ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા દૂર ન કરો'

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો સંબંધિત અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે મતદાન પૂર્ણ થયા પછી EVM માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર શું છે?
06:06 PM Feb 11, 2025 IST | MIHIR PARMAR
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો સંબંધિત અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે મતદાન પૂર્ણ થયા પછી EVM માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર શું છે?
EVM Data Supreme Court

Supreme Court gives big order to Election Commission : સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને EVM ની ચકાસણી સંબંધિત અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની આ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઈવીએમની બર્ન મેમરીની તપાસ કરવા માટે સ્પષ્ટ પ્રોટોકોલ બનાવવાનું કહેવુ જોઈએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું છે કે આ મામલાની સુનાવણી માર્ચના પહેલા સપ્તાહમાં થશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે ચૂંટણી પંચે તાજેતરમાં જ્યાં ચૂંટણી યોજાઈ હતી ત્યાંના EVM ડેટાને ડિલીટ ન કરવો જોઈએ, ન તો તેમાં નવો ડેટા લોડ કરવો જોઈએ.

'અરજીમાં ગયા વર્ષે આપેલા સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણીની જૂની પદ્ધતિને પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત, બધી VVPAT સ્લિપ ગણવાની માંગને પણ નકારી કાઢવામાં આવી હતી. પરંતુ વધુ સારી પારદર્શિતા માટે, કોર્ટે ચૂંટણી પરિણામોની જાહેરાતના 1 અઠવાડિયાની અંદર ઇવીએમની બર્ન મેમરીની તપાસ કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : ભારત તેનું વિશાળ ભાષા મોડેલ અને AI ટેલેન્ટ પૂલ તૈયાર કરી રહ્યું છે : PM Modi

સુપ્રીમ કોર્ટે અગાઉ આ કહ્યું હતું

26 માર્ચ, 2024 ના રોજ આપવામાં આવેલા આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બીજા અથવા ત્રીજા ક્રમના ઉમેદવાર પરિણામ જાહેર થયાના એક અઠવાડિયાની અંદર ફરીથી ચકાસણીની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં, એન્જિનિયરોની ટીમ કોઈપણ 5 માઇક્રો કંટ્રોલરની બર્ન મેમરી તપાસશે. આ તપાસનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે. જો કોઈ ગેરરીતિ સાબિત થશે તો ઉમેદવારને તેના પૈસા પાછા મળશે.

અરજીમાં આ કહેવામાં આવ્યું હતું

ADR ની અરજીમાં જણાવાયું છે કે ચૂંટણી પંચની વર્તમાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ફક્ત EVM અને મોક પોલ્સનું મૂળભૂત ચેકિંગ કરવાની જોગવાઈ કરે છે. આયોગે હજુ સુધી બર્ન મેમરીની તપાસ અંગે પ્રોટોકોલ બનાવ્યો નથી. અરજદારે માગણી કરી છે કે ચૂંટણી પંચને ઇવીએમના ચારેય ભાગો, કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, વીવીપીએટી અને સિમ્બોલ લોડિંગ યુનિટના માઇક્રોકન્ટ્રોલરની તપાસ માટે પ્રોટોકોલ લાગુ કરવા માટે નિર્દેશ આપવામાં આવે.

આ પણ વાંચો :  Telangana બીયર પીનારાઓને મોટો ઝટકો, સરકારે ભાવમાં 15%નો વધારો કર્યો

Tags :
ADRASSOCIATION FOR DEMOCRATIC REFORMSballot papersChief Justice Sanjiv KhannaElection CommissionEVMGujarat Firstimportant decisionJustice Dipankar DuttaMihir ParmarPetitionprotocol for checking the burnt memory of EVMsSupreme CourtSupreme Court gives big order to Election Commissiontransparencyverification of EVMsVVPAT slips
Next Article