો. આનો જવાબ આપતા, કોર્ટે ઠપકો આપ્યો, "લારી પોતાની મેળે પલટી ન હતી, તે ખાડાઓને કારણે પલટી ગઈ હશે." મહેતાએ એમ પણ કહ્યું કે, ચોમાસાને કારણે અંડરપાસનું કામ પ્રભાવિત થયું છે.

CJIએ NHAIને કર્યો પ્રશ્ન

CJI ગવઈએ NHAI ને પૂછ્યું કે, 65 કિમી ખરાબ રસ્તા માટે કેટલો ટોલ વસૂલવામાં આવે છે, જેના પર તેમને કહેવામાં આવ્યું કે ટોલ રૂ.150 છે. આના પર, CJI એ તીક્ષ્ણ સ્વરમાં કહ્યું, "જો કોઈને 12 કલાક લાંબા ટ્રાફિક જામમાં ફસાવવું પડે તો  રૂ. 150 કેમ ચૂકવશે? લોકોને એક કલાકની મુસાફરીમાં 11 કલાક વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે."

સુપ્રિમકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. હવે બધાની નજર કોર્ટનો નિર્ણય શું આવશે અને ખરાબ રસ્તાઓ પર ટોલ વસૂલાત અંગે કોઈ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે કે કેમ તેના પર ટકેલી છે.

આ પણ વાંચો :  Chief Election Commissioner સામે મહાભિયોગ: શું છે INDIA ગઠબંધનનો પ્લાન?

Tags :
CJI B. R. GavaiDelhi rain trafficNHAI KeralaSC ON Road tollSupreme Court On RoadTushar Mehta
Next Article