તમિલનાડુના રાજકારણમાં નવી ઉથલપાથલ! CM Vijay ની સરકાર સામે હોર્સ-ટ્રેડિંગના ગંભીર આરોપ
- તમિલનાડુમાં રાજકીય ભૂકંપ! CM Vijay ની સરકાર સામે PIL
- વિશ્વાસ મત પર વિવાદ, CM Vijay ની સરકાર મુશ્કેલીમાં
- હોર્સ-ટ્રેડિંગના આરોપો, CBI તપાસની માંગ
તમિલનાડુ (Tamil Nadu)ના મુખ્યમંત્રી (Chief Minister) વિજય (CM Vijay) માટે રાજકીય મુશ્કેલીઓ (Political Trouble) વધતી દેખાઈ રહી છે. રાજ્યમાં વિશ્વાસ મત (Trust Vote) જીત્યા બાદ હવે આ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં જાહેર હિતની અરજી (Public Interest Litigation - PIL) દાખલ થતાં મામલો વધુ ગરમાયો છે.
PIL અને CBI તપાસની માંગ
ચેન્નાઈ (Chennai)ના રહેવાસી કે.કે. રમેશે દાખલ કરેલી PIL માં વિશ્વાસ મત દરમિયાન કથિત હોર્સ-ટ્રેડિંગ (Horse-Trading) અને ભ્રષ્ટાચાર (Corruption)ની CBI તપાસ (CBI Investigation) કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં ભારત સંઘ (Union of India), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation - CBI) અને તમિલનાડુ સરકારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજદારનું કહેવું છે કે ચૂંટણી બાદ સૌથી મોટો પક્ષ બન્યા છતાં TVK પાસે સ્પષ્ટ બહુમતી (Clear Majority) નહોતી, છતાં સરકાર રચવામાં આવી.
આ પણ વાંચો : Poliics of Tamilnadu: સીધા સ્ટાલિનને મળવા પહોંચ્યા CM વિજય! DMK પ્રમુખને ભેંટયા
ફ્લોર ટેસ્ટ પર સવાલ
અરજીમાં આરોપ મૂકાયો છે કે, વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ (Floor Test) પારદર્શક અને લોકશાહી રીતે કરવામાં આવ્યો નહોતો. તેમાં ધારાસભ્યો (MLAs)ને નાણાકીય લાભ (Financial Benefits) આપીને મતદાન પ્રભાવિત કરાયું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને AIADMKના લગભગ 25 ધારાસભ્યોએ પાર્ટી વ્હિપ (Party Whip)નું ઉલ્લંઘન કરીને TVKને ટેકો આપ્યો હતો. અરજદારે આ સમગ્ર પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવી વિધાનસભા ભંગ (Assembly Dissolution) અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે.
ચૂંટણી પરિણામ અને સરકાર રચના - CM Vijay
4 મેના રોજ જાહેર થયેલા તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Assembly Elections)ના પરિણામોમાં TVKએ પ્રથમ વખત ચૂંટણી લડીને 108 બેઠકો જીતતા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ (Congress), VCK અને ડાબેરી પક્ષોએ ટેકો આપતા વિજય મુખ્યમંત્રી બન્યા.
બહુમતી મેળવવાની પ્રક્રિયા
વિશ્વાસ મત દરમિયાન થયેલા રાજકીય ફેરફારોને કારણે TVK ગઠબંધન 144 બેઠકો સુધી પહોંચ્યું. AIADMKમાં પડેલા આંતરિક વિભાજન (Internal Split) અને ધારાસભ્યોના સમર્થન બદલવાથી આ સંખ્યા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ.
રાજકીય અને કાનૂની અસર
આ સમગ્ર મામલો હવે કાનૂની (Legal) અને રાજકીય બંને સ્તરે મહત્વપૂર્ણ બની ગયો છે. જો સુપ્રીમ કોર્ટ આ મામલે ગંભીર નોંધ લે છે, તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન (President’s Rule) લાગુ કરવાની શક્યતા પણ ઉભી થઈ શકે છે. હાલ, આ કેસ તમિલનાડુની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપી રહ્યો છે.
આ પણ વાંચો : TVK : સિનેમાથી સત્તા સુધી, અભિનેતા વિજય બનશે તમિલનાડુના મુખ્યમંત્રી


