Tamil Nadu: તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન, અમિત શાહે કરી જાહેરાત
- તમિલનાડુના રાજકારણમાં મોટો ફેરફાર
- ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન
- અમિત શાહે કરી માટી જાહેરાત
Tamil Nadu Politics: તમિલનાડુમાં વિધાનસભા (Tamil Nadu Politics)ચૂંટણી પહેલા ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ સાથે આજે અમિત શાહ અને પલાનીસ્વામી વચ્ચે બેઠક યોજાઈ હતી, જે દરમિયાન ગઠબંધનનો માર્ગ મોકળો થયો છે. અમિત શાહે કહ્યું કે આજે AIADMK અને BJP ના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે AIADMK, BJP અને તમામ પક્ષો આગામી તમિલનાડુની ચૂંટણી સાથે મળીને લડશે. આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે પીએમ મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સ્તરે AIADMK નેતા પલાનીસ્વામીના નેતૃત્વમાં લડવામાં આવશે.
અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે કહ્યું કે મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં NDA પ્રચંડ વિજય મેળવશે અને ફરી એકવાર તમિલનાડુમાં NDA સરકાર બનશે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને EPS ના નેતૃત્વમાં અહીં વિધાનસભા ચૂંટણી લડીશું અને જીતીશું પણ.
In Tamil Nadu, the DMK party is bringing up topics such as Sanatan Dharma, the free language policy and similar matters, primarily to distract people from core issues. However, in the upcoming elections, the people of Tamil Nadu are expected to focus on key concerns such as the… pic.twitter.com/W2wOuzeefu
— BJP (@BJP4India) April 11, 2025
આ પણ વાંચો -Bihar: પટણામાં કોંગ્રેસની પદયાત્રામાં બબાલ, કન્હૈયા કુમારની પોલીસે કરી અટકાયત
અમે સાથે મળીને સરકાર બનાવીશું :અમિત શાહ
અમિત શાહે (Amit Shah) પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે AIADMK NDA ગઠબંધનનો એક ભાગ છે, અમે સાથે મળીને સરકાર બનાવીશું. ચૂંટણી જીત્યા પછી, ભાજપ સરકારમાં જોડાવાનો નિર્ણય લેશે. મંત્રીઓની સંખ્યા અને બેઠકો યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે AIADMK ની કોઈ માંગણી નથી. અમારો AIADMK ના આંતરિક મામલામાં કોઈ હસ્તક્ષેપ નથી. AIADMKનું NDAમાં આવવું બંને (AIADMK અને BJP) માટે ઉપયોગી છે.
AIADMK joins NDA for assembly elections! Good move 👏🏻
This could be a game changer in Tamil Nadu politics! pic.twitter.com/m5kmYsu3Q1
— Shilpa (@shilpa_cn) April 11, 2025
આ પણ વાંચો -Bihar: પટણામાં કોંગ્રેસની પદયાત્રામાં બબાલ, કન્હૈયા કુમારની પોલીસે કરી અટકાયત
ડીએમકે મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે
શાહે ડીએમકે પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ડીએમકે જાણી જોઈને સનાતન ધર્મ અને ભાષા જેવા મુદ્દાઓ ઉઠાવી રહી છે જેથી તે લોકોનું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓ પરથી હટાવી શકે. તેમણે કહ્યું કે તમિલનાડુની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો ભ્રષ્ટાચાર હશે, અને લોકો આ વખતે વિકાસ અને પારદર્શિતા પસંદ કરશે. અટલ બિહારી વાજપેયી અને જયલલિતાના સમયમાં અસ્તિત્વમાં રહેલા ગઠબંધનને યાદ કરતાં તેમણે કહ્યું કે ભાજપ અને એઆઈએડીએમકેએ ભૂતકાળમાં પણ સાથે મળીને મોટી સફળતા મેળવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે પણ લોકો NDAને બહુમતી આપશે.
તમિલનાડુના લોકો આપણને ક્યારેય માફ નહીં કરે.
આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને લઈને અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે અને ડીએમકે સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. શાહે કહ્યું કે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની સરકારે અત્યાર સુધીમાં લગભગ 39,000 કરોડ રૂપિયાના કૌભાંડો કર્યા છે, જેમાંથી દારૂ કૌભાંડ અને મનરેગા કૌભાંડ મુખ્ય છે. અમે ડીએમકે સરકારના કૌભાંડોનો પર્દાફાશ કરીશું. તમિલનાડુના લોકો આ ભ્રષ્ટાચાર માટે સ્ટાલિન અને ઉદયનિધિને ક્યારેય માફ નહીં કરે.