Tahawwur Rana પરિવાર સાથે કરી શકશે વાત, કોર્ટે રાખી આ શરત
- આરોપી તહવ્વુપ રાણાને કોર્ટ આપી રાહત
- કોર્ટે પરિવાર સાથે વાત કરવાની આપી અનુમતિ
- માત્ર એક પરિવાર સાથે વાત કરી શકશે
Tahawwur Rana : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે 26/11 મુંબઇ આતંકી હુમલાનો આરોપી તહવ્વુપ રાણાને (Tahawwur Rana)પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરવાની અનુમતિ આપી છે. સ્પેશિયલ જજ જસ્ટિસ ચંદરજીતસિંહે આતંકી રાણીને એક દ વાર ફોન કોલ કરવાની છૂટ આપી છે. તેઓ માત્ર એક જ વાર પરિવાર સાથે વાત કરી શકશે.
પરિવાર સાથે કરી શકશે વાત
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court)સોમવારે 26/11 મુંબઇ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરવાની પરવાનગી આપી છે. સાથે જ જજે કહ્યું કે આ કોલ જેલ મેન્યુઅલના અનુસાર થશે અને તિહાડ જેલ (Tihar Jail)પ્રશાસનની દેખરેખમાં જ થશે.અદાલતે તહવ્વુર રાણાના સ્વાસ્થ્યની રિપોર્ટ માગી છે. જે સોમવારથી 10 દિવસની અંદર જમા કરાવવા પડશે. આ સાથે જ જેલ પ્રશાસને એ પણ સ્પષ્ટ કરવુ પડશે શું રાણાને નિયમિત ફોન કોલની અનુમતિ આપવી જોઇએ કે નહી. આ અંગે જોડાયેલા સ્પષ્ટીકરણ કોર્ટને રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
Delhi’s Patiala House Court has granted 26/11 Mumbai Terror attack accused Tahawwur Rana permission to make a single phone call to his family for the time being. The call will be strictly conducted in accordance with jail regulations and under the supervision of a senior official…
— ANI (@ANI) June 9, 2025
આ પણ વાંચો -Indore Sonam Case : આ છે "રાજ" જેની માટે બેવફા સોનમે પતિ "રાજા"નું કાસળ કાઢ્યું !
કોણ છે તહવ્વુર રાણા ?
તહવ્વુર રાણા એક પાકિસ્તાની-કેનેડિયન નાગરિક છે જે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલામાં કથિત રીતે સામેલ હતો. રાણાએ હુમલાખોરોને નાણાકીય અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી હતી અને હુમલાનું કાવતરું ઘડવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.તે પહેલા અમેરિકામાં રહેતો હતો અને 2011 માં તેની ધરપકડ કરવામાં આવી હતી.તેને આતંકવાદીઓને આશ્રય આપવા અને તેમને સંસાધનો પૂરા પાડવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.રાણાનું નામ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલું છે.તહવ્વુર રાણાની સાથે લશ્કર એ તૈયબા, હરકત અલ જિહાદી ઇસ્લામી જેવા ટેરર સંગઠનોના ઘણા અન્ય પાકિસ્તાની સહયોગીઓ સાથે મળીને હુમલાનું ષડયંત્ર રચ્યુ હતું.
આ પણ વાંચો -DGMO Rajiv Ghai : લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને મળ્યું પ્રમોશન,મળી આ મોટી જવાબદારી
ભારતીય તપાસ એજન્સીઓ માટે આ એક મોટી સફળતા
ઉલ્લેખનીય છે કે તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરોમાંનો એક છે. ભારતીય એજન્સીઓ અનુસાર, રાણાએ પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરી હતી. હેડલી પહેલાથી જ અમેરિકામાં સજા કાપી રહ્યો છે અને તેણે તપાસમાં રાણાની ભૂમિકાની પુષ્ટિ કરી હતી. ભારત લાંબા સમયથી રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું.
26-11-2008એ શું થયુ હતું ?
આ દિવસે મુંબઇની તાજ હોટલમાં થયેલા હુમલાને આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના 10 આતંકીઓએ અંજામ આપ્યો હતો. જેમાં 166 નિર્દોષો મોતને ભેટ્યા હતા. 26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવા માટે 200 NSG કમાન્ડો અને 50 આર્મી કમાન્ડોને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. આ સિવાય સેનાની પાંચ ટુકડીઓ પણ ત્યાં તૈનાત કરવામાં આવી હતી. હુમલા દરમિયાન નેવીને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી.