Supreme Court Abortion Rights: સુપ્રીમ કોર્ટે આપ્યો ગર્ભપાત અધિકાર મામલે ઐતિહાસિક ચૂકાદો, ' મહિલાની ઈચ્છા જ સર્વોપરી'
- સ્ત્રીની પ્રજનન સ્વાયત્તતા ગર્ભના અધિકાર કરતા વધુ મહત્વની ગણાશે (Supreme Court Abortion Rights)
- બોમ્બે હાઈકોર્ટનો બાળકને જન્મ આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કર્યો
- 30 અઠવાડિયાનો ગર્ભ હોવા છતાં મેડિકલ બોર્ડની સલાહથી ગર્ભપાતને મંજૂરી
- માતા બનવાનો નિર્ણય સ્ત્રીનો પોતાનો હક, કોઈ દબાણ કરી શકે નહીં: સુપ્રીમ કોર્ટ
ભારતની સર્વોચ્ચ અદાલતે (Supreme Court) મહિલાઓના ગર્ભપાત અધિકારો (Abortion Rights) અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ મહિલાને તેની ઈચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા (Pregnancy) ચાલુ રાખવા માટે દબાણ કરી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, બાળક પેદા કરવાનો નિર્ણય લેવાનો અધિકાર (Right to Reproduction) એ ગર્ભસ્થ બાળકના અધિકારો કરતાં સર્વોપરી છે.
નોંધનીય છે કે ભારતની સર્વોચ્ચ અદાલતે (Supreme Court) મહિલાઓના અધિકારમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કોઈ પણ મહિલાને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત (Abortion) કરાવતા રોકી શકાય નહીં કે તેને ગર્ભ રાખવા માટે દબાણ કરી શકાય નહીં. અદાલતે માન્યું છે કે પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો અને માતા બનવું કે નહીં તેનો નિર્ણય લેવાનો હક સ્ત્રીનો પોતાનો છે.
Supreme Court Abortion Rights: બોમ્બે હાઈકોર્ટનો આદેશ રદ
મહારાષ્ટ્રના (Maharashtra) એક કેસમાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના અગાઉના આદેશને રદબાદતલ કર્યો છે. હાઈકોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) પર પ્રતિબંધ મૂકતા મહિલાને ગર્ભપાત કરવાની ના પાડી હતી અને બાળકને દત્તક (Adoption) આપવાનો વિકલ્પ સૂચવ્યો હતો. જોકે, જસ્ટિસ બી.વી. નાગરત્ના (Justice B.V. Nagarathna) અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની (Justice Ujjal Bhuyan) બેન્ચે આ અભિગમને નકારી કાઢતા મહિલાની સ્વાયત્તતાને પ્રાથમિકતા આપી છે.
Supreme Court has ordered the termination of pregnancy of an 18-year-old sexual assault victim in Maharashtra who is 30-weeks pregnant
Observing that woman’s right to bodily integrity and reproductive choice is paramount, a bench of Justices BV Nagarathna and Ujjal Bhuyan stated…
— ANI (@ANI) February 6, 2026
પ્રજનન સ્વાયત્તતા સર્વોપરી
સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે, "જો કોઈ મહિલા કોઈપણ કારણોસર ગર્ભાવસ્થાને પૂર્ણ કરવા માંગતી નથી, તો અદાલત તેને મજબૂર કરી શકે નહીં." બેન્ચે વધુમાં ઉમેર્યું કે, જ્યારે ગર્ભ ગેરકાયદેસર સંબંધોનું પરિણામ હોય અને માતા માનસિક રીતે તૈયાર ન હોય, ત્યારે તેની પ્રજનન સ્વાયત્તતાને (Reproductive Autonomy) સર્વોચ્ચ મહત્વ આપવું જોઈએ.
સગીરાની સ્થિતિ અને માનસિક આઘાત
આ કેસની વિગતો મુજબ, જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે તે સગીર (Minor - 17 વર્ષ) હતી અને હાલ તે 18 વર્ષની છે. તેનો ગર્ભ 30 અઠવાડિયાનો (30 Weeks Pregnancy) થઈ ગયો છે. અદાલતે માન્યું કે આ ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માટે શારીરિક અને માનસિક રીતે આઘાતજનક (Mental Trauma) બની શકે છે. મેડિકલ બોર્ડના (Medical Board) અહેવાલ મુજબ ગર્ભપાતથી મહિલાના જીવને કોઈ ગંભીર જોખમ ન હોવાથી, કોર્ટે ગર્ભપાત માટે લીલી ઝંડી આપી દીધી છે.
આ પણ વાંચો: RBI Repo Rates: રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી, જાણો RBI MPCના મુખ્ય નિર્ણયો વિશે


