Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Assembly Election: તમિલનાડુમાં બ્રાહ્મણ ઉમેદવારોથી ભાજપ સહીતના પક્ષોને પરહેજ!

Assembly Election: Tamilnadu ને સામાજિક ન્યાયની પ્રયોગશાળા માનવામાં આવે છે, તેનું પરિણામ છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં DMK અને AIADMK જ નહીં, પણ ભાજપ અને કોંગ્રેસે પણ કોઈ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી નથી. સવાલ ઉઠે છે કે આખરે કેમ બ્રાહ્મણ ઉમેદવાર ઉતારવાથી તમિલનાડુના રાજકીય પક્ષો પરહેજ કરી રહ્યા છે?
assembly election  તમિલનાડુમાં બ્રાહ્મણ ઉમેદવારોથી ભાજપ સહીતના પક્ષોને પરહેજ
Advertisement

. ભાજપ સહિતના મુખ્ય પક્ષોએ OBC અને SC-ST મતો ગુમાવવાના ડરે બ્રાહ્મણ ઉમેદવારોને ટિકિટ આપવાનું ટાળ્યું
. જે. જયલલિતાના નિધનના 10 વર્ષ બાદ તેમની જ પાર્ટી AIADMK એ પ્રથમવાર બ્રાહ્મણ પ્રતિનિધિત્વ શૂન્ય કર્યું
. સ્થાપિત પક્ષોથી વિપરીત થલપતિ વિજયની TVK અને સીમનની NTK એ બ્રાહ્મણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે

Assembly Election: તમિલનાડુ (Tamilnadu) ની રાજનીતિમાં બ્રાહ્મણ (Brahmin) રાજનીતિ સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલાઈ ચુકી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ડીએમકે (DMK) અને કોંગ્રેસ (Congress) જ નહીં, પણ એઆઈએ-ડીએમકે (AIADMK) અને ભાજપે (BJP) પણ કોઈ બ્રાહ્મણ ઉમેદવારને ચૂંટણીમાં ઉતાર્યા નથી.

Advertisement

સાડા ત્રણ દશકમાં પહેલીવાર બન્યું છે કે જ્યારે એઆઈએ-ડીએમકેએ કોઈ બ્રાહ્મણને ટિકિટ આપી નથી. તેવામાં સવાલ ઉઠી રહ્યા છે કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamilnadu Assembly Election) માં કોઈપણ પક્ષ બ્રાહ્મણને શા માટે ટિકિટ આપવા માટે તૈયાર નથી?

Advertisement

તમિલનાડુ મદ્રાસ પ્રેસિડેન્સીનો ભાગ હતું, ત્યારે અંગ્રેજોના શાસન વખતે બ્રાહ્મણોનું અહીંના રાજકારણમાં ઘણું મોટું વર્ચસ્વ હતું. પરંતુ દ્રવિડ આંદોલન (Dravidian Movement) ને કારણે રાજકારણમાં તેઓ હાંસિયામાં પહોંચી ગયા. પરિસ્થતિ એ થઈ ગઈ છે કે વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોએ બ્રાહ્મણોને ટિકિટ આપવાનું ટાળ્યું છે.

રાજ્યમાં બ્રાહ્મણોનું સમર્થન ધરાવતી ભારતીય જનતા પાર્ટીએ પણ બ્રાહ્મણ ઉમેદવારોથી કિનારો કર્યો છે. ભાજપે પોતાના કોટાની 27 વિધાનસભા બેઠકોમાંથી કોઈપણ બેઠક પર બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી નથી. આ તમિલનાડની બદલાતી સિયાસતનું પરિણામ છે અને તેની સાથે દરેક મુખ્ય રાજકીય પક્ષોની બ્રાહ્મણ તરફી કે સમર્થિત હોવાની રાજકીય છાપથી બચવાની રાજકીય મજબૂરી પણ છે.

આ પણ વાંચો: Tamilnadu વિધાનસભામાં રાષ્ટ્રગાનનું અપમાન, ભાષણ આપ્યા વગર રાજ્યપાલે કર્યો વૉકઆઉટ!

Tamilnadu માં બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નહીં

તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી INDIA ગઠબંધનમાં ડીએમકે (DMK) ને 164 અને કોંગ્રેસને 28 બેઠકો ફાળવાઈ છે. પરંતુ બંનેએ કોઈપણ બ્રાહ્મણ (Brahmin) ને ટિકિટ આપી નથી. તેના સિવાય તેના સહયોગી લેફ્ટ (Left) અને વીસીકે (VCK) પણ કોઈપણ બ્રાહ્મણ ઉમેદવારને ચૂંટણીમાં ઉતારવાનું મુનાસિબ માન્યું નથી.

બીજી તરફ બ્રાહ્મણોનું સમર્થન ધરાવતા એનડીએ ગઠબંધનમાં AIADMK 178, ભાજપ 27 અને પીએમકે (PMK) 18 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ પક્ષોએ પણ એકપણ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપવાની રાજકીય હિંમત કરી નથી. આ પેટર્ન તમિલનાડુની બદલાતી રાજકીય પેટર્નને પણ ઉજાગર કરે છે.

