"સનાતને મિટાવવા નીકળેલા સ્ટાલિન (M. K. Stalin) ને તમિલનાડુએ નષ્ટ કર્યા"
. મનોજ તિવારીએ સ્ટાલિન અને તેમના પુત્ર ઉદયનિધિના સનાતન વિરોધી નિવેદનોને તેમની હારનું મુખ્ય કારણ ગણાવ્યું
. અભિનેતા થલાપતિ વિજયની પાર્ટી TVK 101થી વધુ બેઠકો પર સરસાઈ મેળવીને સૌથી મોટી પાર્ટી બની રહી છે
. સત્તાધારી ડીએમકે માત્ર 50 બેઠકો પર સમેટાઈ રહી છે, જ્યારે AIADMK 73 બેઠકો સાથે બીજા ક્રમે છે
Manoj Tiwari On MK Stalin: તમિલનાડુ (Tamilnadu) ની રાજનીતિમાં ભૂકંપની સ્થિતિ છે. નવી પાર્ટી ટીવીકે (TVK) ની આંધીમાં ડીએમકે (DMK) અને કોંગ્રેસ (Congress) ગઠબંધન હારતા દેખાઈ રહ્યા છે. તમિલનાડુના ટ્રેન્ડ્સમાં ટીવીકે 100 બેઠકો પર આગળ ચાલી રહી છે.
જ્યારે એઆઈએડીએમકે (AIADMK) બીજા સ્થાન પર છે. તમિલનાડુમાં ડીએમકેની હાલત પર ભાજપના સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari) એ મોટો વાકપ્રહાર કરતા આને જૂના નિવેદનો સાથે સાંકળીને કહ્યુ છે કે તમિલનાડુએ તેમને (સ્ટાલિન)ને નષ્ટ કરી દીધા છે.
મનોજ તિવારી (Manoj Tiwari) નો મોટો રાજકીય હુમલો
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના વલણોથી ત્યાં ચિત્ર સ્પષ્ટ થયું છે. એક ટીવી ચેનલ પર ભાજપના સાંસદ મનોજ તિવારીએ સ્ટાલિન પર મોટો રાજકીય હુમલો કરતા કહ્યુ છે કે તે સનાતનને નષ્ટ કરવા નીકળ્યા હતા. પરંતુ તમિલનાડુએ તેમને નષ્ટ કરી દીધા છે. તે લાકો મહિલાઓને અપમાનિત કરી રહ્યા હતા, પરંતુ તમિલનાડુની જનતાએ તેમનું શું કર્યું છે?
આ પણ વાંચો : Bengal માં રાહુલ ગાંધીના બંને હાથમાં લાડુ!: મમતા જીતે કે ભાજપ, કૉંગ્રેસ માટે ગુડ ન્યૂઝ
સ્ટાલિને નારી શક્તિ વંદન અધિનિયમનો વિરોધ કર્યો હતો
લોકસભા (Loksabha) માં નારી શક્તિ વંદન (Nari Shakti Vandan) અધિનિયમનો સ્ટલિન (M. K.Stalin) ની પાર્ટી ડીએમકેએ વિરોધ કર્યો હતો. લોકસભામાં બિલ પારીત નહીં થયા બાદ સ્ટાલિને ખુદ પાર્ટી મુખ્યાલયમાં આતશબાજી કરી હતી. લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને સફળતા મળ્યા બાદ તેમને આશા હતી કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તેમની વાપસી થશે. પરંતુ પરિણામોના ટ્રેન્ડ્સે સૌને ચોંકાવ્યા છે.
TVK બની રહી છે સૌથી મોટી પાર્ટી
એક્ટર થલાપતિ વિજયની પાર્ટી ટીવીકેએ ત્યાં કમાલ કર્યો છે. ટીવીકેએ 101થી વધુ બેઠકો પર બઢત પ્રાપ્ત કરી લીધી છે. ડીએમકેને ટીવીકેએ સૌથી વધુ નુકશાન પહોંચાડયું હોવાનું ટ્રેન્ડ્સમાંથી ઉજાગર થઈ રહ્યું છે. ડીએમકે મતાર્ 50 બેઠકો પર આગળ ચાલી રહી છે. ત્યારે એઆઈએડીએમકે 73 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સ્થિતિ ગત વખતની સરખામણીએ વધારે સારી છે.
#WATCH | Tamil Nadu Elections 2026 | TVK workers distribute sweets outside the party HQ in Chennai, as the party continues its lead in the state and is poised to emerge as the single-largest party.
It is currently leading in 108 seats of the total 234 in the state. pic.twitter.com/SQjeURyl6z
— ANI (@ANI) May 4, 2026
આ પણ વાંચો : 4 મે ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ હશે, BJP - Congress ની રાજનીતિ બદલાશે
સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ (Udaynidhi) નું વિવાદીત નિવેદન
વિધાનસભા ચૂંટણી પહેલા ડીએમકેના ઘણાં નેતાઓએ સનાતન વિરોધી નિવેદનબાજી કરી હતી. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલિરિયા સાથે કરી હતી. તેની સાથે જ કહ્યુ હતુ કે આનો માત્ર વિરોધ ન થવો જોઈએ, પરંતુ તેને મિટાવી દેવું જોઈએ.
મહત્ત્વપૂર્ણ છે કે તમિલનાડુનું વલણ હવે સૌની સામે છે. ચૂંટણી દરમિયાન ત્યાંની જમીની સ્થિતિ કંઈક બીજી રહી છે. પરંતુ ભાજપ આ વિવાદીત નિવેદનોને હારનું કારણ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો : "બધાં હિંદુ PM મોદીના પક્ષમાં એકજૂટ": Bengal ના ટ્રેન્ડ્સ પર સુવેંદુ અધિકારીની પ્રતિક્રિયા


