Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mamata Banerjee ની રાજીનામું ન આપવાની જીદ પર Suvendu Adhikari નું સામે આવ્યું નિવેદન, જાણો શું કહ્યું ?

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને હરાવ્યા બાદ શુભેન્દુ અધિકારીએ આકરો મિજાજ અપનાવ્યો છે. મમતા બેનર્જીએ હારને કાવતરું ગણાવી રાજીનામું આપવાનો ઇનકાર કરતા શુભેન્દુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે બંધારણમાં બધું જ લખેલું છે અને નિયમો સર્વોપરી છે. ભાજપે મમતાના વલણને બંધારણ વિરોધી ગણાવ્યું છે, જ્યારે ટીએમસીએ મતગણતરીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા છે.
mamata banerjee ની રાજીનામું ન આપવાની જીદ પર suvendu adhikari નું સામે આવ્યું નિવેદન  જાણો શું કહ્યું
Advertisement
  • શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને યાદ અપાવ્યું ભારતનું બંધારણ!
  • ભવાનીપુરમાં મમતાને હરાવ્યા બાદ શુભેન્દુનો પહેલો મોટો પ્રહાર
  • "રાજીનામું નહીં આપું" ના નિવેદન પર શુભેન્દુની ધારદાર પ્રતિક્રિયા
  • બંધારણીય નિયમો મુજબ પગલાં લેવા ભાજપની મક્કમ માંગ
  • શહેઝાદ પૂનાવાલાએ મમતાના વલણને ગણાવ્યું 'બંધારણીય ઈશનિંદા'

પશ્ચિમ બંગાળના રાજકીય રણમેદાનમાં મમતા બેનર્જીને તેમની જ હોમ ટર્ફ ભવાનીપુર પર ધૂળ ચટાડ્યા બાદ શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari vs Mamata) હવે પૂરેપૂરા આક્રમક મૂડમાં છે. રાજ્યમાં ભાજપની જીત અને ટીએમસીની હાર છતાં મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કરતા શુભેન્દુએ તેમને બંધારણનું પાલન કરવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.

શુભેન્દુનો ધારદાર પલટવાર

જ્યારે પત્રકારોએ મમતા બેનર્જીના 'હું રાજીનામું નહીં આપું' તેવા નિવેદન અંગે શુભેન્દુ અધિકારીને પૂછ્યું, ત્યારે તેમણે ટૂંકા અને સચોટ શબ્દોમાં કહ્યું કે, "બંધારણ (Constitution of India) માં બધું જ લખેલું છે, મારે વધુ બોલવાની જરૂર નથી." તેમનો ઈશારો સ્પષ્ટ હતો કે લોકશાહીમાં જનાદેશનું અપમાન કરીને કોઈ સત્તા પર ટકી શકતું નથી.

Advertisement

Advertisement

ભાજપે કહ્યું- આ 'બંધારણીય ઈશનિંદા' છે

મમતા બેનર્જીએ હારને કાવતરું ગણાવી રાજભવન જવાનો ઇનકાર કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ (Shehzad Poonawalla) પણ મોરચો સંભાળ્યો છે. તેમણે કહ્યું કે, "મમતા બેનર્જી હિંસા દ્વારા બંધારણીય સિસ્ટમને 'શોર્ટ-સર્કિટ' કરવા માંગે છે. આ લોકશાહી પર હુમલો અને આંબેડકર વિરોધી માનસિકતા છે."

ટીએમસીનો 'ચોરી'નો આરોપ અને બચાવ

બીજી તરફ, મમતા બેનર્જીના બચાવમાં ઉતરેલા સાંસદ કલ્યાણ બેનર્જીએ ગંભીર આક્ષેપ કર્યો કે મતગણતરીમાં 'ચોરી' (Manipulation in Counting) થઈ છે. તેમણે CISF અને CRPF પર એજન્ટોને બહાર કાઢવાનો અને લોકશાહીને લૂંટવાનો આરોપ લગાવ્યો. જોકે, શુભેન્દુ અને ભાજપના નેતાઓએ આ આરોપોને હારની હતાશા ગણાવી ફગાવી દીધા છે. મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે રસ્તા પર ઉતરીને આંદોલન કરશે, પરંતુ શુભેન્દુ અધિકારીના મતે હવે બંગાળમાં કાયદાનું શાસન ચાલશે.

આ પણ વાંચો : મમતા બેનર્જી રાજીનામું નહીં આપે તો શું થશે? જાણો કેવી રીતે બનશે ભાજપના નવા મુખ્યમંત્રી!

Tags :
Advertisement

.

×