આ પણ વાંચો: Thiruparankundram Hills: મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો, દરરોજ નમાજની મંજૂરી નહીં

AIADMK નો બ્રાહ્મણોથી મોહભંગ

તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા સ્વર્ગસ્થ જે. જયલલિતા બ્રાહ્મણ હતા. પરંતુ હવે તેમના નિધનના લગભગ 10 વર્ષ બાદ તેમની પાર્ટી કોઈપણ બ્રાહ્મણને મેદાનમાં ઉતારવા તૈયાર નથી. AIADMK એ 2021માં બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા પૂર્વ ડીજીપી આર. નટરાજને ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ આ વખતે તેમનું પત્તું કપાયું છે.

રાજકીય વિશ્લેષકો મુજબ, તમિલનાડુના રાજકારણમાં બ્રાહ્મણ મતદાતા લાંબા સમય સુધી AIADMK સાથે રહ્યા છે, તેમને વોટ આપીને સત્તામાં લાવવાનું કામ કરતા રહ્યા છે. તેના કારણે જયલલિતા અને એમજીઆર બ્રાહ્મણ ઉમેદવારોને હંમેશા ચૂંટણી મેદાનમાં ઉતારતા હતા. તાજેતરના વર્ષોમાં બ્રાહ્મણોનો ઝુકાવ ભાજપ તરફ વધ્યો છે. તેના કારણે હવે આ પાર્ટી બ્રાહ્મણ સમુદાયના ઉમેદવારને ઉતારવામાં ચૂંટણી લાભ નહીં હોવાનું રાજકીય આકલન કરી રહી છે. જો કે એનડીએમાં તે ભાજપનો સાથી પક્ષ છે. તેમ છતાં AIADMK એ બ્રાહ્મણ સમુદાયને ટિકિટ આપવાનું ટાળ્યું છે.

આ પણ વાંચો: 2026માં 5 રાજ્યોની ચૂંટણી નક્કી કરશે દેશની રાજનીતિની આગળની દશા અને દિશા

ક્યાં પક્ષે Brahmin ને ટિકિટ આપી?

અભિનેતામાંથી નેતા બનેલા થલપતિ વિજય (Thalpati Vijay) ની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) એ 2 બ્રાહ્મણ ઉમેદવારોને ટિકિટ આપી છે. તમિલ રાષ્ટ્રવાદી નેતા સીમનની પાર્ટી નામ તમિલર કચ્ચીએ 6 બ્રાહ્મણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ બંને પાર્ટીઓએ માયિલાપુર અને શ્રીરંગમ જેવા વિસ્તારોને પસંદ કર્યા છે કે જ્યાં બ્રાહ્મણ સમુદાયના મતદાતાઓની સંખ્યા વધારે છે. બ્રાહ્મણ વોટર નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. આ કારણ છે કે ટીવીકે અને એનટીકેએ બ્રાહ્મણોને ટિકિટ આપીને તેમને સાધવાનો દાવ ખેલ્યો છે.

એનટીકે દ્વારા 6 બ્રાહ્મણ ઉમેદવારોને ટિકિટ આપવાની પાછળ વિશ્લેષકોનું માનવું છે કે સીમાને તમિલનાડુમાં પેરિયર-વિરોધી વલણ અખત્યાર કર્યું છે. આરએસએસ સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે કહ્યુ હતુ કે તેઓ એક બ્રાહ્મણ કડાપ્પરઈ (સિમ્બલ)નો ઉપયોગ કરીને દ્રવિડ દીવાલને તોડી પાડશે. તેઓ પોતાના રાજકીય સંદેશાઓમાં જાતિ અને ઓળખનો ખુલીને ઉલ્લેખ કરે છે. તેવામાં બ્રાહ્મણોને ટિકિટ આપીને રાજકીય સંદેશ આપવાની તેમણે કવાયત કરી છે.

આ પણ વાંચો: ... તો મણિશંકર અય્યર કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાને 'પાછળ' લાત મારશે!

ભાજપે શા માટે બ્રાહ્મણોને ઉમેદવાર બનાવવાનું ટાળ્યું?

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, રાજકીય વિશ્લેષક અરુણ કુમારે જણાવ્યુ છે કે AIADMK એ ઘણાં દશકાઓ સુધી બ્રાહ્મણ સમાજનું સમર્થન બનાવી રાખ્યું હતું. પરંતુ તાજેતરના વર્ષોમાં આમા બદલાવ આવ્યો છે. જયલલિતાના નિધન બાદ બ્રાહ્મણ મતદાતાઓનો ઝુકાવ ભાજપ તરફ વધ્યો છે. તેના કારણે AIADMK એ બ્રાહ્મણોથી અંતર બનાવી લીધું છે, પરંતુ ભાજપનો પરહેજ કરવાના કારણે લોકો જરૂર ચિંતિત છે.

