સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો,શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે આ સુવિધા કરો ફરજિયાત, નહીં તો સ્કૂલની માન્યતા રદ!
- દરેક વિદ્યાર્થિનીને મફત બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ્સ આપવા પડશે (Supreme Court school sanitation ruling)
- છોકરા-છોકરીઓ માટે અલગ અને દિવ્યાંગો માટે ખાસ શૌચાલય ફરજિયાત
- નિયમોનું પાલન ન કરનાર શાળાઓની માન્યતા સીધી રદ કરાશે
- માસિક ધર્મ સ્વાસ્થ્યને બંધારણીય 'મૂળભૂત અધિકાર' ગણાવ્યો
દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ (Supreme Court of India) દ્વારા દેશભરની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય અને સુવિધાને લઈને એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ શાળાઓમાં છોકરીઓને મફત બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ્સ (Biodegradable Sanitary Pads) પૂરા પાડવા પડશે.
Supreme Court school sanitation ruling : શૌચાલયની સુવિધા અને માન્યતા રદ કરવાની ચેતવણી
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કડક સૂચના આપી છે કે શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શૌચાલય (Separate Toilets for Girls and Boys) હોવા અનિવાર્ય છે. આ ઉપરાંત, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અપંગ-મૈત્રીપૂર્ણ શૌચાલય (Disabled-friendly Toilets) ની વ્યવસ્થા કરવી પણ ફરજિયાત છે.અદાલતે આ બાબતે ગંભીર વલણ અપનાવતા જણાવ્યું છે કે જો કોઈ પણ ખાનગી શાળા આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેની શાળાની માન્યતા રદ (Cancellation of School Recognition) કરવામાં આવશે.
Delhi | In a landmark decision, the Supreme Court has ruled that the right to menstrual health and hygiene is part of the Right to Life guaranteed by Article 21 and the Right to Free and Compulsory Education guaranteed by Article 21 A of the Constitution.
Thus, it has directed… pic.twitter.com/kjXHBXrkIC
— ANI (@ANI) January 30, 2026
માસિક ધર્મ સ્વાસ્થ્ય: જીવનનો મૂળભૂત અધિકાર
કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું કે, માસિક ધર્મ સ્વાસ્થ્ય (Menstrual Hygiene Management) એ માત્ર સુવિધા નથી, પરંતુ ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલ જીવનના મૂળભૂત અધિકાર (Fundamental Right to Life) નો એક અભિન્ન હિસ્સો છે. જો સરકારો વિદ્યાર્થિનીઓને પૂરતી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહેશે, તો તે માટે સરકારને સીધી રીતે જવાબદાર ગણવામાં આવશે.
અદાલતે માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં, પરંતુ શાળાઓમાં માસિક ધર્મ અંગેની જાગૃતિ (Menstrual Awareness) પર પણ ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સેનિટરી પેડ્સના નિકાલ માટે શાળાઓમાં યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ અને છોકરીઓને તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ વિશે શિક્ષિત કરવી જોઈએ. આ યોજનાના યોગ્ય અમલીકરણ માટે દરેક રાજ્યે એક નોડલ ઓફિસર (Nodal Officer) ની નિમણૂક કરવાની રહેશે, જે સુનિશ્ચિત કરશે કે કોર્ટના આદેશોનું પાલન છેક છેવાડાના ગામડાની સરકારી શાળા સુધી પહોંચે.
આ પણ વાંચો : કારમાંથી મળ્યો મૃતદેહ, મૃત્યુ પછી કોના કહેવા પર પિતાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ ?


