Tamil Nadu Election: વિજયના ઉમેદવારે મંત્રીના મોંઢામાંથી છીનવી જીત, શ્રીનિવાસ સેતુપતિ માત્ર 1 વોટથી હાંસિલ કર્યો વિજય
- Tamil Nadu Election: તમિલનાડુમાં 'થલપતિ' વિજયની પાર્ટીનો ભવ્ય વિજય
- TVK એ પહેલી જ ચૂંટણીમાં 108 બેઠકો જીતી ઈતિહાસ રચ્યો
- તિરુપત્તુરમાં મંત્રીની હાર, માત્ર 1 મતના માર્જિનથી પરાજય
- મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની કોલાથુર બેઠક પર હાર
Tamil Nadu Election: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના (Tamil Nadu Assembly Election) સોમવારે જાહેર થયેલા પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર વિજયની પાર્ટી, તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK), ચૂંટણી મેદાનમાં એવી એન્ટ્રી કરી કે સત્તાધારી પક્ષોના સૂપડા સાફ થઈ ગયા છે. TVK એ 234 બેઠકોમાંથી 108 બેઠકો પર વિજય મેળવીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ફેબ્રુઆરી 2024માં સ્થપાયેલી આ પાર્ટીએ માત્ર બે વર્ષમાં સત્તાના દ્વાર ખખડાવ્યા છે.
Tamil Nadu Election: તિરુપત્તુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા
આ ચૂંટણીમાં સૌથી રોમાંચક જંગ તિરુપત્તુર વિધાનસભા (Tiruppur Assembly) બેઠક પર જોવા મળ્યો હતો. અહીં જીત અને હારનો તફાવત માત્ર 1 મતના માર્જિન (One Vote Margin) જેટલો જ રહ્યો. સ્ટાલિન સરકારના મંત્રી કે.આર. પેરિયાકરુપ્પન સામે TVK ના ઉમેદવાર શ્રીનિવાસ સેતુપતિએ (Srinivas Sethupathi) મેદાન માર્યું હતું. 30 રાઉન્ડની રસાકસીભરી મતગણતરી બાદ સેતુપતિને 83,375 મતો મળ્યા હતા, જ્યારે મંત્રી પેરિયાકરુપ્પન માત્ર એક મતે હારી ગયા હતા.
મુખ્યમંત્રી સ્ટાલિનની પણ હાર (CM Stalin Defeat)
રાજકીય પંડિતો માટે સૌથી આશ્ચર્યજનક બાબત મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનનો (CM Stalin) પરાજય છે. સ્ટાલિન પોતાની પરંપરાગત કોલાથુર બેઠક પરથી 8,795 મતોના અંતરથી હારી ગયા છે. બીજી તરફ, વિજયે પોતે પેરામ્બુર અને તિરુચિરાપલ્લી પૂર્વ એમ બંને બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે.
નવો રાજકીય ઈતિહાસ (Political History)
તમિલનાડુના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ નવી પાર્ટીએ તેની રચનાના ટૂંકા ગાળામાં 35 ટકા મત હિસ્સો (Vote Share) મેળવ્યો હોય. TVK ના આ પ્રદર્શને સાબિત કરી દીધું છે કે જનતાએ પરિવર્તનનો સ્વીકાર કર્યો છે. હવે રાજ્યમાં વિજયના નેતૃત્વમાં નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Mamta Banerjee Defeated Bhawanipur : મમતા બેનર્જી પોતાના જ ગઢ ભવાનીપુરમાં હાર્યા! સુવેન્દુ અધિકારીનો વિજય