જો કે તમિલનાડુ બ્રાહ્મણ એસોસિએશન (TAMBRAS) નું સમર્થન મેળવવામાં ભાજપ કામિયાબ રહ્યું છે. તેના પછી પણ બ્રાહ્મણોને ટિકિટ નહીં આપીને ભાજપે આ સમુદાયના પોતાના સમર્થકોને નિરાશ કર્યા છે. રાજ્યમાં 3 ટકા જેટલા બ્રાહ્મણ મતદાતાઓ છે, જેમને નાયર નામથી ઓળખવામાં આવે છે. રાજ્યના રાજકારણમાં ઓબીસી અને દલિત વોટર ઘણાં નિર્ણાયક છે. માટે બ્રાહ્મણને ટિકિટ આપવાથી પરહેજ કરવામાં આવ્યો છે. તેમને લાગે છે કે બ્રાહ્મણને ચૂંટણી મેદાનમાં ઉતારવાથી દલિત અને ઓબીસી વોટર દૂર થઈ શકે છે, તેના કારણે ભાજપે તેમને ટિકિટ આપવાનું ટાળ્યું છે.

આ પણ વાંચો: "North Indian ટેબલ સાફ કરનારા-પાણીપુરી વેચનારા": તમિલનાડુના મંત્રીનો વાણીવિલાસ

તમિલનાડુમાં બ્રાહ્મણ રાજકારણના હાંસિયામાં કેમ પહોંચ્યા?

તમિલનાડુ સામાજિક ન્યાયની સૌથી મોટી પ્રયોગશાળા છે. દ્રવિડ રાજનીતિની શરૂઆતમાં પેરિયાર ઈવી રામાસ્વામી (Periyar EV Ramasamy) ના આત્મસમ્માનના આંદોલનથી થઈ. આ વિચારધારાનું કેન્દ્ર બ્રાહ્મણવાદ અને ઉત્તર ભારતીય સાંસ્કૃતિક પ્રભુત્વનો વિરોધ કરવાનો હતો. ડીએમકે અને એઆઈએડીએમકે જેવી મોટી પાર્ટીઓ આ વિચારધારાની જ ઉપજ છે. માટે બ્રાહ્મણોને ટિકિટ આપવી તેમના વિચારધારાત્મક મૂળિયાની વિપરીત માનવામાં આવે છે.

તમિલનાડુની કુલ વસ્તીમાં બ્રાહ્મણોની હિસ્સેદારી ઘણી ઓછી છે. રાજ્યમાં માત્ર 3 ટકા જ બ્રાહ્મણો છે. આ પ્રકારે ચૂંટણી રાજનીતિમાં જીતવાની ક્ષમતા મોટાભાગે જાતિગત આંકડાઓ પર નિર્ભર કરે છે. રાજકીય પક્ષ આ જાતિઓને પ્રાથમિકતા આપે છે, જેની સંખ્યા ઘણી વધારે છે. જેમાં મુથુરાય્યર, થેવર, વન્નિયાર અને ગોંડર સામેલ છે. પરંતુ ઓછા સંખ્યાબળને કારણે બ્રાહ્મણોને વોટબેંકના રૂપમાં જોવામાં આવતા નથી.

તમિલનાડુમાં 69 ટકા અનામત લાગુ છે. દ્રવિડ દળોએ પોતાની રાજનીતિને પછાત જાતિઓ અને દલિત ઉત્થાનની આસપાસ વણી લીધી છે. રાજકીય પક્ષોને ડર રહે છે કે બ્રાહ્મણ ઉમેદવારને ઉતારવાથી તેમના મુખ્ય આધાર ઓબીસી અને એસસી-એસટી વોટર્સ નારાજ થઈ શકે છે અથવા આ સંદેશ જઈ શકે છે કે તેઓ ઉચ્ચ જાતિ પ્રભુત્વને પાછું લઈ રહ્યા છે.

દ્રવિડ રાજનીતિમાં મોટાભાગે બ્રાહ્મણોને આર્ય અથવા બહારી માનવામાં આવ્યા છે, જ્યારે બિન-બ્રાહ્મણોને મૂળ દ્રવિડ. આ વિમર્શ એટલો ઊંડો થઈ ચુક્યો છે કે કોઈ બ્રાહ્મણ નેતા માટે ખુદને વિશુદ્ધ તમિલ હિતોના રક્ષક સાબિત કરવા પડકારજનક થઈ જાય છે. માટે બ્રાહ્મણોને તમિલનાડુમાં રાજકીય મહત્ત્વ મળી રહ્યું નથી.

આ પણ વાંચો: Pawan Khera RS Election: શું કૉંગ્રેસ જ પોતાના "સ્ટાર પ્રવક્તા" પવન ખેડાને બનાવી રહી છે "ઉલ્લૂ"?

Tags :
Advertisement

.

×