Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

થલાપતિ વિજય બનશે તમિલનાડુના નવા CM! જાણો ક્યારે છે શપથ ગ્રહણ સમારોહ

તમિલનાડુમાં 60 વર્ષના દ્રવિડિયન શાસનનો અંત આવવાના સંકેતો મળી રહ્યા છે. વિજયની પાર્ટી TVK 108 બેઠકો જીતીને સત્તાના ઉંબરે ઉભી છે, જ્યારે એમ.કે. સ્ટાલિને હાર સ્વીકારી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. શું વિજય અન્ય પક્ષોના ટેકાથી જાદુઈ આંકડો પાર કરી શકશે?
થલાપતિ વિજય બનશે તમિલનાડુના નવા cm  જાણો ક્યારે છે શપથ ગ્રહણ સમારોહ
Advertisement
  • એમ.કે. સ્ટાલિને રાજ્યપાલને રાજીનામું સોંપ્યું, કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે (Vijay TVK Victory)
  • વિજયની TVK પાર્ટી 108 બેઠકો સાથે વિધાનસભામાં સૌથી મોટો પક્ષ બની
  • જાદુઈ આંકડા 118થી માત્ર 10 બેઠક દૂર, વિજયે રાજ્યપાલ પાસે માંગ્યો સમય
  • કોંગ્રેસ અને AIADMK સાથે ગઠબંધનની અટકળો વચ્ચે TVKની મહત્વની બેઠક

તમિલનાડુના રાજકારણમાં (Tamil Nadu Politics) આજે એક નવો સૂર્યોદય થયો છે. દાયકાઓ જૂના દ્રવિડિયન પક્ષોના શાસનને પડકારીને સુપરસ્ટાર વિજયની (Vijay) પાર્ટી ટીવીકેએ (TVK - Tamilaga Vettri Kazhagam) વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ દેખાવ કર્યો છે. આ હાર બાદ વર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને (M.K. Stalin) રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને (Rajendra Vishwanath Arlekar) પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાજ્યપાલે નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી સ્ટાલિનને કાર્યકારી મુખ્યમંત્રી (Caretaker CM) તરીકે પદ સંભાળવા વિનંતી કરી છે.

Vijay TVK Victory : ચૂંટણીના આંકડા અને વિજયનો દાવો

તમિલનાડુ વિધાનસભાની કુલ 234 બેઠકો (234 Assembly Seats) પૈકી સત્તાધારી ડીએમકે (DMK) માત્ર 59 બેઠકો પર સમેટાઈ ગઈ છે. બીજી તરફ, વિજયની ટીવીકેએ 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. બહુમતી માટે 118ના જાદુઈ આંકડાથી TVK માત્ર 10 બેઠક દૂર છે. વિજયે રાજ્યપાલને ઈમેલ મોકલી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે સમય માંગ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 108 ધારાસભ્યોના સમર્થન સાથે તેઓ વિધાનસભામાં બહુમતી સાબિત કરી શકશે.

Advertisement

Advertisement

વૈચારિક નેતાઓને પુષ્પાંજલિ અને ભાવિ વ્યૂહરચના

સરકાર રચવાની પ્રક્રિયા વચ્ચે વિજયે ટીવીકે મુખ્યાલય ખાતે નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અગાઉ તેમણે પેરિયાર (Periyar), બી.આર. આંબેડકર (B.R. Ambedkar), કે. કામરાજ અને વેલુ નાચિયાર જેવા પક્ષના આદર્શ નેતાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બેઠકમાં ધારાસભ્યોએ વિજયને વિજય પ્રમાણપત્રો સોંપ્યા હતા અને વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

ગઠબંધનની અટકળો અને સમર્થન

ટીવીકે બહુમતીથી થોડી દૂર હોવાથી હવે ગઠબંધનના સમીકરણો (Coalition Dynamics) તેજ બન્યા છે. ૫ બેઠકો જીતનાર કોંગ્રેસ (Congress) અને ૪૭ બેઠકો મેળવનાર એઆઈએડીએમકે (AIADMK) પણ વિજયની પાર્ટીના સંપર્કમાં હોવાના સંકેતો મળી રહ્યા છે. વિજયે પોતે ચેન્નાઈની પેરામ્બુર અને ત્રિચી પૂર્વ એમ બંને બેઠકો પર ભવ્ય જીત નોંધાવી છે, જે તેમની વધતી જતી લોકપ્રિયતાનો પુરાવો છે.

આ પણ વાંચો:  બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનું મોટું નિવેદન, 'હું રાજીનામું નહીં આપું, અમારી બેઠકો EC એ ચોરી છે!'

Tags :
Advertisement

.

×