સુપ્રીમ કોર્ટેની આસામ સરકારને ફટકાર, વિદેશીઓને ડિપોર્ટ કરવામાં વિલંબ કેમ ?
- સુપ્રીમ કોર્ટે આસામ સરકારને સખત ફટકાર લગાવી છે
- કોર્ટે વિદેશીઓને તેમના દેશની રાજધાની મોકલવાનો આદેશ આપ્યો છે
- આસામમાં વિદેશીઓ માટે ઘણા ડિટેન્શન સેન્ટર છે
Supreme Court slams Assam government : ભારતમાં ઘુસણખોરોની સમસ્યા ઘણી મોટી છે. દેશના ઘણા રાજ્યોમાં ગેરકાયદેસર શરણાર્થીઓએ ધામા નાખ્યા છે. આસામ પણ આમાંથી એક છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આસામ સરકારને સખત ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે આસામ સરકારને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, વિદેશીઓને ડિપોર્ટ કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? તમે કયા મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો?
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટમાં બે ન્યાયાધીશો અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઇયાની બેન્ચે આ કેસની સુનાવણી કરી. તેમણે કહ્યું કે વિદેશીઓને શક્ય તેટલી વહેલી તકે તેમના દેશમાં પાછા મોકલવામાં આવે. તે જ સમયે, કોર્ટમાં જવાબ આપતાં, આસામ સરકારે કહ્યું કે, તે ઘણા શરણાર્થીઓના સરનામાં જાણતી નથી. આવી સ્થિતિમાં, કોર્ટે વિદેશીઓને તેમના દેશની રાજધાની મોકલવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટ કહે છે કે, તમે વિદેશીઓને ડિપોર્ટ નથી કરી રહ્યા કારણ કે તમને તેમનું સરનામું ખબર નથી. તમે તેમના સરનામાની ચિંતા કેમ કરો છો? એમને એમના દેશમાં પાછા મોકલો. શું તમે કોઈ શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો?
Supreme Court slams Assam government for not deporting persons declared as foreigners.
Supreme Court questions Assam government for keeping persons declared foreigners in detention centres indefinitely. Supreme Court also questions Assam’s claim that deportation was not… pic.twitter.com/OK6ztv140t
— ANI (@ANI) February 4, 2025
આ પણ વાંચો : ગૌ-તસ્કરોના હવે એન્કાઉન્ટર થશે, જેનું દૂધ પીધું તેની હત્યા કરનારા રાક્ષસ જ હોઇ શકે
આર્ટિકલ 21 યાદ અપાવ્યું
સુપ્રિમ કોર્ટે કહ્યું કે જો તમે કોઈને વિદેશી જાહેર કર્યા છે તો તમારે આગળનું પગલું પણ ભરવું જોઈએ. તમે તેમને કાયમ માટે નજરકેદમાં રાખી શકતા નથી. બંધારણનો અનુચ્છેદ 21 આની મંજૂરી આપતું નથી. આસામમાં વિદેશીઓ માટે ઘણા ડિટેન્શન સેન્ટર છે. તમે તેમાંથી કેટલા વિદેશીઓને ડિપોર્ટ કર્યા છે?
2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે
સુપ્રીમ કોર્ટે આસામ સરકારને 2 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 25 મેના રોજ થશે. સુપ્રીમ કોર્ટે સરકારને 2 અઠવાડિયામાં 63 લોકોની દેશનિકાલ પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. કોર્ટે વિદેશ મંત્રાલયને પોતાનો પ્રસ્તાવ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : દિલ્હીના મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ FIR, રમેશ બિધુરીના ભત્રીજા સામે પણ કાર્યવાહી; જાણો બંને પર શું આરોપ છે?