Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Avimukteshwaranand Saraswatiની મુશ્કેલી વધી, સગીર પીડિતાઓ પર દુષ્કર્મ થયાની પુષ્ટિ!

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામેના આરોપો હવે માત્ર આક્ષેપો નથી રહ્યા, પરંતુ મેડિકલ પુરાવાઓએ તેને સચોટ દિશા આપી છે. સગીરોના જાતીય શોષણની પુષ્ટિ અને ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલા ડિજિટલ પુરાવાઓએ સંત સમાજમાં ખળભળાટ મચાવ્યો છે. કરોડોના કૌભાંડ અને VIP લોકોની સંડોવણીના દાવાઓ વચ્ચે હવે હાઈકોર્ટનો આવતીકાલનો નિર્ણય સ્વામીનું ભવિષ્ય નક્કી કરશે
avimukteshwaranand saraswatiની મુશ્કેલી વધી  સગીર પીડિતાઓ પર દુષ્કર્મ થયાની પુષ્ટિ
Advertisement
  • તબીબી તપાસમાં બંને સગીર પીડિતાઓ પર દુષ્કર્મ થયાની પુષ્ટિ (Avimukteshwaranand Saraswati Medical Report)
  • ફરિયાદી પાસે લેપટોપમાં શોષણના વીડિયો-ફોટા હોવાનો વિસ્ફોટક દાવો
  • 20 જેટલા પીડિતો અને કરોડોના આર્થિક કૌભાંડનો પણ આક્ષેપ
  • ધરપકડથી બચવા અલ્હાબાદ હાઈકોર્ટમાં કરી આગોતરા જામીન અરજી

સગીર વિદ્યાર્થિનીઓના જાતીય શોષણના આરોપમાં ઘેરાયેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી (Swami Avimukteshwaranand Saraswati) ની કાયદાકીય મુશ્કેલીઓ હવે ચરમસીમાએ પહોંચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર  પોલીસ તપાસ (Police Investigation) માં થયેલા મોટા ખુલાસા મુજબ, મેડિકલ તપાસમાં બંને સગીર પીડિતાઓ પર દુષ્કર્મ થયો હોવાની પુષ્ટિ મળી છે. આ ગંભીર પુરાવા બાદ હવે શંકરાચાર્યની ધરપકડની શક્યતાઓ પ્રબળ બની છે.

Avimukteshwaranand Saraswati Medical Report: રિર્પોટમાં થયા ખુલાસા

બુધવારે પોલીસે બંને સગીર પીડિતાઓની તબીબી તપાસ કરાવી હતી. તપાસ સાથે સંકળાયેલા સૂત્રો અને ફરિયાદી આશુતોષ બ્રહ્મચારી (Ashutosh Brahmachari) ના જણાવ્યા મુજબ, રિપોર્ટમાં જાતીય શોષણના સ્પષ્ટ સંકેતો મળી આવ્યા છે. પોલીસે આ રિપોર્ટને કેસ ડાયરી (Case Diary) માં મહત્વના પુરાવા તરીકે સામેલ કરી તપાસ તેજ બનાવી છે.

Advertisement

Advertisement

અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી

ધરપકડના ભય વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) માં આગોતરા જામીન (Anticipatory Bail) માટે અરજી કરી છે.

સુનાવણી: આવતીકાલે જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિંહા (Justice Jitendra Kumar Sinha) ની સિંગલ બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

પોલીસ એક્શન: જો હાઈકોર્ટ રાહત નહીં આપે, તો પોલીસ ગમે ત્યારે કસ્ટડીમાં લઈ શકે છે.

લેપટોપમાં પુરાવા અને કરોડોના કૌભાંડનો આક્ષેપ

ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીએ મીડિયા સમક્ષ ચોંકાવનારો દાવો કર્યો છે કે તેમની પાસે લેપટોપમાં જાતીય શોષણના ફોટા અને વીડિયો સહિતના પુરાવા છે.

પીડિતોમાં અંદાજે 20 જેટલા છોકરાઓ અને મહિલાઓ સામેલ છે.

આશ્રમમાં સ્વિમિંગ પૂલ જેવી વ્યવસ્થાઓ દ્વારા પુરાવા નાશ કરવાનો પ્રયાસ થયો છે.

આશ્રમમાં અંદાજે 3 થી 4 કરોડ રૂપિયાના નાણાકીય કૌભાંડ (Financial Scam) ના પણ આક્ષેપ છે.

આ કેસમાં કેટલાક VIP અને રાજકીય નેતાઓની સંડોવણી હોવાનો પણ દાવો કરાયો છે.

POCSO હેઠળ નોંધાયો છે ગુનો

પ્રયાગરાજના ઝુંસી પોલીસ સ્ટેશન (Jhusi Police Station) માં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુંદાનંદ ગિરી (Mukundanand Giri) વિરુદ્ધ પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ કેસ નોંધાયેલો છે. પોલીસ અત્યારે અન્ય શંકાસ્પદોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં શાહડોલમાં ઓનલાઇન ગેમિંગના દેવાથી કંટાળેલા પિતાએ પરિવાર સાથે ઝેર ગટગટાવ્યું,પિતા-પુત્રીનું મોત

Tags :
Advertisement

.

×