તમને કેવી રીતે ખબર પડી કે ચીને જમીન ઝડપી લીધી? રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
રાહુલ ગાંધીએ 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સૈના પર ટિપ્પણીઓ કરી હતી. તેણે કહ્યું કે, "લોકો ભારત જોડો યાત્રા વિશે શું-શું પૂછશે, પરંતુ ચીની સૈનિકો દ્વારા આપણા સૈનિકોને માર મારવા વિશે એક પણ સવાલ નહીં પૂછે
Advertisement
- કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સુપ્રિમકોર્ટની ફટકાર
- ભારતીય સેના પર ટિપ્પણી કરવા બદલ ફટકાર
- સુપ્રિમકોર્ટે રાહુલ ગાંધીને કર્યા આકરા સવાલ
- તમારે સેના વિશે આવી વાતો ન કરવી જોઈએ?
નવી દિલ્હી: ભારતીય સેના પર ટિપ્પણી કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સીધો સવાલ કર્યો છે કે, "તમને કેવી રીતે ખબર કે ચીને ભારતની જમીન હડપી છે?"

