Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"North Indian ટેબલ સાફ કરનારા-પાણીપુરી વેચનારા": તમિલનાડુના મંત્રીનો વાણીવિલાસ

Controversial Statement On North Indian :તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા મંત્રી એમ. આર. કે. પનીરસેલ્વમે ઉત્તર ભારતીય શ્રમિકોને 'પાણીપુરી વેચનારા અને ટેબલ સાફ કરનારા' કહી મોટો વિવાદ છેડ્યો છે. તેમણે હિંદી વિરુદ્ધ અંગ્રેજી ભાષાના જ્ઞાનની સરખામણી કરી ઉત્તર ભારતીયોનું અપમાન કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ નિવેદનને પગલે રાજકીય હોબાળો મચ્યો છે અને વિપક્ષોએ આને દેશની એકતા પર પ્રહાર ગણાવ્યો છે
 north indian ટેબલ સાફ કરનારા પાણીપુરી વેચનારા   તમિલનાડુના મંત્રીનો વાણીવિલાસ
Advertisement

.  ડીએમકે મંત્રી પનીરસેલ્વમે ઉત્તર ભારતીયો પર કટાક્ષ
.  ઉત્તર ભારતીયો હિંદીને કારણે મજૂરીકામ સુધી સીમિત: પનીરસેલ્વમ
.  તમિલનાડુના બાળકો અંગ્રેજી જાણતા હોવાથી વિદેશમાં કરોડો કમાય છે: પનીરસેલ્વમ

Controversial Statement On North Indian : તમિલનાડુ (Tamilnadu) માં આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી (Tamil Nadu Assembly elections) પહેલા ડીએમકે (DMK) ની સરકારમાં કૃષિ મંત્રી એમ. આર. કે. પનીરસેલ્વમે એક મોટો બખેડો ઉભો કર્યો છે. કૃષિ મંત્રી એમઆરકે પનીરસેલ્વમે (M R K Panneerselvam) ઉત્તર ભારતના રાજ્યોના પ્રવાસી શ્રમિકો (North Indian migrants) ને લઈને વાંધાજનક નિવેદનબાજી કરી છે. ચૂંટણી પહેલા આવા પ્રકારની નિવેદનબાજીને લઈને તમિલનાડુમાં હિંદી (Hindi) વિરુદ્ધ પ્રાદેશિક ભાષાની ચર્ચા ફરીથી શરૂ થઈ ચુકી છે.

Advertisement

પનીરસેલ્વમે એક જાહેર કાર્યક્રમમાં બોલતા કહ્યુ હતુ કે ઉત્તર ભારતના લોકો માત્ર હિંદી શીખે છે અને દક્ષિણ ભારતમાં આવીને પાણીપુરી વેચે છે. પનીરસેલ્વમે કહ્યુ કે ઉત્તરના લોકો તમિલનાડુમાં ટેબલ સાફ કરવા આવી રહ્યા છે. તેઓ અહીં મજૂરી, પાણીપુરી વેચવા આવે છે, કારણ કે તેમણે માત્ર હિંદી શીખી છે. તેનાથી વિપરીત આપણા બાળકો વિદેશ જાય છે, કારણ કે આપણે બે ભાષા-નીતિનું પાલન કરીએ છીએ અને આપણે અંગ્રેજી સારી રીતે શીખી છે. તે વિદેશ જઈ રહ્યા છે અને તેમને કરોડો કમાવવાનો અવસર મળે છે, અમેરિકા, લંડનમાં..

Advertisement

આ પણ વાંચો : MK Stalin Hindi Statement : તમિલનાડુના CM એમકે સ્ટાલિને હિન્દી ભાષાને લઇને આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

ડેમેજ કંટ્રોલની કોશિશ

ડીએમકેએ ડેમેજ કંટ્રોલની કોશિસ કરી છે. લોકસભા સાંસદ ટી. આર. બાલૂએ દાવો કર્યો છે કે મંત્રીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે અને કહ્યુ કે ઉત્તર ભારતીયો વિરુદ્ધ કંઈપણ અપમાનજનક કહેવાનો ઈરાદો ન હતો. તેની સાથે જ તેમણે રાજ્ય પર હિંદી થોપવાનો પણ વિરોધ કર્યો.

હંગામો સર્જાયો

જો કે પનીરસેલ્વમની આ ટીપ્પણીની વિપક્ષી દળોએ આકરી ટીકા કરી છે. કૉંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યુ છે કે તમિલનાડુની ઈકોનોમી ઘણી હદે અન્ય રાજ્યોના પ્રવાસી મજૂરો પર નિર્ભર કરે છે અને આવા મજૂરોનું રાજ્યમાં સંપૂર્ણ સ્વાગત છે. તેમણે આ ટીપ્પણીઓને બિનજવાબદાર ગણાવી. સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે આ નિવેદનને ઉત્તર ભારતીયોનું અપમાન ગણાવ્યું છે.

જેડીયુના સાંસદ સંજય ઝાએ પણ વિરોધ કરતા કહ્યુ છે કે ઉત્તરીય રાજ્યોના લોકોએ દેશભરમાં જ્યાં પણ કામ કર્યું છે, ત્યાં આર્થિક વિકાસમાં મજબૂત યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો : Tamilnadu વિધાનસભામાં રાષ્ટ્રગાનનું અપમાન, ભાષણ આપ્યા વગર રાજ્યપાલે કર્યો વૉકઆઉટ!

Tags :
Advertisement

.

×