Delhi Old Vehicles : દિલ્હીમાં 10 વર્ષ જૂના વાહનો અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય
- દિલ્હીમાં 10 વર્ષ જૂના વાહનો અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય
- માલિકો વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી નહીં થાય
- પક્ષો પાસેથી 4 અઠવાડિયાની અંદર જવાબ માગ્યો
Delhi Old Vehicles : દેશની રાજધાની દિલ્હીમાં 10 વર્ષ જુના ડીઝલ વાહનો અને 15 વર્ષ જુના પેટ્રોલ વાહનોના (Delhi Old Vehicles)માલિકો માટે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું કે હાલમાં આ વાહનોના માલિકો વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી નહીં થાય. આ આદેશ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ, જસ્ટિસ વિનોદ કે ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની ખંડપીઠે આપ્યો છે.
કોર્ટે સંબંધિત પક્ષો પાસેથી 4 અઠવાડિયાની અંદર જવાબ માગ્યો
ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું કે આગામી 4 અઠવાડિયા સુધી આવા વાહન માલિકો પર કોઈ દંડ કે કાર્યવાહી કરવામાં આવશે નહીં, માત્ર એટલા માટે કારણ કે તેમની પાસે ડીઝલ વાહન 10 વર્ષ જુના અને પેટ્રોલ વાહન 15 વર્ષ જૂનું છે. કોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી છે અને સંબંધિત પક્ષો પાસેથી 4 અઠવાડિયાની અંદર જવાબ માગ્યો છે. ત્યારબાદ કેસની સુનાવણી કરવામાં આવશે.
આ પણ વાંચો -Rajasthan High court: રખડતા શ્વાનને હટાવવા આદેશ,વિરોધ કર્યો તો..!
વાહન માલિકોએ લીધો રાહતનો શ્વાસ (Delhi Old Vehicles )
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યુંકે પહેલાની ગાડીઓ 40થી 50 વર્ષ સુધી ચાલતી હતી અને આજે પણ ઘણી વિન્ટેજ કાર હાજર છે. તેમને પ્રશ્ન કર્યો કે માત્ર ઉંમરના આધાર પર વાહનને ભંગાર માનવું યોગ્ય નથી. કોર્ટે સંકેત આપ્યો કે આ મુદ્દા પર વધારે વિચાર કરવાની જરૂર છે. ખાસ કરીને ત્યારે જ્યારે વાહનોની સ્થિતિ અને તેમની પ્રદૂષણ સ્તર અલગ અલગ હોય શકે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે જુના વાહનોને લઈને મોટો નિર્ણય લીધો હતો અને આ નીતિને લાગુ કરવા માટે કોર્ટમાં અપીલ કરવાની વાત કહી હતી પણ સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે હાલમાં આ નીતિ લાગુ નહીં થાય. જુની ગાડીઓના માલિકો ઉપર 4 અઠવાડિયા સુધી કોઈ કાર્યવાહી નહીં થાય, જ્યારે કેસની આગામી સુનાવણીમાં કોર્ટનો નિર્ણય આગળની દિશા નક્કી કરશે.
NGTના નિર્ણય પછી વાર્તા શરૂ થઈ (Delhi Old Vehicles )
દિલ્હીમાં હવાની ગુણવત્તા સુધારવા માટે, 2015 માં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને 2018 માં સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું હતું. પરંતુ દિલ્હી સરકારનું કહેવું છે કે નવા ઉત્સર્જન ધોરણ (ભારત સ્ટેજ VI) લાગુ થયા પછી, જૂના વાહનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જરૂરી નથી. સરકારનો દલીલ છે કે આ પ્રતિબંધ મધ્યમ અને નીચલા આવક જૂથના લોકોને સૌથી વધુ અસર કરશે, જેઓ જૂના વાહનો પર આધાર રાખે છે.